લખાણ પર જાઓ

સંજ્ઞા

વિકિપીડિયામાંથી

ઢાંચો:ExamplesSidebar ભાષાશાસ્ત્રમાં, સંજ્ઞા વિશાળ, મુક્ત ભાષાકિય શબ્દોના વર્ગનું સભ્ય છે જેના સભ્યો ગૌણ વાક્યના વિષયમાં, ક્રિયાપદના કર્મમાં અથવા નામયોગી અવયવના કર્મમાં મુખ્ય શબ્દ તરીકે ઉભરી શકે છે.[]

ભાષાકિય શબ્દોના વર્ગોને તેના સભ્યો અન્ય પ્રકારની અભિવ્યક્તિ સાથે કેવી રીતે ભળી જાય છે તેને ધ્યાનમાં લઇને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સંજ્ઞા માટેના વાક્યરચનાના સંદર્ભના નિયમો ભાષા-ભાષાએ બદલાય છે. અંગ્રેજીમાં સંજ્ઞાઓને એવા શબ્દો તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે લેખ અને ગુણધર્માત્મક વિશેષણ સાથે ઉદભવી કે છે તેમજ સંજ્ઞા શબ્દસમૂહના શીર્ષક તરીકે ઉદ્ભવી શકે છે.

પરંપરાગત અંગ્રેજી વ્યાકરણમાં સંજ્ઞા ભાષાના અંગો કે જેની સંખ્યા આઠ છે તેમાંથી એક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ શબ્દ લેટિન શબ્દ નોમેન પરથી આવે છે જેનો અર્થ નામ એવો થાય છે. સંજ્ઞા જેવા શબ્દોના પ્રકારનો સૌપ્રથમ ઉલ્લેખ સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રી[[Pāṇini]] અને ડાઓનીસિઓસ થ્રેક્ષ જેવા પ્રાચીન ગ્રીકોએ કર્યો હતો તેમજ આ શબ્દોને શબ્દરૂપાત્મક લક્ષણોને ધ્યાનમાં રાખીને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતાં. ઉદાહરણ તરીકે, પ્રાચીન ગ્રીક ભાષામાં સંજ્ઞા વ્યાકરણીય વિભક્તિના રૂપ માટે વિભકતિ પ્રત્યય લગાડવાનું કાર્ય કરતી હતી, જેવા કે ચોથી વિભક્તિ કે દ્વિતિયા વિભક્તિ.

સંજ્ઞાઓની કેટલીક વ્યાખ્યાઓ

[ફેરફાર કરો]

કુદરતી ભાષાની અભિવ્યક્તિઓ વિવિધ કક્ષાએ લક્ષણો ધરાવતી હોય છે. તેમને ઔપચારિક લક્ષણો હોય છે. જેવા કે, કયા પ્રકારના શબ્દરૂપાત્મક ઉપસર્ગ અથવા અનુગ તેમને લાગે છે અને કયા પ્રકારની અભિવ્યક્તિઓ સાથે તે જોડાઇ શકે છે; પરંતુ તેમની પાસે અર્થનિર્ધારણશાસ્ત્ર જેવા લક્ષણો પણ હોય છે, એટલે કે તેમના અર્થને લગતા લક્ષણો. આમ આ લેખની શરૂઆતમાં સંજ્ઞાની વ્યાખ્યા ઔપચારિક , પરંપરાગત વ્યાકરણીય વ્યાખ્યા છે. આ વ્યાખ્યા, મોટેભાગે, બિનવિવાસ્પદ ગણવામાં આવે છે અને તે ચોક્કસ ભાષાઓના વપરાશકારોને અસરાકારક રીતે સંજ્ઞાઓ અને બિન-સંજ્ઞાઓ વચ્ચેનો ભેદ પારખવા માટેના રસ્તાઓ પૂરા પાડે છે. જોકે, તેનો એક ગેરલાભ એ છે કે તે તમામ ભાષાઓની સંજ્ઞાઓને લાગું નથી પડતું. ઉદાહરણ તરીકે, રશિયન ભાષામાં કોઇ ચોક્કસ લેખ નથી હોતા, માટે કોઇ વ્યક્તિ સંજ્ઞાને ચોક્કસ લેખ દ્વારા સુધારવામાં આવેલા શબ્દો તરીકે વ્યાખ્યાયિત ન કરી શકે. સંજ્ઞાઓને તેમના અર્થનિર્ધારણશાસ્ત્રના લક્ષણોના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવાના પણ કેટલાક પ્રયત્નો થયા છે. તેમાંના ઘણા વિવાદાસ્પદ છે, જોકે કેટલાકની ચર્ચા નીચે કરવામાં આવી છે.

વસ્તુઓના નામ

[ફેરફાર કરો]

પરંપરાગત શાળા વ્યાકરણમાં સામાન્ય રીતે સંજ્ઞાની એવી વ્યાખ્યાનો સામનો કરવો પડે છે કે તે જ સર્વસ્વ અને માત્ર તેવી અભિવ્યક્તિઓ છે કે જે વ્યક્તિ , સ્થળ , ચીજવસ્તુ , પ્રસંગ , પદાર્થ , ગુણવત્તા , જથ્થો અથવા વિચાર , વગેરે સાથે સબંધ ધરાવે છે. આ વ્યાખ્યા અર્થનિર્ધારણશાસ્ત્ર પ્રમાણેની વ્યાખ્યા છે. સમકાલીન ભાષાશાસ્ત્રીઓ તેને બિનમાહિતીપ્રદ[સંદર્ભ આપો] કહીને તેની ટીકા કરી રહ્યા છે. સમકાલીન ભાષાશાસ્ત્રીઓ સામાન્ય રીતે સ્વીકારી રહ્યા છે કે કોઇ પણ વ્યક્તિ સંજ્ઞા(કે વ્યાકરણના અન્ય પ્રકારો)ને તે કયા પ્રકારની વિશ્વની વસ્તુ સાથે સંલગ્ન છે કે કોનું મહત્વ દર્શાવે છે તે સફળાતાપૂર્વક વ્યાખ્યાયિત ન કરી શકે. કોયડાની બાબત એ છે કે વ્યાખ્યા, સંજ્ઞાઓ શું છે તે નક્કી કરવા માટે પ્રમાણમાં સામાન્ય સંજ્ઞાઓ(ચીજવસ્તુ , ઘટના , પ્રસંગ )નો ઉપયોગ કરે છે.

