સભ્યની ચર્ચા:Devendrasinh vakhatsinh chauhan

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મિત્ર, આપ શા માટે ગામના લેખમાંથી આ વિધાન દૂર કરી રહ્યા છો જરા સમજાવશો? આભાર.--Vyom25 (talk) ૨૨:૨૩, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

દેવેન્દ્રસિંહભાઈ દ્વારા વિકિની ગામનાં પાને જ્ઞાતિ-જાતિની વિગતો ન લખવાની નિતી અનુસાર એવી વિગત હટાવાતી હોય તો યોગ્ય જ ગણીશું. આપની પૃચ્છા પણ યોગ્ય છે. પણ મને આ સંપાદનો અયોગ્ય જણાતા નથી. હા, એક ગામમાંથી આખું ઇન્ફોબોક્ષ હટાવાયું તે અયોગ્ય છે. કદાચ એ અણજાણતા થયેલી ક્ષતિ હોય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૫, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
વધુમાં એ કહેવાનું કે, આપ માત્ર જ્ઞાતિ-જાતિ જેવી વિગતને જ ધ્યાનપૂર્વક હટાવો એ યોગ્ય છે સાથે, જેમ હાલનાં સંપાદનોમાં થયું તેમ, અન્ય ઉપયોગી વિગતો જેમ કે જિલ્લાનું નામ વગેરે ન ભુંસાઈ જાય તે ધ્યાનમાં રાખશોજી. (એ કારણે ગલતફહેમી ઉત્પન્ન થઈ શકે છે.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૨, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
બરાબર છે તો પછી તે તાલુકાના દરેક ગામના લેખમાં આ વિધાન હશે. અને મારી બીજી એક દલીલ એ છે કે આ વિધાન ભારત સરકાર અથવા તો ગુજરાત સરકાર જેમને અનુસૂચિત જનજાતિ વિભાગમાં ગણે છે તેઓને દર્શાવતું હોય તો એટલો ફેરફાર કરી શકાય. કે આ તાલુકાની મોટાભાગની વસ્તી અથવા તો XX ટકા વસ્તી અનુસૂચિત જનજાતિ હેઠળ આવે છે. બાકી જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ તો જ કરી શકાય કે જો જે તે વ્યક્તિ જેનો લેખ હોય તેણે પોતે એવું જાહેરમાં સ્વીકાર્યું હોય કે તે અમુક અમુક ભાગનો છે. તે સિવાય આ ઉલ્લેખ ન કરી શકાય.--Vyom25 (talk) ૨૩:૪૬, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
માફ કરજો વ્યોમભાઈ અને અશોકભાઈ, અહિં ટપકવા બદલ. વ્યોમભાઈ, આમ જોવા જઈએ તો તમારી વાત સાચી છે કે આખા તાલુકાને જો સરકારે એવી કોઈ ચોક્કસ જાતિશ્રેણીમાં ગણ્યો હોય તો આપણે તે લેખોમાં એવો ઉલ્લેખ કરીએ એનો કોઈ વાંધો ન હોવો જોઈએ. પરંતુ આપણે કોઈ જાતિ/જ્ઞાતિનો ઉલ્લેખ લેખોમાં ન કરવો તેવું નક્કી કર્યું તે પાછળનું કારણ જ્ઞાતિયુદ્ધ (ઓફકોર્સ પેસિવ) જવાબદાર હતું. થાય છે એવું કે ભલે ગામ આખું અનુસુચિત જાતિ કે અનુસુચિત જનજાતિનું હોય, તેમ છતાં તેમાં એકાદુ ઘર પણ જો અન્ય જાતિનું હોય તો તે જાતિની વ્યક્તિ ગામમાં પોતાની જાતિ ઉમેરશે અને જો આપણા સદનસિબે કોઈ ગામમાં ૮૦ ટકા અ.જા. કે અ.જ.જા.ના ઘરો હોય અને બાકીના ૨૦ ટકામાં અન્ય જ્ઞાતિઓ હોય તો લેખના અન્ય લખાણ કરતા વધુ લાંબી યાદિ આ બધી જ જ્ઞાતિઓની બની જતી હતી અને એ કારણે જ, ભલે ઉપયોગી અને કદાચ અધિકૃત માહિતી હોવા છતા એવી ભાંગફોડ અને લડાલડથી બચવા માટે થઈને આપણે એ માહિતી રાખવી જ નહિ તેવો નિર્ણય લીધો હતો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૪, ૧૬ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
બરાબર છે પણ આ ભાઈનો મને આજે મેઈલ આવ્યો છે કે તેઓ સ્થાનિક છે અને આ માહિતી પંચમહાલના વિભાજન અગાઉ સાચી હતી અને હવે નથી માટે આ માહિતી તો ખોટી જ છે માટે તે પ્રમાણે પગલાં લેવાં.--Vyom25 (talk) ૧૧:૧૯, ૧૬ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.