માનવ ગોહીલ
માનવ ગોહીલ | |
---|---|
જન્મ | ૧૧ જુલાઇ ૧૯૭૪ વડોદરા |
જીવન સાથી | Shweta Kawatra |
માનવ ગોહીલ (જન્મ : ૯ નવેમ્બર ૧૯૭૪)[૧] એ એક ભારતીય ટેલીવિઝન અને ફીલ્મ અભિનેતા છે. તેઓ "કહાની ઘર ઘર કી" ન્દ્વાઆમ્રાઅની ટીવી ધારાવહીક દ્વારા જાણીતા બન્યા હતા. ત્ સિવાય તેમણે ડાન્સ રિયાલીટી શો "નચ બલીયે -૨", જાસૂસી ધારાવાહીક "સી. આઈ. ડી."માં પણ કાર્ય કર્યું છે. હાલમાં તેઓ તેનાલીરામા નામની ધારાવાહીમાં રજા કૃષ્ણ દેવરાયની ભૂમિકા ભજવે છે.
કારકીર્દી
[ફેરફાર કરો]સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા પછી તેમણે મનોરંજન ક્ષેત્રને વ્યાવસાયિક ધોરણે અપનાવવાનો નિર્ણય કર્યો. તેમણે કહાની ઘર ઘર કી, કસૌટી, કુસુમ, અગલે જનમ મ્હે બિટિયા હી કીજો અને બડ્ડી પ્રોજેક્ટ જેવી ધારાવાહીકમાં અભિનય કર્યો છે. તેમણે મંદિરા બેદી સાથે "ફેમ ગુરુકુલ"નામના શોનું સંચાલન પણ કર્યું છે.
હિન્દી ફિલ્મ સિવાય સ્વરૂપ સંપટ સાથે તેમણે ગુજરાતી ફીલ્મ, સપ્તપદીમાં પણ અભિનય કર્યો છે.
આ સાથે તેમણે ખાલિદ મહોમ્મદ ના "કેનેડી બ્રીજ" અને ઈલા અરુણના "લેડી ફ્રોમ ધ ઓશન" નામના નાટકો માં પણ અભિનય કર્યો છે. તેમણે હોન્ડા અમેઝ, વોલ્ક્સ વેગન, આઈ. સી.આઈ. સી.આઈ. અને મહિન્દ્રા આદિની જાહેરતોમાં કામ કરેલ છે.
ખાનગી જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ગુજરાતના સુરેન્દ્રનગરમાં થયો હતો. ત્યાર બાદ તેઓ અભ્યાસ અર્થે વડોદરા જઈ વસ્યા હતા. [૨] તેમણે કોમર્સમાં સ્નાતક અને એમ. બી. એ. નો અભ્યાસ વડોદરામાં પૂરો કર્યો.[૩] તેમના લગ્ન ટેલિવીઝન અભિનેત્રી શ્વેતા કાવત્રા સાથે થયા છે. .[૪][૫] તે બંને એ સાથે મળી નચ બલીયે - ૨ માં ભાગ લીધો હતો. અહીં માનવને બેસ્ટ ડાન્સરનો ખિતાબ મળ્યો હતો. ૧૧ મે ૨૦૧૨ના દિવસે તેમને એક બાલિકા જન્મી હતી.[૬]
ફીલ્મોગ્રાફી
[ફેરફાર કરો]- સપ્તપદી (૨૦૧૩) - સિદ્ધાર્થ સંઘવી
- લવ યુ સોનિયે (૨૦૧૩) - પરમીંદર
- ધન્ત્યા ઓપન (૨૦૧૭) - પ્રકાશ શાહ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Happy Birthday to Manav, Shalini, Payal, Malhar, Pankaj and Tanvi". www.tellychakkar.com. 9 November 2012. મૂળ માંથી 2012-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-25.
- ↑ "Manav Gohil". Gujaratnow.com. 2014. મેળવેલ 16 July 2015.
- ↑ "Interview with television actor Manav Gohil". Indiantelevision.com. 10 April 2004. મૂળ માંથી 28 ઑક્ટોબર 2014 પર સંગ્રહિત. મેળવેલ 3 February 2015. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Kharade, Pallavi (10 December 2004). "Ek chhoti si love story". Times of India. મેળવેલ 16 July 2015.
- ↑ "Nach Baliye couple in SMS scam". Times of India. Mumbai Mirror. 27 October 2006. મૂળ માંથી 11 ઑગસ્ટ 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 July 2015. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Shweta Kawatra, Manav Gohil have a baby girl". Rediff. 15 May 2012. મેળવેલ 2012-11-26.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- માન્વગોહીલની સત્તાવાર વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૭-૧૦-૦૫ ના રોજ વેબેક મશિન
- Manav Gohil, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર