લખાણ પર જાઓ

સુજ્જન સિંહ

વિકિપીડિયામાંથી

સુબેદાર સુજ્જન સિંહ (૩૦ માર્ચ ૧૯૫૩ - ૨૬ સપ્ટેબર ૧૯૯૪) ભારતીય સેનાની કુમાઉં રેજિમેન્ટની ૧૩મી બટાલીયનના સૈન્ય અધિકારી હતા.[]

તેમનો જન્મ હરિયાણાના કનીના ખાસમાં થયો હતો. ૨૬મી સપ્ટેમ્બરના રોજ તેઓ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં આવેલ જલુરાહ ગામ પાસે જંગલમાં આતંકવાદીઓ નો ખાત્મો કરવા માટે નીકળેલી ટુકડીના આગેવાન હતા. તેમની ટુકડીએ આતંકવાદીઓના ઠેકાણાને શોધી કાઢ્યું પરંતુ તેઓને આ ઠેકાણાંથી ૧૫ મીટર દુર, ગોળીબારનો સામનો કરવો પડ્યો. પોતાની ટુકડીને સંરક્ષણ આપવાની જરૂર જણાતા તેમણે ધીરજ અને શાંતિથી કામગીરી કરી. તેમણે ગોળીબારમાં ઘણાબધા ઘા થયા હોવા છતાં આગળ વધવાનું ચાલું રાખ્યું. પરંતુ એક ગોળી એમના હેલ્મેટને ચીરી ને નીકળી ગઈ અને તેઓ વીરગતિને પ્રાપ્ત થયા. મૃત્યુ પહેલા તેમણે કરેલી કાર્યવાહી માં તેમણે સુનિક્ષિત કર્યું કે બધા આતંકવાદીઓ માર્યા જાય, તેમના હથિયારો પકડાય તથા તેમની ટુકડીનો બચાવ થાય.[]

સન્માન

[ફેરફાર કરો]

તેમની બહાદુરી માટે તેમને મરણોપરાંત અશોકચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, જે ભારતમાં યુદ્ધ ચાલુ ન હોય એવા સમયગાળામાં થયેલ કાર્યવાહી માટે આપવામાં આવતુ સર્વોચ્ચ સૈન્ય સન્માન છે.[]

૨૦૦૮માં સુજ્જન વિહાર કલ્યાણ પ્રબંધન સોસાયટીએ ગુડગાંવમાં સેના કલ્યાણ આવાસ સંગઠનની આવાસીય કોલોનીનું નામ સુજ્જન સિંહના નામની પાછળ સુજ્જન વિહાર રાખ્યું. તેમના બલિદાનની યાદીમાં તેમની પ્રતિમા પણ સ્થાપવામાં આવી છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Acts of Bravery and Photographs". Indian Army.
  2. ૨.૦ ૨.૧ Reddy, Kittu. Bravest of the Brave: Heroes of the Indian Army. પૃષ્ઠ ૧૦૭-૧૦૮.
  3. "Installation of bust of Late Sub Sujjan Singh, Ashok Chakra at Sujjan Vihar". PIB, Government of India. મેળવેલ ૬ ઓક્ટોબર ૨૦૧૪.