આવી સામાન્ય સંજ્ઞાઓનું અસ્તિત્વ દર્શાવે છે કે સંજ્ઞાઓ વર્ગીકૃત સ્તરીકરણમાં ગોઠવાયેલી અસ્તિત્વ ધરાવનાર વસ્તુઓ સાથે સબંધ ધરાવે છે. જોકે અન્ય પ્રકારની અભિવ્યક્તિઓ પણ આવા માળખાગત વર્ગીકૃત સબંધોમાં ગોઠવાયેલી હોય છે. ઉદાહરણ તરીકે, ભટકવું , લટાર મારવી , ફલાંગો મારવી અને પગલા ભરવા જેવા ક્રિયાપદો અતિ સામાન્ય ચાલવું ક્રિયાપદ કરતાં વધુ વિશિષ્ટ શબ્દો છે - જુઓ ટ્રોપોનીમી. વધુમાં, ચાલવું ક્રિયાપદ, હલવું ક્રિયાપદ કરતાં વધુ ચોક્કસ છે, અને એવી જે રીતે, બદલવું ક્રિયાપદ કરતાં ઓછું સામાન્ય છે. પરંતુ આવા વર્ગીકૃત સબંધોનો સંજ્ઞા અને ક્રિયાપદને વ્યાખ્યાયિત કરવા માટે ઉપયોગ કરી શકાય તે બનવાજોગ નથી. આપણે ક્રિયાપદોને બદલવું કે સ્થિતિ દર્શાવવી સાથે સબંધો ધરાવતાં શબ્દો તરીકે વ્યાખ્યા આપવી હોય તો ન આપી શકીએ કારણ કે બદલાવ અને સ્થિતિ સંજ્ઞાઓ સંભવત્ તેવી બાબતો સાથે સબંધ ધરાવે છે પરંતુ તે ક્રિયાપદો નથી. તેવી જ રીતે, આક્રમણ , સભા અથવા ભંગાણ જેવી સંજ્ઞાઓ પૂરી થયેલી અથવા બનેલી વસ્તુઓ સાથે સબંધ ધરાવે છે. હકીકતમાં, એક વજનદાર તર્ક એવો છે કે મારી નાખવું કે મરી જવું જેવા ક્રિયાપદો પ્રસંગ સાથે સબંધ ધરાવે છે,[][] જે સંજ્ઞાઓને સબંધ રાખવો પડે છે તેવી વસ્તુઓનો એક પ્રકાર છે.

ક્રિયાપદ અંગેનો આ દ્રષ્ટિકોણ ખોટો છે તે મુદ્દો અહીં ઉપસ્થિત કરવામાં નથી આવી રહ્યો , પરંતુ ક્રિયાપદનું આ લક્ષણ, આ પ્રકારની વ્યાખ્યા કરવા માટે નબળો આધાર છે તે મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે. જેમ કે કારની વ્યાખ્યા કરવા માટે માત્ર પૈડા હોવા નું લક્ષણ એ નબળો આધાર છે(સુટકેસ અને જમ્બો જેટને પણ પૈડાં હોય છે, માટે તે કાર થઇ જતી નથી). એવી જ રીતે, પીળું અથવા અઘરું વિશેષણો ગુણવત્તા સાથે સબંધ દર્શાવવા માટે વિચારવામાં આવ્યા હોય, અને બહાર અથવા ઉપર જેવા ક્રિયાવિશેષણો સ્થળો સાથેનો સબંધ દર્શાવતા હોય તેમ લાગે છે, જોકે તેઓ સંજ્ઞાઓ સંદર્ભ ધરાવી શકે તેવી વસ્તુઓના ઉદાહરણ પણ છે. પરંતુ ક્રિયાપદો, વિશેષણો અને ક્રિયાવિશેષણો એ સંજ્ઞાઓ નથી. અને સંજ્ઞાઓ એ ક્રિયાપદો, વિશેષણો કે ક્રિયાવિશેષણ નથી. કોઇ દલીલ કરી શકે છે કે આ પ્રકારની વ્યાખ્યાઓ ખરેખર વક્તાઓના સંજ્ઞાઓ, ક્રિયાપદો અને ક્રિયાવિશેષણો વિશેના પહેલાના સાહજિક જ્ઞાન પર આધાર રાખે છે. અને તેથી તેનાથી ખરેખર કંઇ ઉપજતું નથી. વક્તાઓનું આ બાબતનું સાહજિક જ્ઞાન સંભવિત રીતે, ઉપર વાત કરી તેમ અંગ્રેજી સંજ્ઞાઓના પરંપરાગત વ્યાકરણ આધારિત વ્યાખ્યાની જેમ, ઔપચારિક માપદંડો પર નભતું હોઇ શકે છે.

ઓળખના માપદંડો બાબતે ગુણલક્ષણનો નિર્દેશ

[ફેરફાર કરો]

ઢાંચો:Unclear section બ્રિટિશ તર્કશાસ્ત્રી પીટર થોમસ ગીચ દ્વારા સંજ્ઞાઓની વધુ ઝીણવટભરી અર્થનિર્ધારણશાસ્ત્ર આધારિત વ્યાખ્યા સૂચવવામાં આવી છે.[] તેમણે નોંધ્યું છે કે "સરખુ" જેવા વિશેષણો સંજ્ઞાઓને સુધારી શકે છે, પરંતુ ક્રિયાપદો અથવા વિશેષણો જેવા વાક્યના અન્ય પ્રકારના હિસ્સાને નહીં. એટલું જ નહીં, પરંતુ ક્રિયાપદો અને વિશેષણોને સુધારી શકે તેવી એકસમાન અર્થ ધરાવતી અન્ય અભિવ્યક્તિઓ પણ જણાતી નથી. નીચે દર્શાવેલા ઉદાહરણો પર ધ્યાન આપો.

વ્યાકરણીય: જોહન અને બિલે સરખી લડાઇમાં ભાગ લીધો.
બિનવ્યાકરણીય: *જોહન અને બિલ સરખી રીતે લડ્યા.

