સપ્તપદી
સપ્તપદી | |
---|---|
દિગ્દર્શક | નિરંજન થડે |
લેખક | ચંદ્રકાંત શાહ નિરંજન થડે |
નિર્માતા | અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ. |
કલાકારો | માનવ ગોહીલ સ્વરૂપ સંપત |
છબીકલા | નવનીત મીસ્સેર |
સંપાદન | રાજેશ પરમાર પ્રશાંત નાયક |
સંગીત | રજત ધોળકિયા અને પિયૂશ કનોજિયા |
વિતરણ | ડિફરન્ટ સ્ટ્રોક્સ કમ્યુ પ્રા. લિ. (ડૉ. દેવદત્ત કાપડિયા) |
રજૂઆત તારીખ | ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ |
અવધિ | ૧૦૫ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
સપ્તપદી એ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ. દ્વારા નિર્મિત એક ગુજરાતી ચલચિત્ર છે.[૧] તેમાં માનવ ગોહીલ અને સ્વરૂપ સંપતે અભિનય આપ્યો હતો. સપ્તપદી (એક વ્યાપારીની પત્ની), એ એક આધુનિક ભારતીય સ્ત્રીની વાર્તા છે જે તેના ૨૦ વર્ષના આરામદાયક લગ્ન જીવનને દાવ પર લગાડી પોતાના મનની આકાંક્ષા પૂરી કરવા આગળ વધે છે. આ ચલચિત્ર ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે પ્રદર્શિત થઈ અને વિક્રમી ૧૨ અઠવાડીયા સુધી પ્રદર્શિત થઈ. વ્યાવસાયિક સફળતા સાથે આ ચલચિત્ર વિવેચકોમાં પણ ખ્યાતિ પામી, તેને પાંચ દેશોના સાત ચલચિત્ર મહોત્સવો માટે નામાંકન મળ્યું. જયપુર આંતરરાષ્ટ્રીય ફીલ્મ મહોત્સવમાં તેને ગ્રીન રોઝ પુરસ્કાર મળ્યો. આ ચલચિત્રને ગુજરાતી સિનેમાનો ટર્નિંગ પોઈન્ટ મનાય છે.[૨]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]કથાનક સિદ્ધાર્થ (માનવ ગોહીલ) અને સ્વાતી સંઘવી (સ્વરૂપ સંપત) નામના દંપત્તી પાત્રોની આજુબાજુ વણેલી છે. બંને તેમની ચાળીશીમાં છે. લગ્નની ૨૦મી વર્ષગાંઠ મનાવવા તેઓ સાપુતારા જાય છે, જ્યાં સ્વાતીને એક ૯ વર્ષનું બાળક મળે છે. આઘાત ગ્રસ્ત બાળકોના ઈલાજમાં પ્રશિક્ષિત સ્વાતી ને આ બાળકમાં આઘાતના ચિન્હો દેખાય છે. આ બાળકને આઘાતમાંથી બહાર લાવી તેનું ભવિષ્ય સુધારવાનો સ્વાતિ નિશ્ચય કરે છે. છેવટે ખબર પડે છે આ બાળક આતંકવાદી હુમલાના આઘાતનો ભોગ બનેલો હતો અને તેના માતા-પિતા તે હુમલામાં માર્યા ગયા હતા. તે બાળક દંપત્તિનું જીવન કેવી રીતે બદલે છે તેની વાર્તા છે.[૩][૪][૫]
પાત્રો
[ફેરફાર કરો]- માનવ ગોહીલ - સિદ્ધાર્થ
- સ્વરૂપ સંપત - સ્વાતી સંઘવી
- હીત સામાણી - મોહસીન
- શૈલિ શાહ - શ્રેયા
- ઉત્કર્ષ મઝુમદાર - ડૉ પાત્રાવાલા
- હોમી વાડિયા - કમિશન્ર ઑફ પોલીસ - સ્પેશિયલ બ્રાંચ
- વિહાન ચૌધરી - રોહન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "અમિતાભ બચ્ચનની ફિલ્મ નિર્માણ કંપની દ્વારા નિર્મિત ચલચિત્ર પ્રદર્શિત થશે".
- ↑ "AB Corp's Gujarati film 'Saptapadii' a hit, Big B elated". મૂળ માંથી 2014-11-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-31.
- ↑ "AB Corp's Gujarati film is set to hit". મૂળ માંથી 2013-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-31.
- ↑ "AB Corp Set To Produce Its First Gujarati Movie". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-31.
- ↑ "Saptapadii on Dhollywoodinfo.com".
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર Saptapadii