સંવત્સરી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સંવત્સરીપર્યુષણનો છેલ્લો દિવસ છે — તે પર્યુષણ પર્વનો ૮ મો અથવા દસ લક્ષણા પર્વનો ૧૦ મો દિવસ હોય છે. જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે. [૧] [૨]

ઘણાં જૈનો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વીતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમા વિધી સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડં બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. એક વિધી તરીકે તેઓ તેમના મિત્રો, સગા, સંબંધી આદિને મિચ્છામિ દુક્કડં કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે. [૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. શાહ, નટુભાઈ (૧૯૯૮). જૈનીઝમ: ધ વર્લ્ડ ઓફ કોન્કરર્સ. ખંડ ૧ અને ૨. સસેક્સ: સસેક્સ આકેડેમી પ્રેસ્સ. ISBN 1898723303.  p. 212
  2. "જૈન્સ પ્રે ફોરપીસ, બ્રધરહુડ". ધ હિંદુ. ૨૦૦૭-૦૯-૧૩. Retrieved ૨૦૦૯-૧૧-૧૧. 
  3. હેસ્ટીંગ્સ, જેમ્સ (૨૦૦૩), એનસાયક્લોપીડિયા એન્ડ રિલીજીયન એથીક્સ પાર્ટ ૧૦, કીસિંજર પબ્લીશિંગ ISBN 9780766136823 પૃ.૮૬૭

આ પણ જુઓ[ફેરફાર કરો]