સપ્તપદી

વિકિપીડિયામાંથી
(સપ્તપદી (ચલચિત્ર) થી અહીં વાળેલું)
સપ્તપદી
દિગ્દર્શકનિરંજન થડે
લેખકચંદ્રકાંત શાહ

કાજલ ઓઝા-વૈદ્ય

નિરંજન થડે
નિર્માતાઅમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ.
કલાકારોમાનવ ગોહીલ
સ્વરૂપ સંપત
છબીકલાનવનીત મીસ્સેર
સંપાદનરાજેશ પરમાર
પ્રશાંત નાયક
સંગીતરજત ધોળકિયા અને પિયૂશ કનોજિયા
વિતરણડિફરન્ટ સ્ટ્રોક્સ કમ્યુ પ્રા. લિ. (ડૉ. દેવદત્ત કાપડિયા)
રજૂઆત તારીખ
૧ ફેબ્રુઆરી ૨૦૧૩
અવધિ
૧૦૫ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી

સપ્તપદી એ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ. દ્વારા નિર્મિત એક ગુજરાતી ચલચિત્ર છે.[૧] તેમાં માનવ ગોહીલ અને સ્વરૂપ સંપતે અભિનય આપ્યો હતો. સપ્તપદી (એક વ્યાપારીની પત્ની), એ એક આધુનિક ભારતીય સ્ત્રીની વાર્તા છે જે તેના ૨૦ વર્ષના આરામદાયક લગ્ન જીવનને દાવ પર લગાડી પોતાના મનની આકાંક્ષા પૂરી કરવા આગળ વધે છે. આ ચલચિત્ર ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે પ્રદર્શિત થઈ અને વિક્રમી ૧૨ અઠવાડીયા સુધી પ્રદર્શિત થઈ. વ્યાવસાયિક સફળતા સાથે આ ચલચિત્ર વિવેચકોમાં પણ ખ્યાતિ પામી, તેને પાંચ દેશોના સાત ચલચિત્ર મહોત્સવો માટે નામાંકન મળ્યું. જયપુર આંતરરાષ્ટ્રીય ફીલ્મ મહોત્સવમાં તેને ગ્રીન રોઝ પુરસ્કાર મળ્યો. આ ચલચિત્રને ગુજરાતી સિનેમાનો ટર્નિંગ પોઈન્ટ મનાય છે.[૨]

પાર્શ્વભૂમિ[ફેરફાર કરો]

કથાનક સિદ્ધાર્થ (માનવ ગોહીલ) અને સ્વાતી સંઘવી (સ્વરૂપ સંપત) નામના દંપત્તી પાત્રોની આજુબાજુ વણેલી છે. બંને તેમની ચાળીશીમાં છે. લગ્નની ૨૦મી વર્ષગાંઠ મનાવવા તેઓ સાપુતારા જાય છે, જ્યાં સ્વાતીને એક ૯ વર્ષનું બાળક મળે છે. આઘાત ગ્રસ્ત બાળકોના ઈલાજમાં પ્રશિક્ષિત સ્વાતી ને આ બાળકમાં આઘાતના ચિન્હો દેખાય છે. આ બાળકને આઘાતમાંથી બહાર લાવી તેનું ભવિષ્ય સુધારવાનો સ્વાતિ નિશ્ચય કરે છે. છેવટે ખબર પડે છે આ બાળક આતંકવાદી હુમલાના આઘાતનો ભોગ બનેલો હતો અને તેના માતા-પિતા તે હુમલામાં માર્યા ગયા હતા.  તે બાળક દંપત્તિનું જીવન કેવી રીતે બદલે છે તેની વાર્તા છે.[૩][૪][૫]

પાત્રો[ફેરફાર કરો]

  • માનવ ગોહીલ - સિદ્ધાર્થ
  • સ્વરૂપ સંપત  - સ્વાતી સંઘવી
  • હીત સામાણી - મોહસીન
  • શૈલિ શાહ  - શ્રેયા
  • ઉત્કર્ષ મઝુમદાર - ડૉ પાત્રાવાલા
  • હોમી વાડિયા - કમિશન્ર ઑફ પોલીસ - સ્પેશિયલ બ્રાંચ
  • વિહાન ચૌધરી - રોહન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "અમિતાભ બચ્ચનની ફિલ્મ નિર્માણ કંપની દ્વારા નિર્મિત ચલચિત્ર પ્રદર્શિત થશે".
  2. "AB Corp's Gujarati film 'Saptapadii' a hit, Big B elated". મૂળ માંથી 2014-11-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-31.
  3. "AB Corp's Gujarati film is set to hit". મૂળ માંથી 2013-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-31.
  4. "AB Corp Set To Produce Its First Gujarati Movie". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-31.
  5. "Saptapadii on Dhollywoodinfo.com".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ
    પર Saptapadii