સંબાનંદ મોનપ્પા પંડિત
સંબાનંદ મોનપ્પા પંડિત અથવા એસ. એમ. પંડિત(અંગ્રેજી:Dr. S. M. Pandit or Sambanand Monappa Pandit) ભારત દેશના કર્ણાટક રાજ્યના રહીશ અને એમના સમયમાં શ્રેષ્ઠ ચિત્રકાર હતા[૧]. એમનો જન્મ પચ્ચીસમી માર્ચ, ૧૯૧૬ના દિને કર્ણાટક રાજ્યના ગુલબર્ગ જિલ્લામાં થયો હતો.
એમણે સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના કલાકાર શંકરરાવ અલંકરના શિષ્યપદે રહીને ચિત્રકાર તરીકે તાલિમ લીધી હતી. એમણે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી ડિપ્લોમાની પદવી મેળવી હતી. આ ઉપરાંત એમણે કે. બી. ચુડેકર (સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સ) અને જી. એસ. દંડવથીમાથ (નૂતન કલામંદિર) જેવા કલાગુરુઓ પાસેથી કલાશિક્ષણ મેળવ્યું હતું. એમણે કેપ્ટન ડબલ્યુ ઈ. ગ્લેડસ્ટોન સોલેમન પાસેથી પ્રેરણા લીધી હતી.
એમણે કુદરતી તકનીકીનો ઉપયોગ કરી ભારતીય માઈથોલોજી, ઈતિહાસ તેમ જ પ્રાચીન સાહિત્ય તથા રાજા રવિ વર્માના ચિત્રોમાંથી પ્રેરણા મેળવી ચિત્રો બનાવ્યાં હતાં. તેઓ વાસ્તવવાદમાં માનતા હતા. ભારતીય મોર્ડન આર્ટની ચળવળમાં પણ સક્રિય રહ્યા હતા. એમનાં મોટા ભાગનાં ચિત્રો ક્લાસિકલ ભારતીય સાહિત્ય પર આધારીત છે. એમની કૃતિઓ આજે પણ પ્રસિદ્ધિ ધરાવે છે[૨].
એમનું નિધન ત્રીસમી માર્ચ, ૧૯૯૩ના રોજ થયું હતું.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Realistic Painter http://smpanditji.blogspot.com
- ↑ Deccan Herald, Thursday, 8 January 2009 http://archive.deccanherald.com/Content/Jan82009/state20090107111270.asp સંગ્રહિત ૨૦૧૪-૦૨-૨૨ ના રોજ વેબેક મશિન