સુકુમાર (દિગ્દર્શક)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સુકુમાર
Sukku-one.jpg
સુકુમાર ૧: નેનોક્કાડીને (૨૦૧૪) ફિલ્મના પ્રમોશન સમયે પ્રેસ મીટ ખાતે
જન્મની વિગતસુકુમાર બાન્દ્રેડ્ડી
(1970-01-11) 11 January 1970 (age 50)
માટ્ટપર્રુ, પૂર્વ ગોદાવરી જિલ્લો, આંધ્ર પ્રદેશ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયફિલ્મ દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, પટકથા લેખક
સક્રિય વર્ષ૨૦૦૪–વર્તમાન
જીવનસાથીતબિતા (લગ્ન વર્ષ ૨૦૦૯માં)
સંતાન


સુકુમાર (Sukumar)  (આખું નામ: સુકુમાર બાન્દ્રેડ્ડી જન્મ: ૧૧ જાન્યુઆરી, ૧૯૭૦) એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથાલેખક છે, જે મુખ્યત્વે તેલુગુ સિનેમા માટે કામ કરે છે. તેમનો જન્મ આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં માટ્ટપર્રુ નજીક રઝોલે ખાતે થયો હતો. સુકુમારે ફિલ્મી કારકિર્દી શરૂ કરી તેના લગભગ છ વર્ષ પહેલાં ગણિત અને ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે આદિત્ય જુનિયર કોલેજ, કાકિંડા ખાતે તરીકે કામ કર્યું હતું. તેમણે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત એક લેખક તરીકે કરી અને ત્યારબાદ તેઓ મોહન અને વી. વી. વિનાયકના મદદનીશ બન્યા હતા.

સુકુમારે દિગ્દર્શનની શરૂઆત વર્ષ ૨૦૦૪માં આર્ય  ફિલ્મથી કરી હતી, જેની સફળતાએ એમને સ્ટારપદે પહોંચાડ્યા હતા. સુકુમારને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ ફિલ્મ માટે ફિલ્મફેર પુરસ્કાર અને શ્રેષ્ઠ પટકથા લેખક - તેલુગુ ફિલ્મ માટે નંદી પુરસ્કારના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં જગદમ (૨૦૦૭), આર્ય ૨ (૨૦૦૯), ૧૦૦% લવ (૨૦૧૧), ૧: નેનોક્કાડીને (૨૦૧૪) અને નનાકુ પ્રેમાથો (૨૦૧૬)નો સમાવેશ થાય છે . સુકુમાર તેમના જટીલ, બહુસ્તરીય કથાનકો માટે જાણીતા છે, જેના થકી એમને એક બુદ્ધિશાળી પટકથાલેખક તરીકેની પ્રતિષ્ઠા મળી છે. તેઓ તેમની ફિલ્મોમાં મુખ્ય પાત્રના ચારિત્ર્યને અલગ રંગ (ગ્રે કલર)માં ઢાળવા માટે પણ ઓળખાય છે.

સુકુમાર રાઈટીંગ્સના બેનર હેઠળ, તેમણે ફિલ્મ કુમારી ૨૧ એફ (૨૦૧૫) થી ફિલ્મ નિર્માતા તરીકેની શરૂઆત કરી હતી, જેની વાર્તા અને પટકથા તેમના દ્વારા લખવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં તેમને તેલુગુ સિનેમામાં યોગદાન બદલ કે વી રેડ્ડી મેમોરિયલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રારંભિક અને વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

સુકુમારનો જન્મ ૧૧ જાન્યુઆરી ૧૯૭૦ ના દિવસે ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લામાં માટ્ટપર્રુ નજીક રઝોલે ખાતે થયો હતો.[૧] તેમના પિતા તિરૂપતિ નાયડુ ચોખાના વેપારી હતા અને તેમના માતા વીરા વેણી એક ગૃહિણી હતી. સુકુમાર નાયડુ અને વેણીના છ બાળકો પૈકી સૌથી નાની વયના હતા. ૬ વર્ષની ઉંમરે તેમના વ્હાલા કુકડાનો વધ થતાં જોઈ, સુકુમાર શાકાહારી બની ગયા હતા. તેમણે તેમનું શાળાકીય શિક્ષણ જીલ્લા પરિષદ ઉચ્ચ શાળા, રઝોલે ખાતેથી અને ત્યારબાદ ગણિતના વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.[૨] ત્યારબાદ તેમણે આદિત્ય જુનિયર કોલેજ, કાકીન્ડા ખાતે ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષયના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું.[૩] જુનિયર કોલેજમાં કાર્ય કર્યા પછીના છ વર્ષ બાદ[૪]  સુકુમાર અને  તેમના જુનિયર પ્રકાશ તોલેટીએ કંઈક સર્જનાત્મક કરવા માટે નિર્ણય કર્યો હતો કારણ કે તેઓ માનતા હતા કે તેમના જીવન એક વ્યાખ્યાતા તરીકે વધુ પડતાં સંસારમય બની ગયાં છે.[૫]

સુકુમાર અને તોલેટીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં લેખક તરીકે તેલુગુ સિનેમામાં કામ કર્યું હતું અને થોડી ફિલ્મો માટે લેખનકાર્ય કર્યું હતું. જયન્થ સી. પરાંજીની બાવાગુરુ બગુન્નારા? (૧૯૮૮)નાં ત્રણ દ્રશ્યો માટેના લેખનકાર્ય પછી, તેમને વિદ્યાર્થીઓની ભરતીવેળા મદદ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ સમયે તેઓ નૈતિક ધોરણે ફિલ્મનું કાર્ય છોડી ફિલ્મમાંથી બહાર નીકળી ગયા હતા. કમાણીના અભાવને કારણે સુકુમારે થોડા સમય માટે વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય ચાલુ રાખ્યું અને પૈસા કમાયા બાદ તેઓ ફિલ્મ ઉદ્યોગમાં પરત ફર્યા હતા.  પછીથી સુકુમાર જયમ રાજાના પિતા મોહન માટે ક્ષેમંગા વેલ્લી લબઙા રાન્ડી (૨૦૦૦) અને હનુમાન જંકશન (૨૦૦૧) ફિલ્મો માટે મદદનીશ બન્યા હતા. દિગ્દર્શનની શરૂઆત પહેલાં સુકુમારે વી. વી. વિનાયક સાથે દિલ (૨૦૦૩) ફિલ્મ માટે તરીકે મદદનીશ દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

સુકુમારને તબિતા સાથે સંબંધ હતો,[૬] જેમને તેઓના દિગ્દર્શનની શરૂઆતની પ્રથમ આર્ય (૨૦૦૪) ફિલ્મના સ્ક્રીનીંગ દરમિયાન સુદર્શન થિયેટર, આરટીએક્સ રસ્તા, હૈદરાબાદ ખાતે મળ્યા હતા. તેમણે વર્ષ ૨૦૦૯માં લગ્ન તેમના માતા-પિતા અને બહેનની હાજરીમાં થયાં હતાં. જો કે હંસિનીના માતા-પિતાએ સુકુમાર એક ફિલ્મ ટેકનિશિયન હોવાને કારણે તેમને સ્વીકારવામાં વિરોધ કર્યો હતો, પણ પાછળથી તેમણે પણ આ સંબંધનો સ્વીકાર કર્યો હતો. આ દંપતિને એક પુત્ર સુક્રાન્ત અને એક પુત્રી સુક્રતાવેણી છે.

ફિલ્મ કારકિર્દી[ફેરફાર કરો]

શરૂઆત અને સફળતા: ૨૦૦૪-૨૦૧૧[ફેરફાર કરો]

સુકુમારે દિગ્દર્શનની શરૂઆતની ફિલ્મ આર્ય (૨૦૦૪)માં વિશાખાપટનમ ખાતે પટકથા માટે કામ કરવાનું શરૂ કર્યું, તે પહેલાં તેઓ વી. વી. વિનાયકની દિલ ફિલ્મના સેટ સાથે જોડાયા હતા. તેના નિર્માતા દિલ રાજુ દિલ રાજુએ ખાતરી આપી કે જો દિલ વ્યવસાયિક સફળતા પ્રાપ્ત કરશે, તો તે એક ફિલ્મનું નિર્માણ કરશે.[૭] સુકુમારે ચર્ચા દરમિયાન પસંદ કરેલ વાર્તામાં એક છોકરો શરૂઆતમાં છોકરી સાથે પ્રેમનો એકરાર કરે છે પણ પછી તેનો વિરોધ કરે છે. આવી વાર્તા ડર (૧૯૯૩), કભી હાં કભી ના (૧૯૯૪) અને કાધલ કોન્ડેન (૨૦૦૩)ની છે, જેમાં નાયકનો નાયિકા માટેનો પાગલ પ્રેમમાં ફિલ્મના અંતને કરૂણતાભર્યા અંત તરફ દોરી જાય છે. એ સમયમાં આ એક "અપ્રચલિત" વિષયવસ્તુ વાળી કથા હતી. રાજુ સુકુમારની આ કથાથી પ્રભાવિત થયા હતા અને અલ્લુ અર્જુનને આ વાર્તા આધારીત ફિલ્મ માટે નાયક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પસંદગીની વિચારણા સમયે રવિ તેજા, નિતિન અને પ્રભાસનાં નામો પણ ધ્યાનમાં લેવાયાં હતાં. અનુરાધા મહેતા અને શિવ બાલાજીની પસંદગી અન્ય બે મુખ્ય ભૂમિકા માટે કરવામાં આવી હતી.[૭] આર રતનાવેલુને ફિલ્મના તસવીર દિગ્દર્શક તરીકે અને દેવી શ્રી પ્રસાદને સંગીત દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ બંને સાથેના સહયોગમાં સુકુમારે તેના ઘણા પ્રોજેક્ટ પાછળથી હાથ ધર્યા હતા. આર્ય ફિલ્મ વ્યાપારીક રીતે સફળ થઈ; તેણે રૂ. ૧૬૦ લાખની કમાણી કરી, જેનું બજેટ પર ૪૦ લાખ હતું.[૭] આર્યની સફળતાએ સુકુમારને રાતોરાત સ્ટારપદ પર પંહોચાડ્યા. તેમને ૫૨મા ફિલ્મફેર એવોર્ડ્સ દક્ષિણ સમારોહ વેળા શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ માટે ફિલ્મફેર પુરસ્કાર[૮] અને વાર્ષિક નંદી એવોર્ડ સમારંભ વેળા શ્રેષ્ઠ પટકથા લેખક પુરસ્કાર મળ્યો.[૯]

