સાંચીનો સ્તૂપ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
સાંચી ભારત ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનકડું ગામ છે. આ સ્થળ ભોપાલથી ૪૬ કિ.મી. પૂર્વોત્તરમાં, તથા બેસનગર અને વિદિશાથી ૧૦ કિ.મી. દૂર મધ્ય-પ્રદેશ ના મધ્ય ભાગમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારક છે, જે ત્રીજી શતાબ્દી ઈ.પૂ થી બારમી શતાબ્દી વચ્ચે ના કાળ ની છે. સાંચી માં રાયસેન જિલ્લાની એક નગર પંચાયત છે. અહીં એક મહાન સ્તૂપ સ્થિત છે. આ સ્તૂપ ને ઘેરતા ઘણાં તોરણ પણ બનેલા છે. આ પ્રેમ, શાંતિ, વિશ્વાસ અને સાહસના પ્રતીક છે. સાંચી નો મહાન મુખ્ય સ્તૂપ, મૂળતઃ સમ્રાટ અશોક મહાન એ ત્રીજી સદી, ઈ.પૂ. માં બનાવડાવ્યો હતો.[૧] આના કેન્દ્રમાં એક અર્ધગોળાકાર ઈંટ નિર્મિત ઢાંચો હતો, જેમાં ભગવાન બુદ્ધ ના અમુક અવશેષ રાખ્યાં હતાં આના શિખર પર સ્મારક ને દેવાયેલ ઊંચ્ચ સન્માન ના પ્રતીક રૂપી એક છત્ર હતું.[૨].
ઇતિહાસ
[ફેરફાર કરો]શુંગ કાળ
[ફેરફાર કરો]આ સ્તૂપ માં એક સ્થાન પર બીજી શતાબ્દી ઈ.પૂ. માં તોડ઼ફોડ઼ કરાઈ હતી. આ ઘટના શુંગ સમ્રાટ પુષ્યમિત્ર શુંગના ઉત્થાન સેને જોડી જોવાય છે. એમ મનાય છે કે પુષ્યમિત્ર એ આ સ્તૂપ નો ધ્વંસ ક્ર્યો હશે, અને પછી, તેના પુત્ર અગ્નિમિત્ર એ આને પુનર્નિર્મિત કરાવડાવ્યું હશે. [ક]. શુંગ વંશના અંતિમ વર્ષોંમાં, સ્તૂપ ના મૂળ રૂપ ના લગભગ બમણા વિસ્તાર પાષાણ શિલાઓં થી કરાયું હતું. આના ગુમ્બદને ઊપરથી ચપટો કરી, તેની ઊપર ત્રણ છત્રીઓ, એક ની ઊપર બીજી એમ બનાવડાવાઈ હતી. આ છત્રીઓ એક ચોરસ મુંડેરની અંદર બની હતી. પોતાના ઘણા માળ સહિત, આના શિખર પર ધર્મ નો પ્રતીક, વિધિનું ચક્ર લાગેલ છે. આ ગુમ્બદ એક ઊંચા ગોળાકાર ઢોલ રૂપી નિર્માણ ની ઊપર લાગેલ હતું. આની ઊપર એક બે-માળ સીડીથે પહોંચી શકાતું હતું. ભૂમિ સ્તર પર બનેલ બીજી પાષાણ પરિક્રમા, એક ઘેરા થે ઘેરાયેલ હતી. આની વચ્ચે પ્રધાન દિશાઓની તરફ ઘણા તોરણ બનેલ હતા. દ્વિતીય અને તૃતીય સ્તૂપની ઇમારતો શુંગ કાળ માં નિર્મિત પ્રતીત થાય છે, પરન્તુ ત્યાં મળેલ શિલાલેખ અનુસાર ઉચ્ચ સ્તરના અલંકૃત તોરણ શુંગ કાળ ના નથી, આ બાદ ના સાતવાહન વંશ દ્વારા બનવાયા હતા. આ સાથે જ ભૂમિ સ્તરની પાષાણ પરિક્રમા અને મહાન સ્તૂપ ની પાષાણ આધારશિલા પણ તે કાળ નું નિર્માણ છે.
સાતવાહન કાલ
[ફેરફાર કરો]તોરણ તથા પરિક્રમા ૭૦ ઈ.પૂ. ની પશ્ચાત બનેલ હતાં, અને સાતવાહન વંશ દ્વારા નિર્મિત પ્રતીત થાય છે. એક શિલાલેખ ની અનુસાર દક્ષિણ ના તોરણ ની સર્વોચ્ચ ચૌખટ સાતવાહન રાજા સતકર્ણી ને દ્વારાફ ઉપહાર સ્વરૂપ મળી હતી: "આ આનંદ, વસિથિ પુત્ર ની તરફ થી ઉપહાર છે, જે રાજન સતકર્ણી ના કારીગરોં નો પ્રમુખ છે."[૩] સ્તૂપ યદ્યપિ પાષાણ નિર્મિત છે, કિંતુ કાષ્ઠ ની શૈલી માં ગઢાયેલ તોરણ, વર્ણાત્મક શિલ્પોં થી પરિપૂર્ણ છે. આમાં બુદ્ધના જીવનની કી ઘટનાઓ, દૈનિક જીવન શૈલી થી જોડી દેખાડી છે. આ પ્રકારે દેખાડવા વાળા ને બુદ્ધના જીવન અને તેમની વાણી ભલા પ્રકારે સમજાય છે.[૪] સાંચી અને અધિકાંશ અન્ય સ્તૂપોં ને સંવારવાના હેતુથી સ્થાનીય લોકો દ્વારા પણ દાન દેવાયા છે, જેથી તે લોકો ને અધ્યાત્મ ની પ્રાપ્તિ થઈ શકે. કોઈ સીધો રાજસી આશ્રય ઉપલબ્ધ ન હતો. દાનકર્તા, ચાહે સ્ત્રી કે પુરુષ હોય, બુદ્ધ ના જીવન થી સંબંધિત કોઈ પણ ઘટના પસંદ કરી લેતા હતાં, અને પોતાનું નામ ત્યાં કોતરાવી દેતા હતાં. ઘણી ખાસ ઘટનાઓ દરમ્યાન દોહરાવવાનું , આજ કારણ હતું. આ પાષાણ નક્શિઓમાં, બુદ્ધ ને ક્યારેય માનવ આકૃતિ માં નથી દર્શાવાયા. પણ કારીગરોં એ તેમને ક્યાંક ઘોડા, જેના પર તેઓ પોતાના પિતાનું ઘર ત્યાગી ગયાં હતાં, તો ક્યાંક તેમના પાદચિન્હ, ક્યાંક બોધિ વૃક્ષ ની નીચેના ચબૂતરા, જ્યાં તેમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી, ના રૂપે દર્શાવાયા છે. બુદ્ધ માટે નવ શરીર અતિ તુચ્છ મનાયા હતાં.[૪] સાંચી ની દિવાલો ની બૉર્ડરોં પર બનેલ ચિત્રોમાં યૂનાની પહેરવેશ પણ દર્શનીય છે. આમાં યૂનાની વસ્ત્ર, મુદ્રા અને વાદ્ય છે જે સ્તૂપ ના અલંકરણ રૂપ માં પ્રયુક્ત થયાં. છે[૫].
બાદ નો કાળ
[ફેરફાર કરો]આગળની શતાબ્દિઓમાં અન્ય બૌદ્ધ ધર્મ, અને હિંદુ નિર્માણ પણ જોડાયા. આ વિસ્તાર બારમી શતાબ્દી સુધી ચાલ્યું. મંદિર સં.૧૭, સંભવતઃ પ્રાચીનતમ બૌદ્ધ મંદિર છે, કેમકે આ આરંભિક ગુપ્ત કાળનું લાગે છે.[૧] આમાં એક ચપટી છત ના ચોરસ ગર્ભગૃહ માં દ્વાર મંડપ અને ચાર સ્તંભ છે. આગળનો ભાગ અને સ્તંભ વિશેષ અલંકૃત અને નક્શીકૃત છે, જેનાથી મંદિરને એક પરંપરાગત છબી મળે છે, પણ અંદરથી અને શેષ ત્રણે તરફ થી સમતલ છે અને અનલંકૃત છે. [૬]ભારત માં બૌદ્ધ ધર્મ ના પતન સાથે જ, સાંચી નો સ્તૂપ અપ્રયોગનીય અને ઉપેક્ષિત થઈ ગયો, અને આ ખંડિત અવસ્થા એ પહોંચી છે.
પાશ્ચાત્ય પુનરાન્વેષણ
[ફેરફાર કરો]એક બ્રિટિશ અધિકારી જનરલ ટેલર પહેલા જ્ઞાત ઇતિહાસકાર હતાં, તેમણે સન ૧૮૧૮ માં, સાંચી ના સ્તૂપ નું અસ્તિત્વ દર્જ કર્યું.[૪] અવ્યવસાયી પુરાતત્વવેત્તાઓ અને ખજાનાના શિકારીઓએ આ સ્થળને પણ ખૂબ ધ્વંસ કર્યું, સન ૧૮૧૮ માં ઉચિત જીર્ણોદ્ધાર કાર્ય આરંભ ન થયું. ૧૯૧૨ થી ૧૯૧૯ ની વચ્ચે, ઢાંચાને વર્તમાન સ્થિતિમાં લાવાયો. આ બધું જૉન માર્શલ ની દેખરેખ માં થયું.[૭] આજે લગભગ પચાસ સ્મારક સ્થળ સાંચીના ટીલા પર જ્ઞાત છે, જેમાં ત્રણ સ્તૂપ અને ઘણાં મંદિર પણ છે. આ સ્મારક ૧૯૮૯ માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત થયો છે.
ભૂગોળ અને વસ્તી
[ફેરફાર કરો]સાંચી ૨૩.૪૮° N ૭૭.૭૩° E માં સ્થિત છે.[૮]. આની સમુદ્રતળ થી સરેરાશ ઊંચાઈ ૪૩૪ મીટર છે. ઉદયગિરિ થી સાંચી પાસે જ છે. અહીં બૌદ્ધ સ્તૂપ છે, જેમાં એક ની ઊઁચાઈ ૪૨ ફીટ છે. સાંચી સ્તૂપોં ની કળા પ્રખ્યાત છે. સાંચી થી ૫ માઈલ સોનારી ની પાસે ૮ બૌદ્ધ સ્તૂપ છે અને સાંચી થી ૭ માઈલ પર ભોજપુર પાસે ૩૭ બૌદ્ધ સ્તૂપ છે. સાંચી માં પહેલા બૌદ્ધ વિહાર પણ હતાં. અહીં એક સરોવર છે, જેની સીડીઓ બુદ્ધના સમયની કહેવાય છે.[૯]
૨૦૦૧ની જનગણના[૧૦],અનુસાર સાંચી ની જનસંખ્યા ૬૭૮૫ છે. પુરુષ અહીં ના ૫૩% અને સ્ત્રીઓ ૪૭% ભાગ છે. અહીં ની સરાસરી સાક્ષરતા દર ૬૭% છે, જે રાષ્ટ્રીય દર ૫૯.૫% થી ઘણી અધિક છે. પુરુષ સાક્ષરતા ૭૫% અને સ્ત્રી સાક્ષરતા ૫૭% છે. અહીં ની ૧૬% જનતા છઃ વર્ષ થી નાની ઉઁમરની છે.
ચિત્રો
[ફેરફાર કરો]-
સ્તૂપ સં.૩
-
સાંચી, ૨૦૦૩
-
ઉત્તરી દ્વાર, તૃતીય શતી મેં નિર્મિત
-
બૌદ્ધ ભિક્ષુઓં કા સ્તૂપ, સાંચી
-
સાંચી કે મહાન સ્તૂપ કા રૂપાંકન
-
સાંચી સ્તૂપ, પુનરોદ્ધાર કે બાદ, ઉદ્યાનોં સહિત, ૨૦૦૯
-
સાંચી મેં એક બૌદ્ધ મઠ
-
સાંચી સ્તૂપ મેં દર્શનાર્થી ભિક્ષુ
સંદર્ભ
[ફેરફાર કરો]- ક.^ "Who was responsible for the wanton destruction of the original brick stupa of Asoka and when precisely the great work of reconstruction was carried out is not known, but it seems probable that the author of the former was Pushyamitra, the first of the Sunga kings (184-148 BCE), who was notorious for his hostility to Buddhism, and that the restoration was affected by Agnimitra or his immediate successor." : જૉન માર્શલ, અ ગાઇડ ટૂ સાંચી, પૃ.૩૮ કલકત્તા: સુપરિન્ટેન્ડેંટ, ગવર્ન્મેંટ પબ્લિશિંગ (૧૯૧૮).
- ↑ ૧.૦ ૧.૧ ["પ્રાચીનકાલીન બૌદ્ધ શિક્ષા કા કેંદ્ર - સાંચી" (એચ ટી એમ એલ) (હિન્દીમાં). ITNN. ૨ જાન્યુઆરી ૨૦૦૮. પૃષ્ઠ ૧. મેળવેલ ૧૪ જૂન ૨૦૦૯. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ દહેજિયા, વિદ્યા (૧૯૯૭). ઈણ્ડિયન આર્ટ. ફૈદોં: લંદન. ISBN 0-7148-3
- ↑ મૂળ પાથ "L1: રાનો શ્રી સતકર્નીસા L2: આવેસનિસા વસિથિપૂતસ L3: અનામદાસ દાનમ", જૉન માર્શલ, "એ ગાઇડ ટૂ સાંચી", પૃ.૫૨
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ઇંદિરા ગાઁધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સંગ્રહિત ૨૦૦૬-૦૧-૧૫ ના રોજ વેબેક મશિન કે જાલસ્થલ પર
- ↑ "એ ગાઇડ ટૂ સાંચી" જૉન માર્શલ. These "Greek-looking foreigners" are also described in Susan Huntington, "The art of ancient India", પૃ.૧૦૦
- ↑ મિત્ર ૧૯૭૧
- ↑ "જૉન માર્શલ, "An Historical and Artistic Description of Sanchi", from એ ગાઇડ ટૂ સાંચી, કલકત્તા: સુપરિન્ટેન્ડેંટ, ગવર્નમાંટ પ્રિંટિંગ (૧૯૧૮). પૃષ્ઠ ૭-૨૯ on line, Project South Asia". મૂળ માંથી 2009-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-26.
- ↑ ફૉલિંગ રેન જીનોમિક્સ, ઇંક - સાંચી
- ↑ "બૌદ્ધ ધર્મ કે પ્રમુખ તીર્થસ્થલ" (હિન્દીમાં). વેબ દુનિયા. પૃષ્ઠ ૩. મૂળ (html) માંથી 2014-05-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જૂન ૨૦૦૯.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
સાહિત્ય
[ફેરફાર કરો]- દહેજિયા, વિદ્યા (૧૯૯૨). કલેક્ટિ એણ્ડ પૉપુલર બેસેજ઼ ઑફ અર્લી બુદ્ધિસ્ટ પૈટ્રોનેજ: સૈકરેડ મૉનુમેન્ટ્સ, ૧૦૦ ઈ.પૂ.-૨૫૦ ઈ. ઇન બી સ્ટોલર મિલર (શિક્ષા) દ પાવર ઑફ આર્ટ. ઑક્સ્ફોર્ડ યુનિવર્સિટી પ્રેસ: ઑક્સ્ફોર્ડ ISBN 0-19-562842-X.
- દહેજિયા, વિદ્યા (૧૯૯૭). ઇણ્ડિયન આર્ટ. ફૈદોં: લંદન. ISBN 0-7148-3496-3.
- મિત્રા, દેબલા. (૧૯૭૧). બુદ્ધિસ્ટ મૉનુમેન્ટ્સ. સાહિત્ય સંસદ: કલકત્તા. ISBN 0896844900
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સાઁચી સંગ્રહિત ૨૦૦૬-૦૧-૧૫ ના રોજ વેબેક મશિન ઇંદિરા ગાઁધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર કે જાલસ્થલ પર
- પ્રાચીનકાલીન બૌદ્ધ શિક્ષા કા કેંદ્ર - સાઁચી ઇનસાઇટ ટીવી જાલસ્થલ પર
- "સાંચી (મધ્ય પ્રદેશ)", જૈકિસ-એદુઆર્દો બર્જર ફાઉણ્ડેશન, વર્લ્ડ આર્ટ ટ્રેજ઼ર્સ સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન