લખાણ પર જાઓ

ગોડી મંદિર, નગરપારકર

વિકિપીડિયામાંથી
ગોડી મંદિર
Sindhi: گوري مندر
ગોડી મંદિર
ગોડી મંદિર, નગરપારકર
ધર્મ
જોડાણજૈન
જિલ્લોથારપારકર જિલ્લો
દેવી-દેવતાપાર્શ્વનાથ
સ્થાન
સ્થાનનગરપારકર
રાજ્યસિંધ
દેશપાકિસ્તાન પાકિસ્તાન
અક્ષાંશ-રેખાંશ24°38′02″N 70°36′34″E / 24.63389°N 70.60944°E / 24.63389; 70.60944Coordinates: 24°38′02″N 70°36′34″E / 24.63389°N 70.60944°E / 24.63389; 70.60944
સ્થાપત્ય
સ્થાપના તારીખઇ.સ. ૩૦૦

ગોડી મંદિર અથવા ગોડી જો માંદર એ નગરપારકરનું એક જૈન મંદિર છે.[]આ મંદિર વિરવાહ મંદિરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં લગભગ ૧૪ માઈલના અંતરે આવેલું છે.[][]મંદિરનું નિર્માણ 52 ઇસ્લામિક શૈલીના ગુંબજ અને ૩ મંડપ સહિત ગુજરાતી શૈલીમાં (૧૩૭૫-૭૬) કરવામાં આવ્યું છે. મંદિરને વિશેષરૂપે જૈનોના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથને સમર્પિત કરવામાં આવ્યું છે.[] નગરપારકરના અન્ય મંદિરો સહિત આ મંદિરને ૨૦૧૬માં યુનેસ્કો દ્વારા નગરપારકર સાંસ્કૃતિક પરિદૃશ્ય તરીકે સંભવિત વિશ્વ ધરોહર સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.[]

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

આ મંદિરનું નામ કાળક્રમે ઘણીવાર બદલવામાં આવ્યું છે. તેનું નિર્માણ ઇ.સ. ૩૦૦માં ચારગોમ નામક એક જૈન ઉપાસક દ્વારા કરવામાં આવ્યું હતું.[] કેટલાક સ્ત્રોત પ્રમાણે તેનું નિર્માણ ૧૬મી સદીમાં કરવામાં આવેલું છે.[]

ગોડી મંદિરની વાસ્તુકલા માઉન્ટ આબુ, રાજસ્થાનને મળતી આવે છે.[]મંદિરના અંદરના ભાગમાં નકશીકામ કરેલા સંગેમરમરના સ્તંભ આવેલા છે. મંદિરના પ્રવેશદ્વારના મંડપ પર જૈન ધર્મની પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રો કંડારવામાં આવ્યા છે.[]આ ભીંતચિત્રો ભારતીય ઉપમહાદ્વીપના સૌથી પુરાણા ભીંતચિત્રો છે.[]

સમગ્ર મંદિરમાં જોવા મળતા ૨૪ કક્ષ જૈનોના ૨૪ તીર્થંકરોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે.[][]

સંગેમરમરનું બનેલું આ મંદિર ૧૨૫ X ૬૦ ફૂટનું છે.[૧૦]સમગ્ર મંદિર એક ઉચ્ચ મંચ પર બનાવવામાં આવ્યું છે અને નકશીકામ કરેલા પગથિયાં દ્વારા ત્યાં પહોંચી શકાય છે.[]


ચિત્ર ઝરૂખો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Anis, Ema (2016-02-19). "Secrets of Thar: A Jain temple, a mosque and a 'magical' well". DAWN.COM (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-21.
  2. Friends of Cultural and Archaeological Heritage of Pakistan (1990). The Archeology: An Organ of the Friends of Cultural and Archeeological [i.e. Archaeological] Heritage of Pakistan, Volumes 2-3. International Press & Publications Bureau. મેળવેલ 15 September 2017.
  3. "Gori Temple, Tharparkar". heritage.eftsindh.com. મેળવેલ 2018-12-21.
  4. ૪.૦ ૪.૧ "A glimpse into the many sights, sounds and colours of Hindu temples in Thar". www.thenews.com.pk (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-21.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Tentative Lists". UNESCO. મેળવેલ 16 September 2017.
  6. "Gori jo Mandar: Desert rose". The Express Tribune (અંગ્રેજીમાં). 2011-02-02. મેળવેલ 2018-12-21.
  7. "Despite past grandeur, temple of Gori stands abandoned in Tharparkar". The Express Tribune (અંગ્રેજીમાં). 2016-02-10. મેળવેલ 2018-12-21.
  8. ૮.૦ ૮.૧ "The Jain Temples of Nangarparkar". The Friday Times. 20 April 2012. મૂળ માંથી 28 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2017.
  9. Centre, UNESCO World Heritage. "Nagarparkar Cultural Landscape". UNESCO World Heritage Centre (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-21.
  10. Cousens, Henry; Burgess, James (1897). Revised lists of antiquarian remains in the Bombay Presidency: and the native states of Baroda, Palanpur, Radhanpur, Kathiawad, Kachh, Kolhapur, and the southern Maratha minor states. Government central press. મેળવેલ 15 September 2017.

આ પણ જુઓ

[ફેરફાર કરો]