કલાત્મક શૈલી અને તકનીકી સહયોગ[ફેરફાર કરો]

એક લેખક તરીકે સુકુમાર ગુડીપતી વેંકટચલમ, યાંદામુરી વિરેન્દ્રનાથ અને યદ્દાનાપુડી સુલોચના રાની દ્વારા પ્રભાવિત હતા. ડેક્કન ક્રોનિકલ સાથે એક મુલાકાતમાં  સુકુમારે જાહેર કર્યું હતું કે, તેની ફિલ્મોનાં દરેક રોમેન્ટિક દ્રશ્યો વિરેન્દ્રનાથ અથવા સુલોચના રાની દ્વારા પ્રેરિત છે. સુકુમાર તેમની મોટા ભાગની ફિલ્મો માટે બિન-રેખીય પટકથાનો ઉપયોગ કરે છે અને તેમની મોટાભાગની ફિલ્મોની કેટલીક સિક્વન્સમાં શ્રેષ્ઠતા મળે તે માટે ફરીથી અને ફરીથી એકના એક દ્રશ્યની ફરી મુલાકાત લેવાનો આગ્રહ રાખે છે.[૧૦] તેમના screenplays તેમની ફિલ્મના કથાનકો મોટેભાગે જટિલ અને બહુસ્તરીય છે, જે તેમને એક બુદ્ધિશાળી પટકથા લેખક તરીકેની પ્રતિષ્ઠા પ્રદાન કરે છે. જાન્યુઆરી ૨૦૧૪ના સમયમાં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક ઈન્ટરવ્યૂમાં, સુકુમારે જણાવ્યું હતું કે લાગણીઓ તેમની ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમની ફિલ્મોમાં બહુવિધ ઉપવાર્તા હોઈ શકે છે, પરંતુ અંતે કથાના લાગણીશીલ વળાંક સાથે પ્રેક્ષકો જોડાય છે".[૧૧] કારણ કે દ્રશ્યોના સેટ પર સિકવન્સમાં સુધારાઓ અને ફિલ્માંકન થઈ ગયેલ ભાગમાં ફેરફારો કર્યા પછી જ તૈયાર થતી તેમની ફિલ્મો પૂર્ણ કરવા માટે લાંબો સમય લાગે છે.[૧૨]

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

ફિલ્મ વર્ષ દિગ્દર્શક નિર્માતા પટકથાલેખક નોંધ સંદર્ભ
આર્ય ૨૦૦૪ હા હા શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ ફિલ્મ માટે ફિલ્મફેર પુરસ્કાર

શ્રેષ્ઠ પટકથા લેખક - તેલુગુ ફિલ્મ માટે નંદી પુરસ્કાર

[૭]


જગદમ ૨૦૦૭ હા હા
આર્ય ૨ ૨૦૦૯ હા હા નામાંકન - શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ ફિલ્મ, ફિલ્મફેર પુરસ્કાર માટે
૧૦૦% લવ ૨૦૧૧ હા હા નામાંકન - શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ ફિલ્મ, ફિલ્મફેર પુરસ્કાર માટે

નામાંકન - શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ ફિલ્મ, સીમા એવોર્ડ (SIIMA Award) માટે૧: નેનોક્કાડીને ૨૦૧૪ હા હા
આઈ એમ ધેટ ચેઇન્જ ૨૦૧૪ હા હા ટુંકી ફિલ્મ
કુમારી ૨૧એફ ૨૦૧૫ હા હા
નનાકુ પ્રેમાથો ૨૦૧૬ હા હા
રંગસ્થલમ ૨૦૧૮ હા હા [૧૩]

