લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:સુરેશ પટેલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય સુરેશ પટેલ, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૦૩:૩૩, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

ખેરગામ દૈનિક ન્યૂઝ[ફેરફાર કરો]

ખેરગામ દૈનિક ન્યુઝ બ્લોગ નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના sb khergam તરીકે ઓળખ ધરાવતા ( પ્રાથમિક શિક્ષક) દ્વારા તેમનું સંચાલન થાય છે. જેમાં ખેરગામ તાલુકાનાં તેમજ અન્ય જિલ્લાના રમતજગત,સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામજિક સિદ્ધિઓને ઉજાગર કરતાં ન્યૂઝનો સમાવેશ થાય છે. સુરેશ પટેલ (ચર્ચા) ૧૩:૩૪, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

વેણ ફળિયા, ખેરગામ[ફેરફાર કરો]

વેણ ફળિયા ખેરગામનું એક ફળિયું છે. જે ખેરગામની પ્રશ્ચિમ દિશામાં આવેલું છે. વેણ ફળિયામાં બે‌ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જે પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને વેણ ફળિયા પ્રાથમિક શાળા નામે જાણીતી છે.તેમજ સ્વામી નારાયણ નામની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાનગી શાળા આવેલી છે. વેણ ફળિયામાં મહિલા દૂધ ડેરી,બરમદેવ મંદિર,દરગાહ,રામજી મંદિર, હનુમાનજી મંદિર જેવા ધાર્મિક સ્થળો આવેલાં છે.વેણ ફળિયામાં અનુસૂચિત જનજાતિ (આદીવાસી) ધોડિયા જ્ઞાતિ વસવાટ કરે છે. વેણ ફળિયામાં ખેતી, પશુપાલન મુખ્ય વ્યવસાય છે. સુરેશ પટેલ (ચર્ચા) ૨૨:૩૦, ૩ જૂન ૨૦૨૪ (IST)[ઉત્તર]

શામળા ફળિયા પ્રાથમિક શાળા,ખેરગામ[ફેરફાર કરો]

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામાં આવેલી છે. જે નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત છે.તેની સ્થાપના ૧૯૩૯માં થયેલી છે. આ શાળામાં ધોરણ ૧ થી૮ નાં વર્ગો ચલાવવામાં આવે છે. શાળાનું સંચાલન એસ.એમ.સીની કમિટી દ્વારા થાય છે. દર માસે એસ એમ.સી.ની બેઠક બોલાવી તેમાં શાળા વિકાસના કાર્ય માટે ઠરાવ કરવામાં આવે છે. સરકારી નિયમ અનુસાર આ શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ જ સભ્ય બની શકે છે. અને સમયાંતરે બદલવામાં આવે છે. આ શાળામાં તહેવારની ઉજવણી, વિશેષ દિનની ઉજવણી, વિવિધ પ્રવૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓ, યોજાય છે. શાળામાં આદિવાસીના અને લઘુમતિ સમુદાયનાં બાળકો અભ્યાસ કરે છે, જેમાં ધોડિયા, હળપતિ(રાઠોડ), કોળચા( વાઘીયા), જ્યારે લઘુમતી સમાજનાં ઘાંચી મુસલમાન નો સમાવેશ થાય છે. સુરેશ પટેલ (ચર્ચા) ૦૦:૩૦, ૪ જૂન ૨૦૨૪ (IST)[ઉત્તર]