અંગ્રેજીમાં સરખી રીતે જેવું ક્રિયાવિશેષણ નથી. જોકે ચેક જેવી અન્ય કેટલીક ભાષામાંસરખી રીતે ને અનુરૂપ ક્રિયાવિશેષણ છે. માટે, ચેક ભાષામાં, છેલ્લા વાક્યનો અનુવાદ થઇ શકે તેમ છે. જોકે, તેનો અર્થ એમ થશે કે જોહન અને બિલ બંને સરખી રીતે લડ્યા: નહીં કે તેમણે સરખી લડાઇ માં હિસ્સો લીધો. ગીચે સૂચવ્યું છે કે જો સંજ્ઞાઓ ઓળખના માપદંડો બાબતે તાર્કિક ગુણલક્ષણનો નિર્દેશ કરે તો આપણે આ વાત સમજાવી શકીએ છીએ. ઓળખના માપદંડની બાબતને લીધે આપણે એ નક્કી કરી શકીશું કે 1 વાગ્યે x નામની વ્યક્તિ અને 2 વાગ્યે y નામની વ્યક્તિ બંને સમાન વ્યક્તિ છે. વિવિધ સંજ્ઞાઓને વિવિધ ઓળખના માપદંડ હોઇ શકે છે. આ માટે ગુપ્તાનું ઉદાહરણ ખૂબ જાણીતું છે:[]

નેશનલ એરલાઇન્સે 1979માં 20 લાખ મુસાફરો નું વહન કર્યું.
નેશનલ એરલાઇન્સે 1979માં (ઓછામાં ઓછી) 20 લાખ વ્યક્તિઓ નું વહન કર્યું.

અહીં રજૂ કર્યા પ્રમાણે સામાન્ય રીતે તમામ મુસાફરો વ્યક્તિઓ છે. જેથી છેલ્લા વાક્યએ પ્રથમ વાક્યના તર્કને અનુસરવો જોઇએ. પરંતુ તેમ થયું નથી. કેમ કે, તે વાતની કલ્પના કરવી સરળ છે કે 1979માં નેશનલ એરલાઇન્સમાં મુસાફરી કરનાર સરેરાશ દરેક વ્યક્તિએ તેની સાથે બે વખત મુસાફરી કરી હતી. જો આમ હોય તો, કોઇ કહેશે કે એરલાઇને 20 લાખ મુસાફરો નું વહન કર્યું પરંતુ વ્યક્તિઓ તો 10 લાખ જ હતી. આમ, આપણે જે રીતથી મુસાફરો ની ગણતરી કરીએ છીએ તે રીત વ્યક્તિઓ ની ગણતરી કરીએ તે જ હોવી જોઇએ તે જરૂરી નથી. આ વાતને અલગ રીતે જોઇએ: બે અલગ સમયે, તમે બે જુદા જ મુસાફરો પર ધ્યાન આપો છો, તે પણ તમે એક જ અને સરખી વ્યક્તિ હોવા છતાં. ઓળખના માપદંડો ની સચોટ વ્યાખ્યા માટે, જુઓ ગુપ્તા.[]

નમૂનારૂપ સંદર્ભ અભિવ્યક્તિઓ

[ફેરફાર કરો]

ઢાંચો:Unclear section સંજ્ઞાની અન્ય અર્થનિર્ધારણશાસ્ત્ર આધારિત વ્યાખ્યા એ છે કે તે નમૂનારૂપ સંદર્ભ ધરાવે છે.[]

તાજેતરમાં જ, માર્ક બેકર[] દ્વારા સૂચવવામાં આવ્યું છે કે ગીચની ઓળખના માપદંડોના સંદર્ભ ધરાવતી સંજ્ઞાની વ્યાખ્યા આપણને સંજ્ઞાઓના લાક્ષણિક ગુણધર્મો સમજાવવા માં મદદરૂપ બને છે. તેમની દલીલ છે કે સંજ્ઞાઓ (અ-)ચોક્કસ લેખ અને આંકડાની સાથે ઉદભવી શકે છે તેમજ તે નમૂનારૂપ સંદર્ભ ધરાવતી હોય છે.કારણ કે તે એવા તમામ અને એકમાત્ર વાક્યના હિસ્સા છે જે ઓળખના માપદંડો પૂરા પાડે છે. બેકરના સૂચનો ખાસા નવા છે અને ભાષાશાસ્ત્રીઓ હજુ તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

અંગ્રેજીમાં સંજ્ઞાઓનું વર્ગીકરણ

[ફેરફાર કરો]

વ્યક્તિવાચક સંજ્ઞાઓ અને સામાન્ય સંજ્ઞાઓ

[ફેરફાર કરો]
વ્યક્તિવાચક નામ અહીં મોકલવામાં આવશે. ભાષાના ખ્યાલના તત્વજ્ઞાન માટે, વ્યક્તિવાચક નામ (તત્વજ્ઞાન) જુઓ.

વ્યક્તિવાચક સંજ્ઞાઓ (જેને વ્યક્તિવાચક નામ પણ કહે છે) અનોખી વસ્તુઓનું પ્રતિનિધત્વ કરતી સંજ્ઞાઓ છે (જેમકે લંડન , જ્યુપિટર અથવા ટોયોટા ), અને તે વસ્તુઓના વર્ગ(જેમ કે શહેર , ગ્રહ , વ્યક્તિ અથવા કાર )ને દર્શાવતી સામાન્ય સંજ્ઞાઓથી જુદી પડે છે.[] વ્યક્તિવાચક સંજ્ઞાઓની આગળ સામાન્ય રીતે કોઇ આર્ટિકલ આવતો નથી અથવા તો અન્ય કોઇ મર્યાદા સૂચવતો શબ્દ (જેમ કે કોઇ અથવા કેટલાક ) આવતો નથી, અને તેમનો ઉપયોગ શબ્દ કે શબ્દસમૂહના કોઇ વર્ણનાત્મક અર્થના સંદર્ભ વગર ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુને દર્શાવવા માટે થાય છે. વ્યક્તિવાચક સંજ્ઞાને મોટા અક્ષરે (કેપિટલમાં) લખવાનો અર્થ ગર્ભિત સંદર્ભની અંદર વિશિષ્ટતા એવો થાય છે. એટલે કે જ્યારે ઉદાહરણ ગર્ભિત સંદર્ભની અંદર અનોખું હોય ત્યારે તે સામાન્ય પ્રકારના ઉદાહરણને નામ પૂરું પાડે છે. માટે જ હવે ચર્ચા કરીશું તેમ સંદર્ભના ફેરફાર તેને અસર કરી શકે છે. જુઓ (સામાન્ય અને વ્યક્તિવાચક સમજણનો સમન્વય).

લેટિન મૂળાક્ષરોનો ઉપયોગ કરતી અંગ્રેજી અને મોટાભાગની અન્ય ભાષાઓમાં વ્યક્તિવાચક સંજ્ઞાઓને સામાન્ય રીતે મોટા અક્ષરોમાં લખાય છે. બહુશબ્દીય વ્યક્તિવાચક સંજ્ઞાઓના મોટાભાગના તત્વોને મોટા અક્ષરે લખવા કે નહીં તે બાબતે વિવિધ ભાષાઓમાં ભિન્ન મત પ્રવર્તે છે. (દા.ત. અમેરિકન અંગ્રેજીમાંHouse of Representatives ) અથવા માત્ર પ્રથમ મૂળાક્ષર (દા.ત. સ્લોવિનિયન ભાષામાં Državni zbor 'National Assembly').

