લખાણ પર જાઓ

સંખેડા ફર્નિચર

વિકિપીડિયામાંથી
સંખેડા ફર્નિચરથી સજાવેલ એક બેઠક ખંડ

સંખેડા ફર્નિચર (અંગ્રેજી:Sankheda furniture) એ રંગબેરંગી સાગી લાકડાંનું ફર્નિચર છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં પ્રવાહી વડે પ્રક્રિયા કરીને તેમ જ પરંપરાગત તેજસ્વી મરુન અને સોનેરી રંગોથી બનાવવામાં આવે છે.[] આ ફર્નિચર માત્ર સંખેડા ખાતે જ બનાવવામાં આવતું હોઈ તેને સંખેડા ફર્નિચર કહેવામાં આવે છે. આ ગામ વડોદરા થી 45 kilometres (28 mi) જેટલા અંતરે આવેલ છે.[]

તાજેતરના વર્ષોમાં, રંગોમાં નવીનતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેમાં કાળા, વાદળી, લીલા, આઇવરી, તાંબુ, ચાંદી અને બર્ગન્ડી રંગમાં આ ફર્નિચર બનાવવામાં આવે છે. આ ઉત્પાદનનું વ્યાપક માર્કેટિંગ ભારતમાં મોટું નથી, પરંતુ યુરોપ અને પશ્ચિમ એશિયા સહિત ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હવે આધુનિકતાની સાથે કદમ મિલાવી પરંપરાગત કાર્બનિક રંગોને અને કેવડા (fragrant screw pine)ના પાંદડાના માવાનો રંગ આધાર તરીકે ઉપયોગ કરવાને બદલે રાસાયણિક રંગોનો ઉપયોગ કરી ઘણા રંગોમાં ફર્નિચર બનાવવામાં આવે છે. જો કે "કલાઈના વરખની ભાત સાથે પારદર્શક લાખના આવરણ"ની મૂળભૂત પરંપરાગત પદ્ધતિ ચાલુ રહેલ છે,[] જેને અકીક વડે પોલિશ કરવામાં આવે છે.[]

આ ફર્નિચર શૈલી ભારત સરકારના જ્યોગ્રાફિકલ ઈન્ડીકેશન ઓફ ગુડ્સ (રજીસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) એક્ટ (GI Act) ૧૯૯૯ હેઠળ સુરક્ષિત કરવામાં આવી હતી. તે કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ ડિઝાઈન અને ટ્રેડમાર્ક દ્વારા ૫ જુલાઈ, ૨૦૦૭ના રોજ "સંખેડા ફર્નિચર" શીર્ષક હેઠળ રજીસ્ટર કરવામાં આવી હતી અને તેનો જીઆઇ અરજી ક્રમાંક-૧૦૦ના વર્ગ ૨૦ હેઠળ ૫ જુલાઈ ૨૦૦૭ના રોજ હસ્તકલાની વસ્તુ તરીકે યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.[][][]

ઇતિહાસ

[ફેરફાર કરો]
સંખેડા ફર્નિચર - કોર્નર ટેબલ

ઐતિહાસિક રેકોર્ડ અનુસાર આ પ્રકાર ના ફર્નિચરની 17 મી સદીમાં જ્યોર્જ રોકયુસ (George Rocques) નામના એક ફ્રેન્ચ લેખક અને જેમ્સ ફોર્બ્સ, એક બ્રિટિશ અધિકારી દ્વારા વિશ્વને જાણ કરવામાં આવી હતી. તે સમયે આ ફર્નિચર બનાવવા માટે સાગનું લાકડું વલસાડથી પરિવહન કરી લાવવામાં આવતું હતું અને રંગકામ માટે સ્વદેશી રંગો વાપરવામાં આવતા હતા. આ ઉત્પાદનની નિકાસ સુરત અને ખંભાત બંદરો ખાતેથી કરવામાં આવતી હતી.

સ્થાનિક દંતકથા સાંભળ્યા અમુસાર મૂળ આ ફર્નિચર-કળા સંખેડા આવી એક ઝૂંપડીમાં રોકાયેલા અધ્યાત્મ લક્ષી વ્યક્તિએ મુઘલ આક્રમણકારોને ટાળવા માટે એક કઠિયારો કે જે તેની દેખરેખ રાખતો, તેને શીખવાડી હતી. તેની સાથે લાંબા ગાળા માટે રહીને પછી તે અચાનક અદ્રશ્ય થઇ ગયા. જો કે રાત્રે અદ્રશ્ય થઇ ગયેલી વ્યક્તિ કઠિયારાના સ્વપ્નમાં આવી અને આ સાધુ જેવા વ્યક્તિએ તેને સુથારીકામમાં કુશળતાના આશિર્વાદ આપ્યા હતા. આ ઘટના પછી તે કઠિયારામાંથી સુથાર બન્યા અને રંગીન ભાત તેમ જ લાખના આવરણવાળા આ ફર્નિચર બનાવવાની શરૂઆત કરી છે.

આ કારીગરીને પ્રોત્સાહન આપવા માટે એક તાલીમ સંસ્થાની અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી છે .[]

ઉત્પાદનો

[ફેરફાર કરો]

પરંપરાગત ફર્નિચર ઉપરાંત વિશાળ શ્રેણીમાં ત્રણ ભાગ સોફા સેટ, પલંગની પીઠ, પલંગ, બગીચાનો હિંચકો, ડ્રેસિંગ ટેબલ, ઝુલણ ખુરશી, ટેબલ, પડદીઓ, દિવાન વગેરે[][] અન્ય હાથબનાવટના ફર્નિચરમાં દિવાલ પરનાં કાષ્ટચિન્હો, ઊંચા દિવડા, ફુલદાની અને પેન સ્ટેન્ડ, રમકડાંઓ, રસોઈનાં ફર્નિચર અને ઝુલાના આધાર વગેરે ફર્નિચર આધુનિકતા સાથે રજૂ કરવામાં આવે છે. આ ફર્નિચર નાજુક ડિઝાઇનમાં દેખાય છે, છતાં ટકાઉ હોય છે અને લાંબા ગાળા માટે ચાલે છે.[૧૦] સામાજિક વહેવારમાં ગુજરાતી સમુદાય માટે લગ્ન દરમિયાન પરંપરાગત ભેટ તરીકે આ ફર્નિચર શુભ ગણાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Tyagi ૨૦૦૮.
  2. ૨.૦ ૨.૧ Pandya ૨૦૦૭.
  3. Indica. Heras Institute of Indian History and Culture, St. Xavier's College. ૧૯૮૨. પૃષ્ઠ 135.
  4. "Journal 29 – Controller General of Patents, Designs, and Trade Marks" (PDF). Office of the Controller General of Patents, Designs & Trade Marks. ૩૧ માર્ચ ૨૦૦૫. મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૬.
  5. "State Wise Registration Details Of G.I Applications" (PDF). Controller General of Patents Designs and Trademarks. મૂળ (pdf) માંથી 2016-03-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૬.
  6. "Geographical Indications Journal No. 58" (PDF). Government of India. ૯ મે ૨૦૧૪. મૂળ (pdf) માંથી 2014-08-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૬.
  7. Dept ૧૯૬૫.
  8. Christian 2006.
  9. Ward 1998.
  10. Christian ૨૦૦૬.

ગ્રંથસૂચિ