રજત ધોળકિયા

વિકિપીડિયામાંથી
રજત ધોળકિયા
જન્મ (1957-10-08) 8 October 1957 (ઉંમર 66)
રાજકોટ, ગુજરાત, ભારત
શૈલીચલચિત્ર સંગીત
વ્યવસાયોસંગીત દિગ્દર્શક
સક્રિય વર્ષો૧૯૭૮–હાલ પર્યંત

રજત ધોળકિયા ભારતીય સંગીત રચનાકાર છે[૧] જેઓ ફિરાક (૨૦૦૮), મિર્ચ મસાલા (૧૯૮૭) અને હોલી (૧૯૮૫) જેવા ચલચિત્રોમાં સંગીત આપવા માટે જાણીતા બન્યા છે. તેમને બોલીવુડમાં છત્તિસગઢી સંગીત રજૂ કરવા માટેનો શ્રેય અપાય છે,[૨] અને તેમને શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક માટે ૧૯૯૧નો રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ મળેલ છે.[૩]

કારકિર્દી[ફેરફાર કરો]

૧૯૭૫માં તેમણે હિંદી, ગુજરાતી અને અંગ્રેજી નાટકો માટે સંગીત આપવાનું શરૂ કર્યું. ચાર વર્ષ પછી તેઓ તેમના મિત્રો દ્વારા ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (FTII)ના સંપર્કમાં આવ્યા. તેમણે કેતન મહેતાના ચલચિત્ર હોલી,[૪] માયા મેમસાબ માં સંગીત આપ્યું અને ગુજરાતી ચલચિત્ર હું હુંશી હુંશીલાલ (૧૯૯૨)માં પણ સંગીત આપ્યું.[૫] તેમણે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર પ્રકલ્પની જાહેરાત "યે હે મેરી પહેચાન"નું સંગીત બનાવ્યું છે.[૨]

તેઓ દિલિપ ધોળકિયાના પુત્ર છે.

ચલચિત્રો[ફેરફાર કરો]

  • હોલી (કેતન મહેતાનું ચલચિત્ર)
  • કાફિલા (સુધાંશુ હુકુનું ચલચિત્ર)
  • ઓમ-દર-બા-દર (કમલ સ્વરૂપનું ચલચિત્ર)
  • યે વો મંઝીલ તો નહી (સુધીર મિશ્રા ચલચિત્ર, ૧૯૮૭)
  • મિર્ચ મસાલા (કેતન મહેતાનું ચલચિત્ર, ૧૯૮૭)
  • તર્પણ (વિક્રમસિંહનું ચલચિત્ર, ૧૯૯૪)
  • ધારાવી (સુધીર મિશ્રાનું ચલચિત્ર)
  • સન્ડે (પંકજ અડવાણીનું ચલચિત્ર)
  • તુન્નુ કી ટીના (પરેશ કામદારનું ચલચિત્ર)
  • કહાં હો તુમ (વિજય કુમારનું ચલચિત્ર)
  • મહારથી (શિવમ નાયરનું ચલચિત્ર)
  • ફિરાક (નંદિતા દાસનું ચલચિત્ર)
  • ધ ગુડ રોડ (ગ્યાન કોરિયાનું ચલચિત્ર)
  • સપ્તપદી (નિરંજન થડેનું ચલચિત્ર)

પાશ્વસંગીત અને સંગીત રચના[ફેરફાર કરો]

  • બ્રોકેડ્સ ઓફ વારાણસી (પરેશ મહેતાનું દસ્તાવેજી ચલચિત્ર)
  • રબારીસ ઓફ કચ્છ (પરેશ મહેતાનું દસ્તાવેજી ચલચિત્ર)
  • બાનસાગર (રાજેન્દ્ર જાંગલેનું દસ્તાવેજી ચલચિત્ર)
  • ડેલિકેટ્સ (વિજયકુમારનું દસ્તાવેજી ચલચિત્ર)
  • મુજસે દોસ્તી કરોગી (ગોપી દેસાઈનું ચલચિત્ર)
  • ફિગર્સ ઓફ થોટ્સ (૧૯૯૦) (અરૂણ ખોપકરનું ટૂંકુ ચલચિત્ર)[૫]
  • કલર્સ ઓફ એબસન્સ (અરૂણ ખોપકરનું ટૂંકુ ચલચિત્ર)
  • તોતાનામા (ચંદિતા મુખર્જી દ્વારા એનિમેટેડ ચલચિત્ર)
  • બિફોર માય આયસ્ (મણિકૌલનું ચલચિત્ર)
  • મ્યુઝિયન ઓફ ગુજરાત (પરેશ મહેતાનું દસ્તાવેજી ચલચિત્ર)
  • સંચારી (અરુણ ખોપકરનું દસ્તાવેજી ચલચિત્ર)
  • સિદ્ધેશ્વરી (મણિકૌલનું ચલચિત્ર)
  • માયા મેમસાબ (પાશ્વસંગીત)
  • પરિંદા (પાશ્વસંગીત સહાયક અને સંગીત રચના, વિધુ વિનોદ ચોપરાનું ચલચિત્ર)
  • ૧૯૪૨ લવ સ્ટોરી (પાશ્વસંગીત સહાયક અને સંગીત રચના, વિધુ વિનોદ ચોપરાનું ચલચિત્ર)
  • ઇસ રાત કી સુબહ નહી (પાશ્વસંગીત, સુધીર મિશ્રાનું ચલચિત્ર)
  • ફિર કભી (પાશ્વસંગીત, વીકે પ્રકાશનું ચલચિત્ર)
  • દિલ્હી ૬ (૩ ગીતો, રાકેશ મહેરાનું ચલચિત્ર, એ. આર. રહેમાન સાથે)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. [મૃત કડી] http://www.screenindia.com/old/fullstory.php?content_id=18175
  2. ૨.૦ ૨.૧ "To give every Indian a number, Team Nilekani has own number". Indian Express. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૦. મૂળ માંથી 2010-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૦૬ માર્ચ ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)
  3. "Directorate of Film Festival". પૃષ્ઠ 32–33. મૂળ માંથી 2014-03-15 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જુલાઇ ૨૦૧૫.
  4. Canby, Vincent (૮ એપ્રિલ ૧૯૮૫). "Movie Review - Holi - 'HOLI,' ABOUT A HIGH SCHOOL IN INDIA - NYTimes.com". Movies.nytimes.com. મેળવેલ ૦૬ માર્ચ ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)
  5. ૫.૦ ૫.૧ Ashish Rajadhyaksha; Paul Willemen; Professor of Critical Studies Paul Willemen (૧૦ જુલાઇ ૨૦૧૪). Encyclopedia of Indian Cinema. Routledge. પૃષ્ઠ 496–507. ISBN 978-1-135-94318-9.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]