સાધુપુલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સાધુપુલ
ગામ
સાધુપુલ is located in Himachal Pradesh
સાધુપુલ
સાધુપુલ
હિમાચલ પ્રદેશમાં સ્થાન
સાધુપુલ is located in ભારત
સાધુપુલ
સાધુપુલ
સાધુપુલ (ભારત)
Coordinates: 30°59′40″N 77°09′36″E / 30.994477°N 77.1599811°E / 30.994477; 77.1599811
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોસોલન
ભાષાઓ
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)
નજીકનું શહેરસોલન

સાધુપુલ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના સોલન અને ચૈલ વચ્ચે આવેલ પહાડી નદી "અશ્વિની" પર બાંધવામાં નાના પુલ નજીક સ્થિત એક નાનું ગામ છે. ઓગસ્ટ ૨૩, ૨૦૧૪ના રોજ આ પુલ ભાંગીને પડી ગયો હતો, જ્યારે ઓવર લોડ ટ્રકે તેને પાર કરવાનો પ્રયાસ કર્યો.[૧] જાન્યુઆરી ૨૦૧૮ના સમયમાં એક નવો પુલ બનાવવામાં આવ્યો અને જાહેર જનતાને સમર્પિત કરવામાં આવ્યો.[૨]

આકર્ષણ[ફેરફાર કરો]

સાધુપુલ એક સાહસિક અને મનોરંજક સ્થળ છે. તે ઉજાણી માટેનું આદર્શ સ્થાન છે અને પરિવાર સાથે સપ્તાહના અંતમાં સમય પસાર કરી શકાય છે. ચેલ, સોલન અને શિમલા મુખ્ય માર્ગ પર આવેલ આ ગામ ખાતે નદીનો છીછરો પ્રવાહ કોંક્રિટ પુલ હેઠળથી વહે છે, જે સહેલ કરવા માટે એક આદર્શ સ્થળ છે. સાધુપુલ રસ્તા દ્વારા પહોંચવું સરળ છે, કારણ કે તે પ્રખ્યાત હિલ સ્ટેશન ચેલ જતા માર્ગ પર આવેલ છે. આ સ્થળ અમર્યાદિત ઉત્સાહ પ્રદાન કરે છે. બેઠકો નદીના મધ્યમાં વહેણમાં ગોઠવવામાં આવે છે, જ્યાં નજીકના વિક્રેતાઓ પાસેથી મંગાવીને અથવા ઘરેથી લાવવામાં આવેલો આહાર લેવાની મઝા માણી શકાય છે. લોકો અહીં પાણીમાં રમી શકે છે, અને પ્રારંભિક શિયાળાના મહિનાઓમાં ઠંડી સાંજે તાપણાં કરી શિબિર ગોઠવી શકે છે. ઉનાળાના મહિનાઓમાં પરિવારની ઉજાણી અને રાત્રીરોકાણની ગોઠવણ માટે એક સારું સ્થાન છે. છીછરા પ્રવાહયુક્ત નદીના કાંઠે આવેલું આ સ્થાન રમણીય છે, જ્યાં જૂના જમાનાનું સ્મરણ થાય છે.

વોટર પાર્ક કાફે[ફેરફાર કરો]

૩૦ જૂન ૨૦૧૭ ના રોજ મુખ્યપ્રધાન દ્વારા વોટર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.[૩]

સાધુપુલ ખાતે વોટર પાર્ક વયસ્કો અને બાળકો માટે મનોરંજનનું એક વધારાનું સ્ત્રોત છે. ચેલ, સોલન અને કુફરીની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે વોટર પાર્કને કારણે સાધુપુલ આકર્ષક પ્રવાસી સ્થળ બન્યું છે.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Chail – Sadhupul – Kandaghat Heritage Bridge Collapses". Hill Post. Retrieved 7 October 2014. Check date values in: |accessdate= (મદદ)
  2. "Chief Minister-Virbhadra Singh Inaugurated Sadhubridge in Solan". 26 January 2018. Check date values in: |date= (મદદ)
  3. "CM inaugurates Water Park at Sadhupul". The Tribune India, Himachal. 1 July 2017. Check date values in: |date= (મદદ)
  4. "Water Park Cafe Sadhupul". Club Tracking. 15 February 2018. Check date values in: |date= (મદદ)