સભ્યની ચર્ચા:Ritesh545

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Ritesh545, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ : તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.


-- અશોક મોઢવાડીયા ૨૨:૫૧, ૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

આભાર[ફેરફાર કરો]

શ્રી. રીતેશભાઇ, આપે આજે સુંદર યોગદાન કર્યું છે અને સાથેસાથે તમારી ઓળખ પણ સરસ રીતે આપી છે. આશા રાખું કે આપ નિયમિત રીતે યોગદાન આપતા રહેશો. અને હા, તમારા પરિચયનાં પાના પર મેં તમને પૂછ્યા વગર થોડા વ્યાકરણના સુધારા કર્યા છે, હું ઈચ્છું કે તમને વાંધો નહી હોય.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૧, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

સ્વાગત મારા તરફથી પણ[ફેરફાર કરો]

રીતેશભાઇ વિકિપીડિયા પર આપનું સ્વાગત. આપ ચેન્નઈમાં છો તે જાણી આનંદ થયો. મેં પણ અઢી વરસ ચેન્નઈમાં ગાળ્યા છે અને વિકિપીડિયા પર મારો સહભાગ મારા ચેન્નઈ વસવાટ દરમ્યાન જ શરૂ થયો હતો. ફેસબુક પર "ગુજરાતી વિકિપીડિયા" એ ગ્રુપમાં જોડાશો જેથી આપનો વિશેષ પરિચય કરી શકાય. --sushant (talk) ૨૨:૨૬, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

સ્વાગત બદલ આભાર[ફેરફાર કરો]

શ્રી ધવલભાઇ અને શ્રી સુશાન્તભાઇ, તમારા બન્ને નો ઉષ્માપૂર્ણ આવકાર બદલ આભાર. સાચુ કહુ તો આ શરુઆત કરી એમાં મજા પડી ગઇ, હવે એને આગળ ચોક્કસપણે ધપાવવામાં આવશે.

ધવલભાઇ, તમારા આ વ્યાકરણના સુધારા માટે તો અમારે તમારો આભાર માનવાનો હોય, વાંધા ના લેવાના હોય. અને સુશાન્તભાઇ ફેસબુક પરનાં "ગુજરાતી વિકિપીડિયા" ગ્રુપમાં હું જોડાયેલો જ છું.

ચાલો ત્યારે બધાને મળતાં રહીશું.

જય ગુજરાત.

ફેસબુક પરન ગ્રુપમાં મને તમારું નામ ન દેખાયું શું ID છે તમારું? --sushant (talk) ૨૧:૧૫, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
Ritesh Mehta (riteh545@gmail.com)--Ritesh545 (talk) ૨૧:૩૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ઈમેલ આઈ ડીથી યે ના મળ્યું તમે જ મને ઍડ કરી દેજો. Sushant Savla (sushant_savla@rediffmail.com) --sushant (talk) ૨૧:૫૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
Done--riteshmehta (talk) ૨૨:૦૨, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

સુસ્વાગતમ્[ફેરફાર કરો]

રીતેશભાઇ, તમને અહિં જોઇ ને આનંદ થયો. અત્યારે વેબ-ગોષ્ઠી ચાલી રહી છે અને અચાનક ધવલભાઇ એ તમારું નામ આપ્યું અને જંગલી-ધારણા ("વાઇલ્ડ ગેસ" નો ભદ્રંભદ્ર અનુવાદ) મુજબ તમારું જ સ્મરણ થયું અને તમે જ નીકળ્યા. અહિંયા કામ કરવાની મજા જ પડે એ તો નિ:સંદેહ વાત છે. પણ તમારો લાભ વિકિને મળશે એ જાણી ખુબ આનંદ થાય છે. બાકી મજામાં? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૧:૧૫, ૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

સીતારામ મહર્ષિભાઈ, આભાર અને હા તમને અહિ પણ મળીને મને પણ એટલો જ્ આંનદ થયો. જરુર પડ્યે માર્ગદર્શન આપતા રહેજો અહી.--riteshmehta (talk) ૨૦:૧૦, ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. Ritesh545,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)