સાથોડી ધોધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સાથોડી ધોધ (Sathoddi Falls) ભારત દેશના કર્ણાટક રાજ્યના ઉત્તર કન્નડ જિલ્લામાં યેલ્લાપુર નગર થી ૩૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ એક ધોધ છે. આ ધોધ કેટલાંક અનામી ઝરણાંઓ દ્વારા કાલ્લારમણે ઘાટ નજીક રચાયેલ છે. આ ધોધ લગભગ 15 મીટર (49.2 ફૂટ) ઊંચાઈ ધરાવે છે. આ જળપ્રવાહ પછી આગળ વહેતાં કાલી નદી પર આવેલા કોડાસલ્લી બંધના જળાશયમાં ભળી જાય છે.

સાથોડી ધોધ


સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 14°56′53″N 74°35′10″E / 14.948°N 74.586°E / 14.948; 74.586