સચલ સરમસ્ત

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સચલ સરમસ્ત
Hazrat Sachal Sarmast.JPG
જન્મ૧૭૩૯ Edit this on Wikidata
મૃત્યુ૧૧ એપ્રિલ ૧૮૨૭ Edit this on Wikidata

સચલ સરમસ્ત (૧૭૩૯-૧૮૨૯) (સિંધી ભાષામાં: سچلُ سرمستُ, ઉર્દૂ: سچل سرمست‎) સિંધના પ્રખ્યાત સૂફી કવિ હતા. તેમનો જન્મ રાણીપુર નજીક દરાઝા, સિંધમાં થયો હતો. તેમનું અસલ નામ અબ્દુલ વહાબ ફારૂકી હતું પરંતુ તેમની નિર્મળતા જોઈને તેમને "સચલ" કે "સચ્ચું" કહેવાય છે. તેમણે પોતાના સર્જનોમાં પણ તે નામ હેઠળ લખ્યા. સિંધીમાં "સચ્ચું"નો મતલબ "સાચો" છે અને "સરમસ્ત"નો મતલબ "ફકીર" થાય છે. અતઃ સચલ સરમસ્તનો શબ્દશઃ અર્થ "સાચો ફકીર" થાય છે. સરમસ્તની ઉંમર નાની હતી ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેમના કાકાએ તેમનો ઉછેર કર્યો અને તેમને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. તેમના કાકાનું નામ મિઆં અબ્દુલ હક્ક ફારૂકી હતું, જેમના સંબંધ સૂફીવાદની કાદિરી પરંપરા સાથે હતો. લગ્નના બે સાલ પછી જ તેમની પત્નીનું અવસાન થયું હતું.

સર્જન[ફેરફાર કરો]

સચલ સરમસ્તની શાયરી સિંધી સિવાય પંજાબી, હિંદી, ફારસી અને અન્ય ભાષાઓમાં પણ રચાઇ છે. તેમણે સાત ભાષાઓ: અરબી, સિંધી, સરાયકી, પંજાબી, ઉર્દૂ, ફારસી અને બલોચીમાં કાવ્યોની રચના કરી. અતઃ તેઓ શાયર-એ-હફત-એ-ઝબાં કહેવાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Punjabi Kavita". મેળવેલ ૨ સેપ્ટેમ્બર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]