જર્મન ભાષામાં, તમામ પ્રકારની સંજ્ઞાઓને મોટા અક્ષરોમાં લખાય છે. તમામ  સંજ્ઞાઓના અક્ષરો મોટા કરવાની પરંપરા પહેલા અંગ્રેજીમાં પણ પ્રચલિત હતી, પરંતુ સર્કા 1800માં આ પરંપરાનો અંત આવ્યો હતો.[સંદર્ભ આપો] અમેરિકામાં, મોટા અક્ષરો કરવા અંગેના પરિવર્તનની નોંધ કેટલાક નોંધનીય દસ્તાવેજોમાં કરવામાં આવી છે. Declaration of Independence (1776)નો અંત (પણ શરૂઆત નહીં) અને Constitution (1787)માં તમામ સંજ્ઞાઓને મોટા અક્ષરે બતાવવામાં આવી છે,Bill of Rights (1789) થોડીક સામાન્ય સંજ્ઞાઓને મોટા અક્ષરે બતાવે છે પરંતુ મોટભાગની સંજ્ઞાઓને મોટા અક્ષરે નથી બતાવતું, અને Thirteenth Constitutional Amendment (1865) માત્ર વ્યક્તિવાચક સંજ્ઞાઓને જ મોટા અક્ષરે બતાવે છે.

સામાન્ય અને વ્યક્તિવાચક સમજણનો સમન્વય

[ફેરફાર કરો]

કેટલીક વખત સંદર્ભને ધ્યાનમાં રાખીને એક જ શબ્દ, સામાન્ય સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે કાર્ય કરી શકે છે. આ સિદ્ધાંતના બે ભિન્ન સ્વરૂપો અલગ પાડી શકાય તેમ છે. જોકે બંને પ્રકારના ઉદાહરણનો સંદર્ભ દર્શાવતા લેબલોના હકીકત આધારિત ઉપયોગથી તેમની વચ્ચેની ભિન્નતા ઝાંખી પડે છે. તેમની પાસે સમગ્ર વિશ્વ સ્વીકારી શકે તેવા નામ નથી(એટલે કે, સર્વસ્વીકૃત અધિભાષા નથી), પરંતુ "કેપિટોનીમ"[] અને "વિશિષ્ટ સંજ્ઞાપક"[૧૦] નામોનું કેટલુંક ચલણ છે.

કેપિટોનીમ
[ફેરફાર કરો]

કેપિટોનીમ એ એવો શબ્દ છે કે જેને મોટા અક્ષરે લખવાથી તે તેનો અર્થ(અને ક્યારેક ઉચ્ચાર) બદલી નાખે છે. તે સમોચ્ચારી શબ્દ જેવો છે. મોટા અક્ષરે લખાયેલા વાક્યનો અર્થ કેટલીક વખત નાના અક્ષરે લખાયેલા વાક્ય માટે ખાસ કિસ્સા સમાન હોય છે, અથવા તે નામસ્ત્રોતની રીતે તેની સાથે જોડાયેલો હોય છે.

વિશિષ્ટ સંજ્ઞાપકો
[ફેરફાર કરો]

કેટલાક શબ્દો એવા છે કે જે સામાન્ય સંજ્ઞાઓ છે પરંતુ તે સરળતાથી "હંગામી વ્યક્તિવાચક સંજ્ઞાની ફરજ નીભાવી શકે છે" (અથવા "સંદર્ભ ધરાવતી વ્યક્તિવાચક સંજ્ઞાની ફરજ"). એજન્સી, એવન્યુ, બુલેવર્ડ, બોક્ષ, બીલ્ડિંગ, બ્યુરો, કેસ, ચેપ્ટર, સિટી, ક્લાસ, કોલેજ, ડે, એડિશન, ફ્લોર, ગ્રેડ, ગ્રુપ, હોસ્પિટલ, લેવલ, ઓફિસ, પેજ, પેરેગ્રાફ, પાર્ટ, ફેઝ, રોડ, સ્કૂલ, સ્ટેજ, સ્ટેપ, સ્ટ્રીટ, ટાઇપ, યુનિવર્સિટી, વીક વગેરે તેના કેટલાક ઉદાહરણ છે. હંગામી વ્યક્તિવાચક સંજ્ઞાની ફરજ ત્યારે ઊભી થાય છે જ્યારે સામાન્ય સંજ્ઞાને કલ્પનાના ચોક્કસ દ્રષ્ટાંત માટે નામ સર્જવા, આંકડા કે કોઇ અન્ય શબ્દ સાથે જોડવામાં આવે છે. (એટલે કે સામાન્ય પ્રકારનું ચોક્કસ દ્રષ્ટાંત). બાદમાં તે "વિશિષ્ટ સંજ્ઞાપક" તરીકે ઓળખાશે. ઉદાહરણ તરીકે:

