સભ્ય:Mishra M Dhirendra/પ્રયોગપૃષ્ઠ/૧
સભ્ય:Mishra M Dhirendraપ્રયોગપૃષ્ઠ/૧
[ફેરફાર કરો]Automatic taxobox help |
---|
Thanks for creating an automatic taxobox. We don't know the taxonomy of "Canis lupus".
|
Common parameters |
|
Helpful links |
Gray wolf | |
---|---|
Eurasian wolf (Canis lupus lupus). | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Unrecognized taxon (fix): | Canis lupus |
દ્વિનામી નામ | |
Canis lupus | |
Subspecies | |
Numerous and disputed, see Subspecies of Canis lupus | |
Historical (red) and modern (green) range of wild subspecies of C. lupus |
varuવરુ એ શિયાળ જેવું દેખાતું આ શિકારી પ્રાણી છે. 100 થી 140 સે.મી.ની લંબાઈ અને 15થી 20 કિ.ગ્રા. વજન ધરવાતું હોય છે. પૂછડીની લંબાઈ 31થી પર સે.મી. જેટલી હોય છે. તે 10થી 25 વર્ષનું આયુષ્ય ધરાવે છે. તે ખાસ કરીને નવેમ્બર મહિનામાં જ પ્રજનન કરે છે અને એકસાથે બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે. આ બચ્ચું બેથી ત્રણ વર્ષમાં પુખ્ત થઈ જાય છે. વરુ મોટાભાગે જૂથમાં જ શિકાર કરે છે, પણ માનવવસ્તીવાળા વિસ્તારમાં તે એકલું પણ જોવા મળે છે. સમૂહમાં હોય ત્યારે બળદ જેવા મોટા કદના પાળીતા પ્રાણીનો પણ શિકાર કરી લે છે અને કયારેક દીપડા જેવાં પ્રાણીઓ પાસેથી શિકાર ઝૂંટવી પણ લે છે. આ પ્રાણીના પીળા બદામી રંગના શરીરમાં પીઠ પર થોડી કાળાશ હોય છે. પૂંછડી શિયાળની જેમ ગુચ્છાદાર અને છેડે કાળી હોય છે. તેના આગળના પગ સામાન્ય લાંબા હોય છે. હરણ, ચિંકારા, કાળિયાર, શિયાળ, ઘેટાં-બકરાં, પાલતું ઢોરનાં બચ્ચા વગેરેનું મારણ વરુ કરે. ખોરાકની શોધમાં તે માનવ વસાહતની નજીક પણ આવી જાય છે.
પશ્ચિમ ભારત, ભારતીય દ્વીપકલ્પ, ટ્રાન્સ હિમાલય, લદ્દાખ અને સિકિકમ સુઘી વરુ ફેલાયલાં છે. રાજસ્થાન તથા ગુજરાતમાં તેની સહુથી વધુ વસતી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ,દાહોદ,અને સુરેન્દ્રનગર જિલ્લાઓના થોડાં ઘણા ઝાડી-ઝાખરાવાવાળા, ઉબડખાબડ અને ખડકાળ વિસ્તારોમાં રહેવું વધુ પસંદ કરે છે. ગીચ જંગલ વિસ્તારોમાં તે જોવા મળતાં નથી. ઓછી વસતી, ઓછો વરસાદ હોય તેવા વિસ્તારો અને પાણીના કાયમી સ્રોત હોય તેવા વિસ્તારો તેેને વધારે અનૂકૂળ આવે છે. શ્વાનકુળમાં કદમાં વરુ સહુથી મોટું છે. પ્રદેશ અને હવામાન પ્રમાણે તેના શરીર પરની રુવાંટીવાળી ચામડીના રંગના શરીર પર પીઠ ભાગમાં કાળાશ પડતી છાંય જોવા મળે છે. કાન લાંબા મોટા અને અણિયાળા હોય છે. પૂંછડી લાંબી અને ફરવાળી હોય છે. જેના છેડાનો ભાગ કાળા રંગનો હોય છે. નાક, હોઠ, અને પેઢા કાળા રંગનાં હોય છે. મોઢું લાબું નાળચા જેવું હોય છે.
ભૂમિ પરનાં પ્રાણીઓમાં વરુની ક્ષેત્રીયતા કે સીમાક્ષેત્ર સહુથી મોટું છે. રેતાળ કે ગોરાડું જમીનમાં તે બોડ (ડેન) બનાવીને રહે છે. અન્ય વિસ્તારોમાં ભોણ, બખોલ, ગુફા કે ભેખડોમાં આશરો લે છે. ઝાડી કે આછા જંગલ વિસ્તારમાં તે જમીન ઉપર કે પછી ઝાડી કે થોરના ઝૂડની નજીક આરામ કરે છે.
- ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;iucn
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ Linnæus, Carl (1758). Systema naturæ per regna tria naturæ, secundum classes, ordines, genera, species, cum characteribus, differentiis, synonymis, locis. Tomus I (Latinમાં) (10 આવૃત્તિ). Holmiæ (Stockholm): Laurentius Salvius. પૃષ્ઠ 39–40. મેળવેલ November 23, 2012.CS1 maint: unrecognized language (link)