લખાણ પર જાઓ

સિંધુ લિપિ

વિકિપીડિયામાંથી

હડપ્પા સંસ્કૃતિ તથા સિંધુ સંસ્કૃતિ સાથે સંબંધિત નાના નાના સંકેતોના સમૂહને સિન્ધુ લિપિ (Indus script) કહેવામાં આવે છે. આ ઉપરાંત આ સંકેતોને સિંધુ-સરસ્વતી લિપિ અને હડપ્પા લિપિ પણ કહેવામાં આવે છે. આ લિપિ સિંધુ સંસ્કૃતિના સમયમાં (૨૬મી શતાબ્દી ઈસવીસન પૂર્વથી ૨૦મી શતાબ્દી ઈસવીસન પૂર્વ સુધીનો સમય) પરિપક્વ રૂપ ધારણ કરી ચુકી હતી. આ લિપિને અત્યાર સુધીમાં સમઝી શકાઇ નથી. (જો કે એ માટે ઘણી વાર દાવાઓ કરવામાં આવતા રહે છે.) આ લિપિ સંબંધિત ભાષા અજ્ઞાત છે, જેને કારણે આ લિપિ સમજવામાં વિશેષ કઠિનાઈ આવી રહી છે.

ભારતમાં લેખન ૩૩૦૦ ઈસવીસન પૂર્વેના સમયથી છે. સૌથી પહેલાંની લિપિ સરસ્વતી લિપિ હતી, આ લિપિ પશ્ચાત બ્રાહ્મી લિપિ આવી હતી. આ લિપિના અક્ષર જોતાં બ્રાહ્મી લિપિના અક્ષરો સાથે મળતા આવે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]