  • Mary lives on the third floor of the main building. (સમગ્ર વાક્યમાં સામાન્ય સંજ્ઞાઓ જણાઇ આવે છે)
  • Mary lives on Floor 3 of the Main Building. (સરખી માહિતી વસ્તુ છે પરંતુ તેને હેતુપૂર્વક વ્યક્તિવાચક નામો તરીકે મૂકાઇ છે. તેમાં હેતુપૂર્વક શબ્દોના પ્રથમ અક્ષરને મોટા કર્યાની વિશિષ્ટતાને બાદ કરતાં દેખીતો ફરક નથી. તે એવી આંતરિક સમજણ પેદા કરે છે કે "આપણે સામાન્ય રીતે સમજેલા સંદર્ભમાં, વાક્યમાં જે મેઇન બીલ્ડિંગની વાત કરવામાં આવી છે તે એકમાત્ર મેઇન બીલ્ડિંગ છે. તે એક અનોખી વસ્તુ છે. [આપણા સંદર્ભ સાથે નિસબત છે ત્યાં સુધી].)
  • My bookmark takes me to the main page of the English Wikipedia.
  • What is the proper name of that page?
  • It is the Main Page.
  • Sanjay lives on the beach road. [બીચની સમાંતર જતો રસ્તો]
  • Sanjay lives on Beach Road. [ચોક્કસ રસ્તો જેને મોટા અક્ષરોમાં વ્યક્તિવાચક નામ "બીચ રોડ" નામ આપવામાં આવ્યું છે. વિશ્વમાં રસ્તાનું આ અનોખું દ્રષ્ટાંત છે, જોકે તેનું વ્યક્તિવાચક નામ એ માત્ર આપણા પ્રદેશમાં જ અનોખું છે. આપણા પડોશી પ્રદેશમાં પણ બીચ રોડ નામનો રોડ હોઇ શકે છે. ]
  • In 1947, the U.S. established the Central Intelligence Agency.
  • In 1947, the U.S. established a central intelligence agency to coordinate its various foreign intelligence efforts. It was named the Central Intelligence Agency.
  • India has a ministry of home affairs. It is called the Ministry of Home Affairs. (ભારતના સંદર્ભમાં જોઇએ તો, અહીં હોમ અફેર્સની એકમાત્ર મિનિસ્ટ્રી છે, માટે તમે તેને સામાન્ય સંજ્ઞાના અક્ષરો મોટા કરીને નામ તરીકે દર્શાવી શકો છો. પૃથ્વી ગ્રહના સંદર્ભમાં, તે અનોખી સંસ્થા છે પરંતુ તેને વિશિષ્ટ વ્યક્તિવાચક નામ તરીકે દર્શાવવા માટે સામાન્ય સંજ્ઞાના અક્ષર મોટા કરવા તે વાજબી રસ્તો નથી. કારણ કે, અન્ય દેશો પણ તે જ નામને પોતાની અનોખી સંસ્થા માટે ઉપયોગમાં લઇ શકે છે. બીજી રીતે કહીએ તો ભારતની જ નેમસ્પેસમાં, નામની પરંપરા ઓળખ પ્રસ્થાપિત કરતાં શબ્દ પૂરતી વિશિષ્ટતા પૂરી પાડે છે, પરંતુ પૃથ્વી ગ્રહની નેમસ્પેસમાં, તે થતું નથી. હકીકત એ છે કે, દરેક દેશનો ગૃહ વિભાગ એ વૈશ્વિક વિશિષ્ટ વસ્તુ છે. આ માત્ર નામકરણ અને નામકરણની પરંપરા વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરતા શબ્દો પૂરા પાડે છે કે નહીં તેની બાબત છે, જેનો આધાર સંદર્ભની પહોંચ કેટલી છે તેના પર રહેલો છે.)
  • The university has a college of arts and sciences.
  • The University of San Diego has a college of arts and sciences, which is called the College of Arts and Sciences.
  • The university has a school of medicine.
  • The University of Hawaii at Manoa has a school of medicine, which is called the John A. Burns School of Medicine.
  • This northwestern university has a school of medicine.
  • The Northwestern University Feinberg School of Medicine is headquartered in Chicago.
  • The 16th robotic probe to land on the planet was assigned to study the planet's north pole, and the 17th probe was assigned to its south pole. (common noun senses throughout)
  • When Probe 17 overflew the South Pole, it passed directly over the place where Captain Scott's expedition ended. (આ કાલ્પનિક વાક્યમાં, પૃથ્વીના દક્ષિણ ધ્રુવનો સંદર્ભ લેવાયો છે અને તેની વ્યક્તિવાચક સંજ્ઞા છે South Pole.)

જોડણીશાસ્ત્રીય વર્ગીણકરણમાં વિવિધ અભિપ્રેત જ્ઞાનાકાર ચિત્રો માટે જગ્યા હોવાને લીધે તે કેટલીક હદે આપખુદ છે. એટલે કે, વ્યક્તિઓમાંથી કોઇ પણ "ખોટા" પડ્યા સિવાય જુદીજુદી પસંદગી કરી શકે છે, અને તેઓ તેમની અભિપ્રેતતાના કારણે તેમના જુદાજુદા ચિત્રો એકબીજાને સરળતાથી વર્ણવી શકતાં નથી. જોકે, વાચકો એકબીજા સમક્ષ મૂકેલા મોટા અક્ષરોને લગતા મતભેદો એટલે કે અસાતત્યતાઓને પસંદ કરતાં નથી. માટે જ, મોટાભાગના પ્રકાશકો શૈલી અંગેની માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરીને જુદાજુદા ખ્યાલોના સતત સંચાલનને નિયમોમાં બાંધવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, Associated Pressની AP Stylebook [૧૧] શબ્દકોશના માળખાનો ઉપયોગ કરે છે. અને તેની ઘણી નોંધમાં તે AP પત્રકારો અને સંપાદકોને માર્ગદર્શન પૂરું પાડે છે. આ માર્ગદર્શન સામાન્ય અને વ્યક્તિવાચક સમજણ વચ્ચે મડાગાંઠ થાય ત્યારે APના નક્કી કરેલા તર્કનો સાતત્યપૂર્વક અમલ કરવો તે બાબતનું હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે Federal Bureau of Investigationને પ્રથમ વખત રજૂ કરાય છે, "Bureau"નો પ્રથમ અક્ષર મોટો રખાય છે કારણ કે તે વિશિષ્ટ સંજ્ઞાપક તરીકે સેવા આપે છે, એટલે કે તે "સંદર્ભ ધરાવતી વ્યક્તિવાચક સંજ્ઞાની ફરજ બજાવતી" સામાન્ય સંજ્ઞા છે. જોકે, ત્યારપછી "the bureau announced …" જેવા નાના અક્ષરોમાં ઉલ્લેખ કરાય છે કારણ કે તેમાં શબ્દ સામાન્ય સંજ્ઞાની સમજમાં વાપરવામાં આવે છે.[૧૧] આ જ તર્ક ocean શબ્દ માટે લાગુ પડશે. AP પ્રમાણે મોટાથી લઇને નાના પાંચ "ocean : Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Antarctic Ocean, Arctic Ocean. નાના અક્ષરોમાં ocean શબ્દ એકલો આવે અથવા બહુવચનમાં વપરાશે: the ocean , the Atlantic and Pacific oceans ."[૧૧] તેવી જ રીતે American Medical Associationનું AMA Manual of Style, 10th edition [૧૦] તેના વપરાશકારોને માર્ગદર્શન આપે છે. ઉદાહરણ તરીકે, AMAની શૈલી છે કે level અથવા case અથવા stage જેવા શબ્દો વિશિષ્ટ સંજ્ઞાપકની ફરજ નીભાવતા હોય તો પણ મોટા અક્ષરોમાં ન લખવા (ઉદાહરણ તરીકે, "In case 5, the patient was found to have stage IIIA disease").[૧૦]

કેપિટોનીમ અથવા વિશિષ્ટ સંજ્ઞાપક?
[ફેરફાર કરો]

કેપિટોનીમ અને વિશિષ્ટ સંજ્ઞાપકોની ખાસિયતો હંમેશા સબંધ ધરાવતી હોય છેઃ બંને કિસ્સામાં, શબ્દના મૂળની સામાન્ય અને વ્યક્તિવાચક સમજણો તર્કથી એકબીજાથી જોડાયેલી હોય છે. અમુક શબ્દો કેપિટોનીમ કે વિશિષ્ટ સંજ્ઞાપક તરીકે જોઇ શકાય છે; તેનું મૂલ્યાંકન વસ્તુલક્ષી હોય છે. ઉદાહરણ તરીકે:

  • સામાન્ય સંજ્ઞાmoon એ ગ્રહના ઉપગ્રહની જેમ કોઇ કુદરતી ગ્રહ દર્શાવે છે. જ્યારે વ્યક્તિવાચક સંજ્ઞા Moon ચોક્કસ moonને દર્શાવે છે અને તે Earthનો moon છે. શબ્દકોશ વિસ્તારપૂર્વક કહે છે કે છેલ્લી સમજણ હંમેશા મોટા અક્ષરે લખાય છે(જેના દ્વારા તેઓ "શિક્ષિત લેખકોના પ્રકાશિત થયેલા લખાણોના હંમેશા[અથવા સામાન્ય રીતે] મોટા અક્ષરો" અભિપ્રેત કરે છે ) [૧૨][૧૩]
  • ઉપર વર્ણવેલા moon /Moon ની જેમ sun /Sun પણને પણ વર્ણવી શકાય છે.[૧૨][૧૩]
  • સામાન્ય સંજ્ઞા god કોઇ ધર્મના દેવને દર્શાવે છે, જ્યારે વ્યક્તિવાચક સંજ્ઞા God એ ચોક્કસ એકેશ્વરવાદને લગતાં God સાથેનો સબંધ દર્શાવે છે. શબ્દકોશો વિસ્તારપૂર્વક કહે છે કે છેલ્લી સમજણના અક્ષરો મોટા કરવા (જેના દ્વારા તેઓ "[મોટેભાગે] હંમેશા શિક્ષિત લેખકોના પ્રકાશિત થયેલા લેખોમાં"અભિપ્રેત કરે છે).[૧૨][૧૩]
  • સામાન્ય સંજ્ઞા crown ચોક્કસ શાસક સાથે સબંધ દર્શાવીએ ત્યારે વક્રોક્તિની દ્રષ્ટિએ Crown બને છે. સમગ્ર માનવ ઇતિહાસમાં વિવિધ Crowns અને કેટલાય united kingdoms આવી ગયા, પરંતુ આજે Crown અને United Kingdom શબ્દો હંમેશા કે સામાન્ય રીતે વિશ્વભરમાં જાણીતા ચોક્કસ સંદર્ભ દર્શાવવા માટે વપરાય છે. (એટલે કે, બ્રિટન સાથે સબંધ દર્શાવવા).

આ વસ્તુલક્ષી કેપિટોનીમ કે વિશિષ્ટ સંજ્ઞાપકોનો સંયુક્ત રાગ એ છે કે તે માત્ર ચોક્કસ કિસ્સા નથી, પરંતુ સામાન્યથી વ્યક્તિવાચક અને ઘણા દ્રષ્ટાંતોથી એકમાત્ર દ્રષ્ટાંત પર સ્થળાંતરના સંદર્ભે ખૂબ જ ચોક્કસ કિસ્સા છે. વધુમાં, સંપૂર્ણ સ્વરૂપોમાં એ વાત સ્પષ્ટ છે કે કઇ સમજણ પહેલી આવેઃ વ્યક્તિવાચક સમજણ. જ્યારે ભાષાનો પ્રથમ વિકાસ થયો ત્યારે માણસ તેના સંદર્ભ સુદ્ધા જાણતો હતો, Sun અને Moon વૈશ્વિક કક્ષાએ અનોખી વસ્તુ છે. જેમજેમ માનવોના સંદર્ભોની ક્ષિતિજ વિસ્તરી, તેમતેમ રીટ્રોનીમીએ માનવોની સામાન્ય સંજ્ઞાઓને નામ આપવાની નવી જરૂરિયાતને પૂરી પાડી હતી, જેમાં સામાન્ય સંજ્ઞાને સર્જવાનો સૌથી તાર્કિક રસ્તો એ છે કે તે જ શબ્દનો ઉપયોગ કરો, પરંતુ તેની સમજણનો વિસ્તાર કરો.

અનુવાદના નિર્ણયો
[ફેરફાર કરો]

વ્યક્તિવાચક સંજ્ઞાને બનાવતા શબ્દ અથવા શબ્દોના સામાન્ય અર્થ, વ્યક્તિવાચક સંજ્ઞા જે વસ્તુ સાથે સંદર્ભ ધરાવતી હોય તે વસ્તુ સાથે સબંધ ન ધરાવતાં હોય તેવું બને. ઉદાહરણ તરીકે, કોઇ વ્યક્તિ tiger પણ નહીં કે smith પણ ન હોવા છતાં તેનું નામ Tiger Smith રાખી શકાય. આ જ કારણથી, ભાષાઓ વચ્ચે વ્યક્તિવાચક સંજ્ઞાઓને સામાન્ય રીતે અનુવાદિત કરવામાં આવતી નથી. જોકે તેને લિવ્યંતરીત એટલે કે જેમનું તેમ અન્ય લિપિમાં લખી શકાય છે. ઉદાહરણ તરીકે, જર્મન ભાષાની અટક Knödel અંગ્રેજીમાં Knodel અથવા Knoedel બની જાય છે. (નહીં કે તેનો અર્થ Dumpling ). જોકે, સ્થળોના નામનો ઉતારો તેમજ વિવિધ શાસક, પોપ અને બિન-સમકાલીન લેખકના નામો સામાન્ય હોય છે અને ક્યારેક વિશ્વવ્યાપક હોય છે. ઉદાહરણ તરીકે, પોર્ટુગીઝ ભાષાનો શબ્દ Lisboa અંગ્રેજીમાં Lisbon બની જાય છે; અંગ્રેજી London ફ્રેંચ ભાષામાં Londres બની જાય છે; અને ગ્રીક ભાષાનો શબ્દ Ἁριστοτέλης (Aristotelēs ) અંગ્રજીમાં Aristotle થઇ જાય છે.

ગણતરીલાયક અને બિનગણતરીલાયક સંજ્ઞાઓ

[ફેરફાર કરો]

ગણતરીલાયક સંજ્ઞાઓ એવી સામાન્ય સંજ્ઞાઓ છે જેનું બહુવચન થઇ શકે અને સંખ્યાદર્શક અથવા પરિમાણદર્શક શબ્દો સાથે જેને જોડી શકાય(દા.ત.એક , બે , કેટલાક , દરેક , મોટાભાગના ), તેમજ જે સંજ્ઞાઓ સાથે અનિશ્ચિત આર્ટિકલ્સ(a અથવા an )મૂકી શકાય. chair , nose અને occasion ગણતરીલાયક સંજ્ઞાઓના ઉદાહરણો છે.

સમૂહ સંજ્ઞાઓ (અથવા બિનગણતરીલાયક સંજ્ઞાઓ ) ગણતરીલાયક સંજ્ઞાઓથી એક ચોક્કસ રીતે અલગ પડે છેઃ તેમનું બહુવચન થતું નથી કે તેમને સંખ્યાદર્શક અથવા પરિમાણદર્શક શબ્દો સાથે જોડી શકાતી પણ નથી. અંગ્રેજી ભાષામાં laughter , cutlery , helium , furniture વગેરે તેના ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે,a furniture અથવા three furnitures ના લખી શકાય. furniture ઘરાવતાં furnitureના નંગ ગણી શકાતા હોવા છતાં આ વાત લાગુ પડે છે. આમ સમૂહ અને બિનગણતરીલાયક સંજ્ઞાઓને તે કયા પ્રકારની વસ્તુઓનો સંદર્ભ દર્શાવે છે તેના પરથી નહીં, પરંતુ સંજ્ઞાઓ આ વસ્તુઓને કેવી રીતે રજૂ કરે છે તેના પરથી બનાવવી જોઇએ.[૧૪][૧૫]

સમૂહવાચક સંજ્ઞા

[ફેરફાર કરો]

સમૂહવાચક સંજ્ઞાઓ એવી સંજ્ઞાઓ છે જે એક કરતાં વધુ વ્યક્તિ કે વસ્તુ ધરાવતાં સમૂહો સાથે સંદર્ભ ધરાવે છે, પછી ભલે તેમને એકવચનમાં રૂપાંતરિત કરવામાં આવી હોય. આ પ્રકારની સંજ્ઞાઓમાં committee , herd , school (of fish) વગેરે ઉદાહરણોનો સમાવેશ થાય છે. આ સંજ્ઞાઓ અન્ય સંજ્ઞાઓ કરતા થોડીક અલગ વ્યાકરણીય લાક્ષણિકતાઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે, તે જે સંજ્ઞા શબ્દસમૂહોનું આગેવાન બને છે તે સંજ્ઞા શબ્દસમૂહો વિષયના સમૂહ વિશેષણો તરીકે સેવા આપી શકે છે, પછી ભલે તેમને એકવચનમાં રૂપાંતરિત કરવામાં આવી હોય. સમૂહ વિશેષણ એવું વિશેષણ છે જે સામાન્ય રીતે એકવચન વિષયવસ્તુ લઇ શકતું નથી. talked amongst themselves એ આનું ઉદાહરણ છે.

યોગ્ય: The boys talked among themselves.
અયોગ્ય: *The boy talked among themselves.
અયોગ્ય: The committee talked among themselves.[શંકાસ્પદ ]

પ્રત્યક્ષ સંજ્ઞાઓ અને ભાવવાચક સંજ્ઞાઓ

[ફેરફાર કરો]

સિદ્ધાંતની દ્રષ્ટિએ, પ્રત્યક્ષ સંજ્ઞાઓ એવી ભૌતિક ચીજવસ્તુઓ સાથે સંદર્ભ ધરાવે છે જેમનું ઓછામાં ઓછી એક ઇન્દ્રિય દ્વારા નિરિક્ષણ શક્ય હોય(ઉદાહરણ તરીકેchair , apple , Janet અથવા atom ).

બીજી બાજુ, ભાવવાચક સંજ્ઞાઓ  દેખાય નહીં તેવી વસ્તુઓસાથે સંદર્ભ ધરાવે છે; એટલે કે તે વિચાર અથવા ખ્યાલ (જેવા કે justice  or hatred ) સાથે સંદર્ભ ધરાવે છે.  બંને વચ્ચેનો આ તફાવત ક્યારેક ઉપયોગી બને છે, જોકે પ્રત્યક્ષ અને ભાવવાચક વચ્ચેની ભેદરેખા હંમેશા સ્પષ્ટ હોય છે તેવું ન કહી શકાય. ઉદાહરણ તરીકે art  સંજ્ઞાને ધ્યાનમાં લઇએ, તે સામાન્ય રીતે કોઇ ખ્યાલના સંદર્ભમાં વપરાય છે(દા.ત.Art is an important element of human culture ) પરંતુ તે વિશિષ્ટ artwork  સાથે ચોક્કસ સંદર્ભોમાં સ્થાન ધરાવી શકે છે(દા.ત.I put my daughter's art up on the fridge ).
   

અંગ્રેજીમાં ઘણી ભાવવાચક સંજ્ઞાઓ, વિશેષણો અથવા ક્રિયાપદોની પાછળ સંજ્ઞાસર્જક અનુગો (-ness , -ity , -tion ) ઉમેરીને બનાવવામાં આવે છે. ઉદાહરણો જોઇએઃ happiness (happy વિશેષણ પરથી), circulation (circulate ક્રિયાપદ પરથી) અને serenity (serene વિશેષણ પરથી).

સંજ્ઞા

[ફેરફાર કરો]

પુનરાવર્તન અથવા સ્પષ્ટ ઓળખ ટાળવા માટે લાક્ષણિક રીતે સંજ્ઞાઓ અને સંજ્ઞા શબ્દસમૂહના સ્થાને વિવિધ સર્વાનામ મૂકી શકાય છે, જેવા કે he , it , which અને those .

 ઉદાહરણ તરીકે,Janet thought that he was weird  વાક્યમાં he  વ્યક્તિ નામના બદલે ઉપયોગમાં લેવાયેલું સર્વનામ છે.
 અંગ્રેજી શબ્દ one  વિવિધ સંજ્ઞા શબ્દસમૂહના કેટલાક હિસ્સાનું સ્થાન લઇ શકે છે અને કેટલીક વખત સંજ્ઞા તરીકે પણ રહે છે.  ઉદાહરણ નીચે આપ્યું છે:
John's car is newer than the one that Bill has.

પરંતુ one એ સંજ્ઞા શબ્દસમૂહના મોટા પેટાહિસ્સા તરીકે પણ રહી શકે છે. ઉદાહરણ તરીકે, નીચેના ઉદાહરણમાં onenew car ની જગ્યા લઇ શકે છે.

This new car is cheaper than that one .

સંજ્ઞાને બદલે સબ્સ્ટેન્ટિવ શબ્દ

[ફેરફાર કરો]

જૂના લેટિન વ્યાકરણથી શરૂઆત કરીએ તો ઘણી યુરોપીયન ભાષાઓ સબ્સ્ટેન્ટિવ શબ્દના કોઇને કોઇ સ્વરૂપનો ઉપયોગ સંજ્ઞાના મૂળ શબ્દ તરીકે કરે છે(દા.ત.સ્પેનિશ sustantivo , "noun"). આ બધી ભાષાઓના શબ્દકોશમાં સંજ્ઞાઓના સક્ષિપ્ત રૂપને n ની જગ્યાએ s. અથવા sb. તરીકે દર્શાવવામાં આવ્યું હોય છે, જે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ બાબત એવા વ્યાકરણને સુસંગત છે જેમાં સંજ્ઞાઓ અને વિશેષણો એકબીજાના વધુ વિસ્તારોમાં પ્રવેશે છે, દા.ત. અંગ્રેજી પારિભાષિક શબ્દ પ્રીડિકેટ એડ્જેક્ટિવ. ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષાનું ઉદાહરણ લઇએ તો, તેમાં વિશેષણોની લાક્ષણિકતા ધરાવતા લોકો માટે વિશેષણો વારંવાર સંજ્ઞાઓ તરીકે વપરાય છે. નામ આપવા માટેના આ ખ્યાલને સૌથી સામાન્ય પરિભાષામાં નામકરણ કહેવાય છે. અંગ્રેજીમાં તેનું ઉદાહરણ આ મુજબ છે:

This legislation will have the most impact on the poor .

આવી જ રીતે, આખા સમૂહ માટે અથવા જાહેર સંસ્થા માટે વિશેષણનો ઉપયોગ કરી શકાય:

The Socialist International .

આમ આ શબ્દો સબ્સ્ટેન્ટિવ છે જે અંગ્રેજીમાં સામાન્ય રીતે વિશેષણો હોય છે.

અર્થ તેમજ ઉપયોગમાં, નામમાત્ર શબ્દ પણ સંજ્ઞા અને વિશેષણ સાથે પરસ્પર વ્યાપે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

ઢાંચો:Lexical categories

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. લૂસ, યુજીન ઇ., et al. 2003. ગ્લોસરી ઓફ લિન્ગ્વીસ્ટિક ટર્મ્સઃ વોટ ઇઝ અ નાઉન?
  2. ડેવિસન, ડોનાલ્ડ. 1967 ધ લોજિકલ ફોર્મ ઓફ એક્શન સેન્ટેન્સીસ. નિકોલસ રેશનરમાં, ed., ધ લોજિક ઓફ ડિસિઝન એન્ડ એક્શન, પિટ્સબર્ગ, પેન્સિલવેનિયાઃ યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ પ્રેસ.
  3. પાર્સન્સ, ટેરેન્સ. 1990. ઇવેન્ટ્સ ઇન સીમેન્ટિક્સ ઓફ ઇંગ્લિશઃ અ સ્ટડી ઇન સબટોમિક સીમેન્ટિક્સ. કેમ્બ્રિજ, સમૂહ.: MIT પ્રેસ.
  4. ગીચ, પીટર. 1962. રેફરન્સ એન્ડ જનરાલિટી. કોર્નેલ યુનિવર્સિટી પ્રેસ.
  5. ૫.૦ ૫.૧ ગુપ્તા, અનિલ. 1980, ધ લોજિક ઓફ કોમન નાઉન્સ. ન્યુ હેવન એન્ડ લંડનઃ યાલે યુનિવર્સિટી પ્રેસ.
  6. ક્રોફ્ટ, વિલિયમ. 1993. "અ નાઉન ઇઝ અ નાઉન ઇઝ અ નાઉન - ઓર ઇઝ ઇટ? સમ રીફ્લેક્શન્સ ઓન ધ યુનિવર્સાલિટી ઓફ સીમેન્ટિક્સ". પ્રોસીડિંગ્સ ઓફ ધ નાઇન્ટીન્થ એન્યુઅલ મીટિંગ ઓફ ધ બર્કલે લિન્ગ્વીસ્ટિક્સ સોસાયટી, ed. જોશુઆ એસ. ગ્યુન્ટર, બાર્બરા એ. કાઇઝર એન્ડ શેરીલ સી. ઝોલ, 369-80. બર્કલેઃ બર્કલે લિન્ગ્વીસ્ટિક્સ સોસાયટી.
  7. બેકર, માર્ક. 2003, લેક્સિકલ કેટેગરીસઃ વર્બ્સ, નાઉન્સ, એન્ડ એડ્જેક્ટિવ્સ. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, કેમ્બ્રિજ.
  8. Lester, Mark; Larry Beason (2005). The McGraw-Hill Handbook of English Grammar and Usage. McGraw-Hill. પૃષ્ઠ 4. ISBN 0-07-144133-6.CS1 maint: multiple names: authors list (link)
  9. Steeves, Jon, Online Dictionary of Language Terminology, http://www.odlt.org/ 
  10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ Iverson, Cheryl (editor) (2007), AMA Manual of Style (10 ed.), Oxford, England: Oxford University Press, ISBN 9780195176339 , સેક્શન section 10.4: ડેઝિગ્નેટર્સ.
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ Associated Press (2007), The Associated Press Stylebook (42 ed.), New York, NY, USA: Basic Books, ISBN 978-0-465-00489-8 
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ Houghton Mifflin (2000), The American Heritage Dictionary of the English Language (4th ed ed.), Boston and New York: Houghton Mifflin, ISBN 978-0-395-82517-4 
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Merriam-Webster (1993), Merriam-Webster's Collegiate Dictionary (10th ed ed.), Springfield, Massachusetts, USA: Merriam-Webster, ISBN 978-0877797074 
  14. ક્રિફકા, માનફ્રેડ. 1989 "નોમિનલ રેફરન્સ, ટેમ્પરલ કોન્સ્ટીટ્યુશન એન્ડ ક્વોલિફિકેશન ઇન ઇવન્ટ સીમેન્ટિક્સ". આર. બાર્ટ્ચ, જે. વાન બેન્ધેમ,પી. વોન એમદે બોઆસ (eds.), સીમેન્ટીક્સ એન્ડ કોન્ટેક્ષ્યુઅલ એક્ષપ્રેશન, ડોર્ડ્રેચઃ ફોરિસ પબ્લિકેશન.
  15. બોરર, હેગિટ. 2005. ઇન નેમ ઓનલી. સ્ટ્રક્ચરિંગ સેન્સ, વોલ્યુમ I. ઓક્સફર્ડઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]