સભ્ય:Gazal world/બાળમનોવિજ્ઞાન
બાળમનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક શાખા છે, જેમાં જન્મ પૂર્વેના તબક્કાથી માંડીને તરુણાવસ્થાના શરૂઆતના તબક્કા (૧૩-૧૪ વર્ષની ઉંમર) સુધીના શિશુ અને બાળકના વર્તનના સળંગ વિકાસનો અભ્યાસ કરવામાં આવે છે. વીસમી સદીની શરૂઆતમાં બાળમનોવિજ્ઞાનનો આરંભ થયો હતો.[૧]
બાળમનોવિજ્ઞાનના અભ્યાસમાં વિવિધ બાબતોનો સમાવેષ થાય છે. બાળકનાં વૃદ્ધિ, વિકાસ અને વારસા (આનુવંશિકતા) કેવાં છે તેનો તેમાં અભ્યાસ કરાય છે. બાળકના જન્મપૂર્વે માતાનું આરોગ્ય કેવું હતું, તે કઈ દવાઓ લેતી હતી, તેનો આહાર કેવો હતો - વગેરે બાળકના મનસિક વિકાસને અસર કરતી બાબતોનો એમાં અભ્યાસ થાય છે.[૧]
વ્યક્તિત્વનો વિકાસ
[ફેરફાર કરો]બાળક પોતાની શારીરિક અને માનસિક જરૂરિયાતો સંતોષવા માટે જે રીતો અપનાવે છે તેનાથી વિશિષ્ટ પ્રકારના વર્તનની ભાતનું નિર્માણ થાય છે. વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાં બાળક વિવિધ પ્રકારનું વર્તન દર્શાવે છે. આવા વિવિધ પ્રકારના વર્તનો સુગ્રથિત થઈને બાળના વ્યક્તિત્વનું નિર્માણ થાય છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, ઇન્દિરા ઘનશ્યામ; શુક્લ, શિલીન ન. (2000). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૩ (બ – બો) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૯૭–૪૦૮. OCLC 248968520. Unknown parameter
|publication-location=
ignored (મદદ)
પૂરક વાચન
[ફેરફાર કરો]- મર્ફી, ગાર્ડનર (1966). "બાળમનોવિજ્ઞાન". આધુનિક મનોવિજ્ઞાનનો ઐતિહાસિક પરિચય [Historical Introduction to Modern Psychology]. વ્યાસ, કેશવલાલ બી. વડે અનુવાદિત (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૪૭૦–૪૮૫.