સર દોરાબજી તાતા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સર દોરાબજી તાતા: જમશેદજી તાતાના સૌથી મોટા પુત્ર દોરાબજીનો જન્મ ૨૭મી ઓગસ્ટ, ૧૮૫૯ના રોજ થયો હતો. એમનું શિક્ષણ - દીક્ષા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં થઈ હતી. ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં તેમના પિતા જમશેદજી તાતાના મૃત્યુ બાદ પોતાના પિતાનાં સપનાંઓ સાકાર કરવા માટેનું બીડું એમણે ઉઠાવ્યું હતું. લોખંડની ખાણોનું મોટા ભાગનું સર્વેક્ષણ એમના જ નિર્દેશન હેઠળ પૂર્ણ થયું હતું. તેઓ તાતા સમૂહના પહેલા ચેરમેન બન્યા અને ઇ. સ. ૧૯૦૮થી ઇ. સ. ૧૯૩૨ સુધી ચેરમેન બની રહ્યા. સાક્ચી નામના સ્થળને એક આદર્શ શહેરના રૂપમાં વિકસિત કરવાને માટે એમની મુખ્ય ભૂમિકા રહી છે, કે જે શહેર પાછળથી જમશેદપુરના નામ વડે ઓળખ પામ્યું. ઇ. સ. ૧૯૧૦ના વર્ષમાં એમને બ્રિટિશ સરકાર દ્વારા નાઈટહુડ ખિતાબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હ્તા.