સભ્ય:Mahendra d chaudhary
ઈ.સ. પૂર્વે 185 મો બાણભટ્ટની રચના હર્ષચરિત અનુસાર પુષ્યમિત્ર શુંગે છેલ્લા મૌર્ય સમ્રાટ બૃહદ્રથ ની હત્યા કરી શુંગ વંશની સ્થાપના કરી. તેમની રાજધાની વિદિશા હતી.
પતંજલિ જેમણે યોગદર્શન અને મહાભાષ્યની રચના કરી હતી તેઓ પુષ્યમિત્ર શુંગના દરબારમાં બિરાજમાન હતા. કવિ કાલિદાસ રચિત માલિકાગ્નિમિત્રમ નાટકમાં શુંગવંશનો ઉલ્લેખ જોવા મળે છે
શુંગવંશની સત્તા ગુજરાતમાં હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા મળ્યા નથી. ઇસવીસન પૂર્વે પ્રથમ સૈકાના ઉત્તરાર્ધમાં અંતિમ શુંગ શાસક દેવભૂતિના મિત્ર વાસુદેવે કણ્વવંશની સ્થાપના કરી
શુંગ શાસન વખતે ગાંધારમાં બહાલીક દેશના યવન(ગ્રીક) રાજાઓની સત્તા પ્રસરતી હતી.
સિકંદરના મૃત્યુ બાદ તેમની સાથે આવેલા ગ્રીક લોકો બેક્ટ્રિયા પર શાસન કરતા હોવાથી બેક્ટ્રિયન ગ્રીકો તરીકે પ્રસિદ્ધ થયા.
અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલા બેક્ટેરિયાની આસપાસના ભાગ બહાલીક પ્રદેશ કહેવાતો હતો. બહાલીકથી ભારતમાં આવેલ આ યવન રાજાઓ ભારતીય યમન કહેવાય તેઓના ભારતીય સાહિત્યનો યવનો તરીકે ઉલ્લેખ જોવા મળે છે