શ્રેણીની ચર્ચા:ભૂગોળ
Appearance
શ્રેણી:ગુજરાતનાં ગામો શ્રેણીમાં રહેલ તમામ લેખો માંથી શ્રેણી:ભૂગોળ શ્રેણી દુર કરી દીધી છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૩૩, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- ધન્યવાદ; આપને અને આપની ટીમને આ ’માથાકૂટીયું’ કાર્ય કંટાળ્યા વગર પૂર્ણ કરવા બદલ અમો હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. હજુ ૧૦૩૨ લેખ, જેમાંના મોટાભાગનામાં આ શ્રેણી "અયોગ્ય" રીતે મુકાયેલી છે તે બાકી રહે છે. આપણે તેના વિશે પણ સાથે મળી વિચારીશું. આપ સમા વિદ્વાન જાણકાર એને પણ બોટ દ્વારા હટાવવાનો કશોક તોડ કાઢી શકશે તેવી આશા અને પ્રાર્થના પણ છે. સુંદર કાર્ય. ફરીથી...ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૨, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આપ કહો તો હાલ હટાવી દઈએ. આવી રીતે એક શ્રેણીમાં રહેલા લેખમાંથી બીજી શ્રેણી હટાવવા માટેનો કોડ મે જાતે તૈયાર કર્યો છે. તમારે પણ કંઇ પણ કામ હોય તો મને કહી દેવું હું એ પ્રમાણે બૉટ બનાવી કામ કરી દઈશ.. આભાર :) -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૨૨, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- ધવલભાઈના સૂચનની રાહ જોઈએ. કેમ કે, કેટલાક લેખમાં આ શ્રેણી રાખવાની અને કેટલાકમાં હટાવવાની થશે. શ્રેણીમા બાકી રહેલા લેખોનો થોડો અભ્યાસ પણ કરી લઈએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૭, ૩ નવેમ્બર ૨૦૧૨ (IST)