પુરસ્કારો અને નામાંકનો[ફેરફાર કરો]

સમારોહ શ્રેણી ફિલ્મ પરિણામ સંદર્ભ
નંદી એવોર્ડ નંદી પુરસ્કાર - શ્રેષ્ઠ પટકથા લેખક માટે આર્ય Won
ફિલ્મફેર એવોર્ડ્સ દક્ષિણ ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ માટે Won
ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ માટે આર્ય ૨ નામાંકન
ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ માટે ૧૦૦% લવ નામાંકન
દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ માટે નામાંકન
દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ શ્રેષ્ઠ દિગ્દર્શક – તેલુગુ માટે નનાકુ પ્રેમાથો નામાંકન [૧૪]

[૧૫]

સિનેમા એવોર્ડ શ્રેષ્ઠ દિગ્દર્શક (જૂરી) આર્ય Won [૧૬]
શ્રેષ્ઠ પટકથા લેખક Won
કેવી રેડ્ડી મેમોરિયલ એવોર્ડ

(તેલુગુ સિનેમામાં યોગદાન બદલ)

Won [૧૭]

નોંધો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Bhagyalakshmi, Challa (૪ ફેબ્રુઆરી ૨૦૧૬). "అమ్మకు ప్రేమతో." [To mother, with love..]. Andhrajyothi (Telugu માં). the original માંથી ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)CS1 maint: Unrecognized language (link)
 2. Pasupulate, Karthik (૨૦ મે ૨૦૧૪). "Sukumar studied at a Zilla Parishad school". The Times of India. the original માંથી ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 3. Kavirayani, Suresh (૨૧ જાન્યુઆરી ૨૦૧૬). "The Sukumar saga". Deccan Chronicle. the original માંથી ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 4. Kumar, Hemanth (૬ મે ૨૦૧૧). "Sukumar – The Reluctant Perfectionist". South Scope. the original માંથી ૧૫ જુન ૨૦૧૧ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 5. Narasimham, M. L. (૧૧ ફેબ્રુઆરી ૨૦૧૨). "Dream debut". The Hindu. the original માંથી ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 6. "నిర్మాతగా బన్నీతో సినిమా : సుకుమార్" [I'll produce a film with Allu Arjun: Sukumar]. Sakshi (Telugu માં). ૨૯ જુલાઈ ૨૦૧૪. the original માંથી ૩ ઓક્ટોબર ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૩ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)CS1 maint: Unrecognized language (link)
 7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ Chinnarayana 2015.
 8. Kumar, S. R. Ashok (૧૦ જુલાઈ ૨૦૦૫). ""Autograph" bags 3 Filmfare awards". The Hindu. the original માંથી ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 9. "Rajendra Prasad is over the moon". The Hindu. ૧૦ ઓક્ટોબર ૨૦૦૫. the original માંથી ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 10. "Sukumar slick touch to NTR's film". The Times of India. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫. the original માંથી ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 11. "Director Sukumar interview". The Times of India. ૨૪ જાન્યુઆરી ૨૦૧૪. the original માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 12. "Sukumar should take a cue from Trivikram". The Times of India. ૪ જાન્યુઆરી ૨૦૧૪. the original માંથી ૬ જુલાઈ ૨૦૧૫ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 13. Devi Dundoo, Sangeetha (૩૦ માર્ચ ૨૦૧૮). "'Rangasthalam' review: Several aspects to savour". The Hindu. the original માંથી ૩૦ માર્ચ ૨૦૧૮ પર સંગ્રહિત. Retrieved ૩૦ માર્ચ ૨૦૧૮. Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
 14. "SIIMA Nominations: Theri, Janatha Garage, Maheshinte Prathikaram and Kirik Party lead". The Indian Express. ૩૧ મે ૨૦૧૭. the original માંથી ૩૦ માર્ચ ૨૦૧૮ પર સંગ્રહિત. Retrieved ૩૦ માર્ચ ૨૦૧૮. Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
 15. "SIIMA 2017 Day 1: Jr NTR bags Best Actor, Kirik Party wins Best Film". India Today. ૧ જુલાઈ ૨૦૧૭. the original માંથી ૩૦ માર્ચ ૨૦૧૮ પર સંગ્રહિત. Retrieved ૩૦ માર્ચ ૨૦૧૮. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 16. "CineMAA Awards 2004". Idlebrain.com. ૨૩ જાન્યુઆરી ૨૦૦૬. the original માંથી ૧૮ માર્ચ ૨૦૧૫ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 17. "Sukumar was honored with KV Reddy award". The Times of India. ૧૨ નવેમ્બર ૨૦૧૪. the original માંથી ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]