શિરાજી કાબર
Jump to navigation
Jump to search
શિરાજી કાબર | |
---|---|
![]() | |
શિરાજી કાબર | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Sturnidae |
Genus: | 'Acridotheres' |
Species: | ''A. ginginianus'' |
દ્વિનામી નામ | |
Acridotheres ginginianus (Latham, 1790) |
અનુક્રમણિકા
કદ અને દેખાવ[ફેરફાર કરો]
કદમાં આ પક્ષી કાબર કરતાં નાનું અને રંગ ભૂરાશ પડતો રાખોડી તથા ઇંટજેવા રાતા રંગની ચાંચ,આંખ પાસેની ચામડી પણ એજ રંગની.પગ પીળા અને પાંખમાં સફેદ કે આંખ ફરતેની ચામડી જેવા રંગનો ડાઘ હોય છે.નર-માદા સરખા રંગના હોય છે.
વિસ્તાર[ફેરફાર કરો]
શ્થાનિક બધેજ જોવા મળે છે.ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન એમ તમામ જગ્યાએ થાય છે.અન્ય શ્થાનિક ભાષાઓમાં, ગંગામેના(હિન્દી),ગંગસલીક(બંગાળી),બારડમેના(બિહાર),બારડીમેના(નેપાળ),લાલી(સિંધ) અને દર્યલમેના(યુ.પી.)થી ઓળખાય છે.મોટાભાગે વસ્તીવાળા વિસ્તારોમાં,ચરાણોમાં,નદીકિનારે એમ જોવા મળે છે.
ખોરાક[ફેરફાર કરો]
ફળ,અનાજનાં દાણા તથા જીવાત ખાય છે.
માળો[ફેરફાર કરો]
મે થી ઓગષ્ટમાં ઘાસ,તણખલા વગેરેનો,નદી કિનારે ઊંચી ભેખડોની ઊભી દિવાલો પર બાકોરામાં માળો બનાવે છે. જેમાં ૩ થી ૫ પીળાશ પડતાં ભૂરા રંગના ઇંડા મૂકે છે.