શ્રેણીની ચર્ચા:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા
Appearance
નમસ્તે @KartikMistry, @Dsvyas, @Aniket
શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા (૬૫ પાનાં) અને શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ (૪૭ પાનાં) એમ બે શ્રેણીઓ અસ્તિત્વમાં છે. આ બંને શ્રેણીઓને ભેળવી દેવા માટે કશું થઈ શકે તેમ છે? --Snehrashmi ૨૧:૦૬, ૧૮ માર્ચ ૨૦૨૪ (IST)
- @Snehrashmi, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એ ત્રણ જુદાજુદા પુરસ્કારો છે એટલે તમારી આ માંગણી કાંઈ ખાસ સ્પષ્ટપણે સમજાઈ નહીં. પદ્મભૂષણ વિજેતાને પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો હોય જે પદ્મવિભૂષણ પુરસ્કાર કરતાં જુદો છે અને મહત્તામાં એક સ્તર નીચે છે. આમ પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ બન્ને પુરસ્કારોના વિજેતાઓને એક જ શ્રેણીમાં સમાવવા તે આઇ.ટી.આઈ. અને આઈ.આઈ.ટી. પાસ છાત્રોને એક શ્રેણીમાં સમાવી લેવા લેવું થાય. આઇઆઇટી અને આઇટીઆઈ બન્નેમાં અંગ્રેજી મૂળાક્ષરો સરખા જ હોવા છતાં તે બન્ને અભ્યાસક્રમો એકબીજાથી તદ્દન જુદા છે, ફક્ત નામમાં રહેલી સામ્યતાને આધારે તેમને એક ન ગણી શકીએ. પરંતુ તમારી માંગણીને સંતોષવા માટે મેં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ વિજેતાઓની ત્રણેય શ્રેણીઓને આવરી લેતી શ્રેણી:પદ્મ પુરસ્કાર વિજેતાઓ બનાવી છે, જે ફક્ત ઉપરી શ્રેણી જ રહેશે. જેતે લેખનો સમાવેશ તો તે લેખના વિષયવસ્તુને મળેલા એક કે વધુ પુરસ્કારને આધારે તેની મૂળ શ્રેણીમાં જ કરવો રહ્યો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૮, ૧૮ માર્ચ ૨૦૨૪ (IST)
- સ્પષ્ટીકરણ માટે આભાર ધવલભાઈ. ઉજાગરાની અસર વર્તાતી હોય એવું લાગ્યું. પહેલી નજરે વાંચવા સમજવામાં થાપ ખાઈ ગયો. મને લાગ્યું કે આ બન્ને શ્રેણીઓ પદ્મભૂષણ પુરસ્કાર અંતર્ગત વિજેતા અને વિજેતાઓ એમ બે અલગ અલગ શીર્ષકો દર્શાવે છે. પદ્મ(વિ)ભૂષણ તરફ મારું ધ્યાન જ ગયું નથી. નાહકનો તમારો તથા અન્ય સભ્યોનો સમય બગાડવા બદલ ક્ષમાપ્રાર્થી છું.સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૨:૧૩, ૧૮ માર્ચ ૨૦૨૪ (IST)