લખાણ પર જાઓ

સલીમ સુલેમાન

વિકિપીડિયામાંથી
સલીમ મર્ચન્ટ
સુલેમાન મર્ચન્ટ
સલીમ અને સુલેમાન
મૂળભુજ, ગુજરાત, ભારત
શૈલીફિલ્મ સ્કોર, સંગીત
વ્યવસાયોસંગીત દિગ્દર્શક, ગાયક, ગીત નિર્માતા, પ્રોગ્રામર
સક્રિય વર્ષો૧૯૯૯થી આજપર્યંત

સલીમ મર્ચન્ટ અને સુલેમાન મર્ચન્ટ સંગીતકાર ભાઈઓ ની બેલડી છે.તેમનો જન્મ અને ઉછેર ભુજ, કચ્છ, ભારત ખાતે થયો હતો.તેઓ એક ઇસ્માઇલી મુસ્લિમ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે તેમના પિતા સદરૂદીન મર્ચન્ટ, જે ભારત માં ઇસ્માઇલી સ્કાઉટ્સ ઓર્કેસ્ટ્રાનુ સુકાન સંભાળતા હતા.[]સલીમે લંડન સ્થિત ટ્રિનિટી કોલેજ ઓફ મ્યુઝિક ખાતે પિયાનોમાં નિપુણતા મેળવી છે જ્યારે સુલેમાને તૌફિક કુરેશી અને ઉસ્તાદ ઝાકીર હુસૈન જેવા મહાન પાસેથી તબલાની તાલીમ લીધી છે..[] તેમના પ્રથમ ફિલ્મ સંગીત રચનાના ૬ વર્ષ બાદ વર્ષ ૨૦૦૩માંતેઓ બોલીવુડના ખ્યાતનામ સંગીત દિગ્દર્શક તરીકે ઉભરી આવ્યા.તેઓએ "ભૂત" ફિલ્મના રભાવશાળી અને મહત્વપૂર્ણ પાસા એવા એવોર્ડ વિજેતા સંગીતથી પોતાની ઓળખ બનાવી.તેમના "ઇકબાલ" ફિલ્મના એવોર્ડ વિજેતા સંગીતથી પ્રશંસા પ્રાપ્ત થઇ.સલીમ અને સુલેમાને છેલ્લા એક દાયકામાં "રબ ને બના દી જોડી","નીલ એન નીક્કી",ચક દે ઇન્ડીયા!" જેવી ફિલ્મો માટે સંગીત દિગ્દર્શીત કર્યુ છે.આ બેલડીએ અનેક ઇન્ડી-પોપ રજૂઆત માટે પણ રચના કરી છે અને વિવિધ ટીવી કમર્શિયલ અને ઉસ્તાદ ઝાકીર હુસૈન અને ઉસ્તાદ સુલતાન ખાન જેવા કલાકારો સાથે પણ કામ કર્યુ છે. જ્યારે કરણ જોહરે તેમને તેમની ફિલ્મ "કાલ" માટે માટે સંગીત કંપોઝ કરવાનુ કહ્યુ ત્યારે તેઓને તેમનો પ્રથમ બ્રેક મળ્યો.તે પછી તેમણે યશ ચોપરા, સુભાષ ઘાઈની અને રામ ગોપાલ વર્મા જેવા જાણીતા નિર્દેશકો માટે ફિલ્મોમાં સંગીત દિગ્દર્શન કર્યુ.સંગીત કંપોઝ કરતા પહેલાં તેઓ ફિલ્મોમાં પૃષ્ઠભૂમિ સંગીત(બેકગ્રાઉન્ડ સ્કોર) કંપોઝ કરતા હતા.સલીમ મર્ચન્ટ સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન (ભારત) પર પ્રસારીત "ઇન્ડીયન આઇડોલ"ના પાંચમી સિઝન માટેના ત્રણ ન્યાયમૂર્તિઓ પૈકી એક છે.[]

તેમણે લેડી ગાગાના "બોર્ન ધીસ વે" અને "જુડાસ" જેવા બોલીવુડ રિમિક્સ પર કામ કર્યું છે.[][]

૨૦૧૦ ફીફા વિશ્વકપ

[ફેરફાર કરો]

આ સંગીત બેલડીએ દક્ષિણ આફ્રિકન ગાયક લોયસો બાલા અને કેન્યાના ગાયક અને ગીતકાર એરિક વેનૈના સાથે ૨૦૧૦ ફીફા વિશ્વકપ માટે ગીત રેકોર્ડ કર્યુ હતુ.[][]


ઇન્ડીયન આઇડોલ

[ફેરફાર કરો]

સલીમ મર્ચન્ટે અનુ મલિક અને સુનિધિ ચૌહાણ સાથે "ઇન્ડીયન આઇડોલ"ની પાંચમી સિઝન અને છઠ્ઠી સિઝન માં જજ તરીકે કામ કર્યું હતું.

એવોર્ડ

[ફેરફાર કરો]
એવોર્ડવર્ષપરિણામએનાયતનો વિષય !ફિલ્મ/ટીવી
ફિલ્મફેર એવોર્ડ ૨૦૦૭જીત્યાફિલ્મફેર બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર એવોર્ડ ક્રિશ
IIFA એવોર્ડ ૨૦૦૫જીત્યાIIFA બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર એવોર્ડ મુઝસે શાદી કરોગી
સ્ટાર સ્ક્રીન એવોર્ડ ૨૦૦૩જીત્યાસ્ટાર સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરભૂત
સ્ટાર સ્ક્રીન એવોર્ડ૨૦૦૪જીત્યાસ્ટાર સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરધૂમ
ઝી સીને એવોર્ડ૨૦૦૫જીત્યાઝી સીને એવોર્ડ ફોર બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરઅબ તક છપ્પન
ડે ટાઇમ એમ્મી એવોર્ડ ૨૦૦૯નામાંકીતડે ટાઇમ એમ્મી એવોર્ડ ફોર આઉટસ્ટૅન્ડીંગ ઓરીજીનલ સોંગ ઇન અ ચિલ્ડ્રનસ સીરીઝ વન્ડર પેટસ[]

ફિલ્મોગ્રાફી

[ફેરફાર કરો]

બેકગ્રાઉન્ડ સ્કોર

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The Ismaili: Scoring the sounds of Bollywood". મૂળ માંથી 17 ઑગસ્ટ 2014 પર સંગ્રહિત. મેળવેલ 11 May 2011. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "It's merchant magic".
  3. "The Rise of Salim-Sulaiman". Passion For Cinema. મૂળ માંથી 2009-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-09. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. "Lady Gaga Goes Desi With Salim-Sulaiman Merchant".
  5. "I was never a crazy fan of Gaga: Salim". The Times Of India. 2011-04-17. મૂળ માંથી 2013-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-09. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૩-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન
  6. "Salim Sulaiman to perform at FIFA world cup". મૂળ માંથી 2020-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-09. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  7. "Its merchant magic".
  8. "Salim-Sulaiman nominated for Emmy". The Times Of India. 2009-05-22. મૂળ માંથી 2013-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-07. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૩-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સલીમ સુલેમાનની અધિકૃત વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૭-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન