સાંદીપનિ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પરમ શિવ ભક્ત સાંદીપનિ ઋષિ અને તેમના આશ્રમનો ઉલ્લેખ હિંદુ ધર્મના મહાકાવ્ય ગ્રંથ મહાભારત અને ભાગવત મહાપુરાણમાં થયેલો છે. સાંદીપનિ ઋષિનો આશ્રમ અવંતિ નગરી (હાલનું ઉજ્જૈન શહેર)માં હતો. તે કાશ્ય નામના ઋષિના પુત્ર હતા. શ્રી કૃષ્ણ ભગવાન તેમ જ તેમના મોટાભાઈ બલરામ અને બાળસખા સુદામાએ બાળપણમાં એમના આશ્રમમાં વિદ્યાઅભ્યાસ કર્યો હતો. ભણી રહ્યા પછી 'ગુરુ દક્ષિણા માગો' કહેતાં સાંદીપનિએ પોતાનો મૃત પુત્ર માગ્યો. કૃષ્ણએ તે પુત્ર લાવી આપ્યો. ઉજ્જૈન અવંતિકામાં સાંદીપનિ મુનિનો આશ્રમ હતો તે જગાએ હાલ એક મંદિર છે. તેમાં ગુરુની આરસની પ્રતિમા છે. સાંદીપનિ મુનિના આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાના સ્થાનને અંકપાદ કહેતા, આજે પણ ઉજ્જૈનનો એ વિસ્તાર જ્યાં આ આશ્રમ હતો તે અંકપાદના નામથી ઓળખાય છે.