લખાણ પર જાઓ

શ્રીકાંત જિચકાર

વિકિપીડિયામાંથી
શ્રીકાંત જિચકાર
અંગત વિગતો
જન્મ
પીકુ

(1954-09-14)14 September 1954
કટોલ, મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુ2 June 2004(2004-06-02) (ઉંમર 49)
નાગપુર
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીરાજેશ્રી જિચકાર
સંતાનો

શ્રીકાંત જિચકાર (મરાઠી : श्रीकांत जिचकार) (૧૪ સપ્ટેમ્બર ૧૯૫૪ – ૨ જૂન ૨૦૦૪) ભારતમાં સૌથી વધુ લાયકાત (પદવીઓ) ધરાવતી વ્યક્તિ તરીકે જાણીતા હતા. તેઓ કેન્દ્રીય સનદી અધિકારી પણ હતા અને બાદમાં રાજકારણી બન્યા હતા, જેઓ ૨૬ વર્ષની વયે દેશના (ભારત) સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે જાણીતા હતા. તેમણે ૪૨ વિશ્વવિદ્યાલયની પરીક્ષાઓ આપ્યા પછી, ૨૦ પદવી મેળવી હતી. ભારતની સૌથી યોગ્ય વ્યક્તિ તરીકે લિમકા બુક ઓફ રેકોર્ડિંગ્સમાં સ્થાન મેળાવ્યું હતું.[][][]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

શ્રીકાંત જિચકરનો જન્મ ૧૯૫૪માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કટોલ ખાતે એક સુખી કિસાન પરિવારમાં થયો હતો. જિચકરે ૧૯ વર્ષની વયે જ તેમની તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીનો સૌને પરિચય આપી દીધો હતો. ૧૯૭૩થી ૧૯૯૦ દરમિયાન ૪૨ જેટલી વિશ્વવિદ્યાલયો દ્વારા ૨૦થી વધુ પદવીઓ હાંસલ કરી લીધી હતી. પત્રાચારના માધ્યમથી પણ અભ્યાસ કરીને તેમણે આ બધી પદવીઓ હાંસલ કરી લીધી હતી. તેમણે કેટલાયે સુવર્ણચંદ્રક હાંસલ કર્યા હતા. તેઓ ભારતના સૌથી વધુ ભણેલા-ગણેલા વ્યક્તિ તરીકે અધિકૃત રીતે નામના પામ્યા છે.[][][]

૧૯૭૮માં તેમણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષામાં ભાગ લીધો હતો અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) કેડર હેઠળ કેન્દ્રીય સનદી અધિકારી તરીકે પસંદગી પામી, રાજીનામું આપ્યું હતું. ૧૯૮૦માં તેમણે પુનઃ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (આઇએએસ) કેડર હેઠળ કેન્દ્રીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક જોડાયા હતા. પરંતુ બાદમાં તેમની પ્રથમ સામાન્ય ચૂંટણી લડવા માટે ચાર મહિના પછી રાજીનામું આપ્યું હતું.[]

રાજકીય જીવન

[ફેરફાર કરો]

૧૯૮૦માં તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા હતા અને માત્ર ૨૬ વર્ષની વયે તેઓ દેશના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. મહારાષ્ટ્ર સરકારમાં તેઓ મંત્રી પણ બન્યા, અને ૧૪ જેટલા ખાતા સંભાળ્યા હતા. તેમના સમયગાળા દરમિયાન તેઓ એક પ્રભાવશાળી મંત્રી તરીકે ઉપસી આવ્યા હતા. તેમણે મંત્રીપદે રહીને તેમણે પોલીસ વિભાગમાં મહત્ત્વપૂર્ણ સુધારા પણ કર્યા હતા. તે પછી ૧૯૯૨થી ૧૯૯૮ સુધી તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા અને અનેક સમિતિઓેમાં રહી મહત્ત્વપૂર્ણ કાર્ય પણ કર્યું હતું.[][][][]

તેઓ મહારાષ્ટ્ર વિધાનસભા (૧૯૮૦-૮૫), મહારાષ્ટ્ર વિધાન પરિષદ (૧૯૮૬-૯૨)ના સભ્ય હતા અને મહારાષ્ટ્ર સરકારના રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ રાજ્ય સભા (૧૯૯૨-૯૮)ના સભ્યપદે પણ રહ્યા હતા.[] તેમણે ૧૯૯૨ માં નાગપુરમાં સાંદીપની શાળાની સ્થાપના કરી હતી. તેમણે ભંડારા-ગોંદિયા (લોકસભા મતવિસ્તાર)થી ૧૯૯૮ની લોકસભાની ચૂંટણી અને ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં રામટેક (લોકસભા મતવિસ્તાર)થી ચૂંટણી લડી હતી જેમાં બહુ ઓછા મતોથી હાર મેળવી હતી.

હાંસલ કરેલ પદવીઓ

[ફેરફાર કરો]
  • એમ.બી.બી.એસ.
  • એમ.ડી.
  • એલએલ.બી.
  • ઇન્ટરનેશનલ કાનૂનમાં એલ.એલ.એમ
  • એમ.બી.એ
  • બેચલર ઇન જર્નાલિઝમ
  • એમ.એ. (પબ્લિક એડમિનિસ્ટ્રેશન)
  • એમ.એ. (સમાજશાસ્ત્ર)
  • એમ.એ. (અર્થશાસ્ત્ર)
  • એમ.એ. (સંસ્કૃત)
  • એમ.એ. (ઈતિહાસ)
  • એમ.એ. (અંગ્રેજી સાહિત્ય)
  • એમ.એ. (ફિલોસોફી)
  • એમ.એ. (રાજનીતિશાસ્ત્ર)
  • એમ.એ. (ભારતનો પૌરાણિક ઈતિહાસ, કલ્ચર એન્ડ આરકયોલોજી)
  • એમ.એ. (મનોવિજ્ઞાન)
  • ડી.લીટ. (સંસ્કૃત)
  • આઇ.પી.એસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ)
  • આઇ.એ.એસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)[][][]

મૃત્યુ

[ફેરફાર કરો]

નાગપુરથી આશરે ૬૦ કિલોમીટર દૂર કોંઢલી નજીક તા. ૨જી જૂન ૨૦૦૪ના રોજ નાગપુર પાસે તેમની મોટરકારમાં તેમના ફાર્મથી ઘેર આવી રહ્યા હતા. ત્યારે તેમની કાર, બસ સાથે અથડાતાં એક ભયંકર અકસ્માત નડયો અને માત્ર ૪૯ વર્ષની અલ્પ આયુએ તેઓ મૃત્યુ પામ્યાં હતાં.[][][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "5 Facts You Should Know About Dr. Shrikant Jichkar, The Most Qualified Man In India". www.thestorypedia.com. મેળવેલ 2020-08-27.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ DelhiFebruary 28, India Today Web Desk New; February 28, 2017UPDATED:; Ist, 2017 18:08. "This is the most educated person in India with 20 degrees". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-28.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "This Is The Story Of Shrikant Jichkar, The Man Who Had 20 Degrees From 42 Universities!". IndiaTimes (અંગ્રેજીમાં). 2016-10-09. મેળવેલ 2020-08-28.
  4. "This Is The Story Of Shrikant Jichkar, The Man Who Had 20 Degrees From 42 Universities!". IndiaTimes (અંગ્રેજીમાં). 2016-10-09. મેળવેલ 2020-08-27.
  5. Desk, India TV News (2014-06-01). "At a Glance: Late Dr Shrikant Jichkar, India's one of the most learned politicians". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-28.
  6. "5 Facts You Should Know About". The Story Pedia (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-18.