લખાણ પર જાઓ

સાગુઆરો (થોર)

વિકિપીડિયામાંથી

સાગુઆરો
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Order: Caryophyllales
Family: Cactaceae
Subfamily: Cactoideae
Tribe: Pachycereeae
Genus: ''Carnegiea''
Britton & Rose
Species: ''C. gigantea''
દ્વિનામી નામ
Carnegiea gigantea
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Cereus giganteus Engelm.

સાગુઆરો એ એક જાતની વનસ્પતિ છે. આ થોર (કેકટસ)ની એક જાત ગણાય છે. આ જાતના થોર ખાસ રણપ્રદેશમાં જોવા મળે છે. આમાં પર્ણ નહીંવત અને જાડી છાલની શાખાઓ હોય છે.

અમેરિકાના એરિઝોનાના રણપ્રદેશમાં થતા સાગુઆરો થોર ખુબ જ વધુ ઊંચાઇ (૪૫ ફુટ જેટલી એટલે કે ચારથી પાંચ માળ જેટલી) ધરાવતા હોય છે. એટલું જ નહીં પણ ૧૫૦ વર્ષ જેટલું લાંબુ જીવે પણ છે. આ કેકટસનું થડ ૧૦ ફુટનો પરિઘ ધરાવે છે.

આ થોર ઉપર પીળા રંગનાં આકર્ષક દેખાવનાં ફુલ બેસે છે અને સુંદર ભુરા રંગનાં બોર જેવાં ફળ થાય છે. પાકાં ફળ ખાવામાં મીઠાં લાગે છે. આ વનસ્પતિના થડમાં ઘણાં જીવજંતુઓ પોલાણ કરી ત્યાં પોતાનું રહેઠાણ બનાવે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]