સંવત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સંવત એટલે એક પસંંદ કરેલુ વર્ષ અને હાલમાં ચાલતા વર્ષ વચ્ચેનો ભેદ.

કલી સંવત[ફેરફાર કરો]

માહાભારત પ્રમાણે, મહાભારતના યુદ્ધનો અંત આવતા તેના પરીણામનુ ભયંંકર દ્રશ્ય ગાંંધારીને સહન ન થતા, ગાંધારી કૃષ્ણને શ્રાપ આપે છે કે કૃષ્ણના બધા દીકરા અને સગા આજથી ૩૬ વર્ષ પછી મોતને ભેટસે, અને કૃષ્ણનું પણ મૃત્યુ થશે. જે નીચે સંસ્કૃતમાં આ પ્રમાણે છે:

यस्मात्परस्परंध्नंतो ज्ञातयः कुरूपांडवा:।

उपेक्षितास्ते गोविंद तस्मात ज्ञातीन बधिष्यसि॥ 25.43

त्वमप्युपस्थिते वर्षे षटत्रिंशे मधुसुदन ।

हतज्ञातिर्हतामात्यो हतपुत्रोवनेचर: 25.44

कुत्सितेनाप्युपायेन निधनं समवाप्स्यसि ।

तवाप्येवं हतसुता निहत ज्ञातिबांधवा: 25.45

स्त्रियःपरितपिष्यंति यथैव भरतस्त्रिय:। 25.46[૧]

કૃષ્ણનું મૃત્યુ થતાં કળીયુગનો આરંંભ થાય છે. ઉપરનો શ્લોક સુચવે છે કે મહાભારતના યુદ્ધ અને કલીયુગની સરૂઆત સુધી ૩૬ વર્ષનો ભેદ છે. આર્યભટ્ટ[૨], બ્રહ્મગુપ્ત[૩],ભાસ્કરાચાર્ય[૪],સુર્ય સિદ્ધાન્ત, નીલકંઠ સોમ્યાજી[૫], માધવાચાર્ય જેવા અનેક ગણીતજ્ઞો, વિદ્વાનો અને ખગોળ શાસ્ત્રી અને પ્રમાણે કલીયુગનો આરંભ વિક્રમ સંવત પહેલા ૩૦૪૪ વર્ષ અને શક સંવત પહેલા ૩૧૭૯ વર્ષે થયો હતો. દાખલ તરીકે વિક્રમ સંવત ૨૦૭૪ ચાલતો હોય તો કલી સંવત મેળવા માટે વિક્રમ સંવત ૨૦૭૪ + ૩૦૪૪ = ૫૧૧૮ કલી સંવત કહેવાય. અર્થાત કળીયુગના ૫૧૧૮ વર્ષ થયા. વિક્રમ સંવત ૨૦૭૪ સુધી, એવી જ રીતે શક સંવતનું માનવુ. કલી સંવતનો ઉપયોગ પ્રાચીન શીલાલેખ અને પંચાગમાં થતો હતો. કળીયુગના આરંભ સમયે બધા ગ્રહો એક સાથે હતા, એવુ અવલોકન પ્રાચીન ભારતના અનેક સાહીત્યમાં મળે છે. અાધુનીક ગણીત અને ખગોળ શાસ્ત્રી પ્રમાણે આ અવલોકન સાચુ છે. આ અવલોકનની ઘણા પશ્ચિમી વિદ્વાનોએ પ્રસંશા કરી છે. આ સંવત ઇ.સ પ્રમાણે ઇ.સ. પૂર્વ ૩૧૦૨ થાય.

સપ્તઋષી સંવત[ફેરફાર કરો]

હર્ષ સંવત[ફેરફાર કરો]

વિક્રમ સંવત[ફેરફાર કરો]

શક સંવત[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. મહાભારત, સ્ત્રી પર્વ, ૨૫મો અધ્યાય
  2. આર્યભટીયમ
  3. બહ્મસ્ફુટસિદ્ધાન્ત
  4. સિદ્ધાન્ત સિરોમણી
  5. તંંત્ર સાર