સુનીતા વિલિયમ્સ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઢાંચો:Infobox Astronaut સુનિતા વિલિયમ્સ (જન્મ- 19 સપ્ટેમ્બર (September 19), 1965 (1965)) યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસા(NASA) ના (NASA) અવકાશયાત્રી (astronaut) છે.[૧]તેમને અભિયાન 14ના (Expedition 14) એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની (International Space Station) કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન 15માં (Expedition 15) જોડાયા હતા.તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર (195 દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.[૨]

અભ્યાસ[ફેરફાર કરો]

વિલિયમ્સનો જન્મ ઓહિયોના યુક્લિડ (Euclid, Ohio) ખાતે થયો હતો અને તેમણે મેસાચ્યુસેટ્સના નીડહામ (Needham, Massachusetts) ખાતે નીડહામ હાઇ સ્કૂલમાં (Needham High School) શિક્ષણ લીધું હતું અને 1983માં સ્નાતક થયા હતા.1987માં તેમણે યુ.એસ. નૌકાદળ તાલિમ કેન્દ્રમાંથી (U.S. Naval Academy) શારિરીક વિજ્ઞાનમાં (Physical science) બેચલર ઓફ સાયન્સની (Bachelor of Science) પદવી મેળવી હતી અને 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી (Florida Institute of Technology) એન્જિનિયરીંગ મેનેજમેન્ટ વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સની (Master of Science) પદવી મેળવી હતી.[૧]

લશ્કરી કારકિર્દી[ફેરફાર કરો]

વિલિયમ્સને 1987માં યુએસ નેવલ અકાદમીમાંથી યુએસ નૌકાદળની કામગીરી સોંપવામાં આવી.1989માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું અને તેઓ 1993માં નેવલ ટેસ્ટ પાઇલોટ સ્કૂલમાંથી સ્નાતક થયા.[૧]

નાસા(NASA)માં કારકિર્દી[ફેરફાર કરો]

અભિયાન 14ના ફ્લાઇટ એન્જિનિયર અવકાશયાત્રી સુનિતા એલ. વિલિયમ્સે એક્સ્ટ્રાવેહીક્યૂલર પ્રવૃત્તિના અભિયાનના ત્રીજા આયોજિત સેશનમાં ભાગ લીધો.

જૂન 1998માં નાસા (NASA) (NASA) દ્વારા પસંદગી પામેલા વિલિયમ્સે ઓગસ્ટ 1998માં તાલિમ લેવાની શરૂઆત કરી.[૧]અવકાશ ક્ષેત્રની વિદ્યાર્થી તરીકેની તેની તાલિમમાં વિષયની ઝીણવટભરી સમજ અને પ્રવાસ, સંખ્યાબંધ વૈજ્ઞાનિક અને તકનીકી સમજ, શટલ અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની પદ્ધતિઓના વિસ્તૃત આલેખનો, શારિરીક અને માનસિક તાલિમ અને ટી-38 (T-38) ફ્લાઇટ તાલિમ માટેની તૈયારી તેમજ પાણી અને મુશ્કેલ સ્થિતીમાંથી પોતાની જાતને બચાવવાની તકનીકોનો સમાવેશ થાય છે.તેઓ સ્ત્રી તરીકે સૌથી વધુ અવકાશ પ્રવાસ કરીને કેથરિન થોર્ન્ટનના (Kathryn Thornton) ત્રણ વાર અવકાશ પ્રવાસથી આગળ વધી ગયા હતા.પાછળથી પેગી વ્હીટ્સન (Peggy Whitson) સૌથી વધુ અવકાશ યાત્રા કરી તેમને વટાવી ગયા હતા.તાલિમ અને મૂલ્યાંકના સમયગાળા બાદ વિલિયમ્સ આઇએસએસ પર કામ કરી રહેલા રશિયન સ્પેશ એજન્સી (Russian Space Agency) સાથે મોસ્કોમાં (Moscow) અને આઇએસએસ પર મોકલવામાં આવેલી પ્રથમ ટૂકડી સાથે કાર્ય કરતા હતા. પ્રથમ અભિયાન (Expedition 1) પરત ફર્યા બાદ વિલિયમ્સે આઇએસએસ રોબોટિક વિભાગની (ISS Robotic Arm) રોબોટિક શાખા અને તેને સંબંધિત સ્પેશિયલ પર્પઝ ડેક્ષ્ટરોઝ મેનિપ્યુલેટર (Special Purpose Dexterous Manipulator) સાથે કાર્ય કરતા હતા.તેઓ મે 2002માં નવ દિવસ માટે પાણીની અંદર એક્વેરિયસના નિવાસસ્થાનમાં નવ દિવસ સુધી રહેલા નીમો 2ની (NEEMO 2) ટૂકડીના સભ્ય હતા.[૧]

As of એપ્રિલ 2008વિલિયમ્સે નાસા (NASA)ની એસ્ટ્રોનોટ ઓફિસના ડેપ્યુટી વડા તરીકે સેવાઓ આપી હતી. (Deputy Chief of the Astronaut Office).[૩]

વિલિયમ્સ અન્ય ઘણા અવકાશયાત્રીઓની જેમ પરવાના ધરાવતા એમેટર રેડિયો ઓપરેટર હતા અને 2001માં તેમણે ટેક્નીશિયન ક્લાસ લાઇસન્સ એક્ઝામ પાસ કરી હતી તથા 13 ઓગસ્ટ (August 13), 2001ના (2001) રોજ તેમને ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન દ્વારા કોલ સાઇન કેડી5પીએલબી (KD5PLB)આપવામાં આવ્યું હતું.[૪]તેમણે આઇએસએસ અભિયાન સમયે બે વખત એમટર રેડિયો સ્ટેશનનો ઉપયોગ કર્યો હતો જ્યારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.[૫]

અંતરિક્ષ પ્રવાસનો અનુભવ[ફેરફાર કરો]

એસટીએસ (STS)- 116[ફેરફાર કરો]

વિલિયમ્સે અભિયાન 14ની (Expedition 14) ટૂકડી સાથે જોડાવા માટે ડિસ્કવરી શટલને લઇ જઇ રહેલા એસટીએસ-116 (STS-116) સાથે 9 ડિસેમ્બર (December 9), 2006ના (2006) રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના પ્રવાસની શરૂઆત કરી.એપ્રિલ 2007માં ટૂકડીના રશિયન સભ્યો અભિયાન 15માં (Expedition 15) ફેરવાયા.

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) (આઇએસએસ) ખાતે વિલિયમ્સ સાથે લઇ ગયા હોય તેવી વ્યક્તિગત વસ્તુઓમાં ભગવદ્ ગીતાની (Bhagavad Gita) નકલ, ગણેશ (Ganesha) ભગવાનની નાની મૂર્તિ અને કેટલા સમોસાનો (samosa) સમાવેશ થાય છે.[૬]

અભિયાન 14 અને 15[ફેરફાર કરો]

વિલિયમ્સ 16 એપ્રિલ (April 16), 2007ના (2007) રોજ અવકાશ મથકની બોસ્ટન મેરેથોન (Boston Marathon) દોડનારા પ્રથમ વ્યક્તિ બન્યા.

ડિસ્કવરીના (Discovery) સફળ અવતરણ બાદ વિલિયમ્સે લોક્સ ઓફ લવને (Locks of Love) તેમની વાળની પૂંછડી દાનમાં આપવાનું આયોજન કર્યું.આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સાથી અવકાશયાત્રી જોન હિગ્ગીનહબોથમે (Joan Higginbotham) વાળ કાપ્યા હતા અને તેને એસટીએસ (STS)-116ની (STS-116) ટૂકડી સાથે પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા.[૭]

વિલિયમ્સે એસટીએસ (STS) -116 અભિયાનના આઠમા દિવસે પ્રથમ વાર એક્સ્ટ્રા-વેહીક્યુલર એક્ટિવીટી (extra-vehicular activity) કરી.31 જાન્યુઆરી (January 31), 4 ફેબ્રુઆરી (February 4) અને 9 ફેબ્રુઆરી (February 9), 2007ના (2007) રોજ આઇએસએસ (ISS)થી માઇકલ લોપેઝ-એલેગ્રિયા (Michael Lopez-Alegria) સાથે ત્રણ સ્પેસ વોક પૂર્ણ કર્યા.આવા એક વોક દરમિયાન, સંભવિતપણે એટેચિંગ ડીવાઇસની નિષ્ફળતાને કારણે એક કેમેરાનું જોડાણ તુટ્યું હતું અને વિલિયમ્સ કોઈ પ્રતિભાવ પાઠવે તે પહેલાં તે અવકાશમાં બહાર નીકળી ગયો હતો.[૮]

સુનિતા એલ. વિલિયમ્સ અને જોન ઇ. હિગ્ગીનબોથમ (Joan E. Higginbotham) (ફોરગ્રાઉન્ડ) (એસટીએસ-116 (STS-116) મિશન સ્પેશિયાલિસ્ટ) તેઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (International Space Station)ની ડેસ્ટિની લેબોરેટરી (Destiny laboratory).

ના કેનેડાર્મ2 (Canadarm2)ના કન્ટ્રોલ્સની કામગીરી બજાવે છે, ત્યારે કાર્યવાહી ચેકલિસ્ટના સંદર્ભમાં.

ત્રીજા સ્પેસવોક વખતે વિલિયમ્સ સ્ટેશનની બહાર છ કલાક અને 40 મિનીટ રહ્યા અને નવ દિવસમાં ત્રણ સ્પેસ વોક પૂરા કર્યા.તેમણે ચાર સ્પેસ વોકમાં 29 કલાક અને 17 મિનીટ વીતાવ્યા અને એક સ્ત્રી દ્વારા સૌથી વધુ સ્પેસ વોકનો કેથરીન સી. થોર્નટન (Kathryn C. Thornton)નો વિક્રમ વટાવ્યો.[૧][૨]18 ડિસેમ્બર (December 18), 2007 (2007)ના રોજ , અભિયાન 16 (Expedition 16)ના ચોથા સ્પેસવોક (spacewalk) દરમિયાન પેગ્ગી વ્હિટસને (Peggy Whitson) 32 કલાક, 36 મિનીટના[૯][૧૦] કુલ ઇવીએ ટાઇમ સાથે વિલિયમ્સના વિક્રમને વટાવ્યો હતો.

માર્ચ 2007ના પ્રારંભમા તેણીએ વધારે મસાલેદાર ભોજનની તેની વિનંતીના પ્રતિભાવરુપે પ્રોગ્રેસ અવકાશયાન (Progress spacecraft)ના રીસપ્લાય મિશનમાં વસાબી (wasabi)ની એક ટ્યૂબ મેળવી હતી.એક વાતાવરણ દબાણે પેક કરવામાં આવેલી ટ્યૂબ ખોલતાંની સાથે જેલ જેવી પેસ્ટ આઇએસએસના નીચા દબાણમાં બહાર નીકળી ગઈ હતી.આવા ગુરુત્વાકર્ષણ રહિત વાતાવરણમાં મસાલેદાર વાનગી સાચવી રાખવી કઠીન હતી.[૧૧]

16 એપ્રિલ (April 16)2007 (2007)એ તેણી કક્ષામાં મેરેથોન લગાવનારી પ્રથમ મહિલા બની.[૧૨]વિલિયમ્સે ચાર કલાક અને ચોવીસ મિનીટ[૧૩][૧૪][૧૫]માં બોસ્ટન મેરેથોન 2007 (2007 Boston Marathon) પૂરી કરીઅન્ય અવકાશયાત્રી સભ્યોએ તેને દોડ દરમિયાન વધાવી લીધી હોવાનું અને સંતરા આપ્યાનું જણાવાયું હતું.વિલિયમ્સની બહેન, દિના પંડ્યા અને સાથી અવકાશયાત્રી કેરેન એલ. નાઇબર્ગ (Karen L. Nyberg) પૃથ્વી પરની મેરેથોનમાં દોડ્યા હતા અને વિલયમ્સે મિશન કન્ટ્રોલ પરથી તેમની પ્રગતિની જાણકારી મેળવી હતી.2008માં વિલિયમ્સે ફરી એક વાર પૃથ્વી પરની બોસ્ટન મેરેથોનમાં ભાગ લીધો હતો.એ જ વર્ષે, ગેઇમ શો ડ્યુઅલ (Duel)માં એ ઇવેન્ટ પરથી પ્રશ્ન તૈયાર કરવામાં આવ્યો હતો.જવાબો હતાઃ લંડન, ન્યૂ યોર્ક, આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન, પેરિસ.સૌથી સાચો જવાબ હતો આઇએસએસ (ISS).

એસટીએસ-117 (STS-117)ના મિશન એટલાન્ટિસ (Atlantis) પરથી વિલિયમ્સને પાછા પૃથ્વી પર લાવવાના 26 એપ્રિલ (April 26), 2007 (2007)ના નિર્ણયને પગલે, ભૂતપૂર્વ સાથી અવકાશયાત્રી કમાન્ડર માઇકેલ લોપેઝ-એલિગેરીયાએ તાજેતરમાં તોડેલો યુએસ સિંગર સ્પેસફ્લાઇટનો વિક્રમ તેઓ તોડી શક્યા નહોતા. (Michael Lopez-Alegria)જોકે, એક મહિલા દ્વારા સોથી લાંબી સ્પેસ ફ્લાઇટનો વિક્રમ તેમણે અવશ્ય નોંધાવ્યો હતો.[૧][૧૬][૧૭]

એસટીએસ (STS)-117[ફેરફાર કરો]

વિલિયમ્સે એસટીએસ (STS)-117 (STS-117)ના મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી અને એસટીએસ-117 મિશનના અંતે 22 જૂન (June 22), 2007 (2007)એ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા હતા.અવકાશયાન એટલાન્ટિસે પરોઢિયે 3.49 ઇડીટી (EDT)એ કેલિફોર્નિયામાં એડવર્ડ એર ફોર્સ બેઇઝ ખાતે ઉતરાણ કર્યું હતું. અવકાશમાં 195 દિવસના વિક્રમ રોકાણ બાદ વિલિયમ્સ ઘરેપાછા ફર્યા હતા.

ખરાબ હવામાનને કારણે મિશન મેનેજરોન કેપ કેનેવરલમાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે 24 કલાકમાં ઉતરાણના ત્રણ પ્રયાસો રદ કરવા પડ્યા હતા અને એટલાન્ટિસને મોજાવે રણમાં એડવર્ડ્સ તરફ વાળવું પડ્યું હતું.યાનના ઉતરાણ બાદ નાસાના મિશન કન્ટ્રોલે કાફલાના વિલિયન્સ અને અન્ય છ સભ્યોને કહ્યું, “વેલકમ બેક, મહાન મિશન બદલ ધન્યવાદ”.[૧૮]

ઉતરાણ બાદ, એબીસી (ABC) ટેલિવિઝન નેટવર્કે 41-વર્ષીય સુનિતાની સપ્તાહની વ્યક્તિ તરીકે પસંદગી કરીનેટવર્કે નોંધ્યું હતું કે, ડીસેમ્બરમાં તેમણે તેમના લાંબા વાળ કપાવી દીધા હતા, જેથી તે માંદગીને કારણે પોતાના વાળ ગુમાવી દેનારા લોકોને દાનમાં આપી શકે.

ભારતની મુલાકાતે[ફેરફાર કરો]

સપ્ટેમ્બર 2007માં, સુનિતા વિલિયમ્સે ભારત (India)ની મુલાકાત લીધીતેમણે ગુજરાત (Gujarat)માં 1915માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ સ્થાપેલા સાબરમતી આશ્રમ (ashram)ની અને તેમના વતનના ગામ ઝુલાસણની મુલાકાત લીધી. તેમના પિતા ડો. દિપક પંડ્યા સાથે વતનથી નજીક સર્વ વિદ્યાલય (S.V) કડી (મહેસાણા)અને સ્વામી વિવેકનંદ ઍજ્યુકેસન ટ્રસ્ટ(મેઘના છાત્રલય)ની મુલાકાત દરમ્યન ઝલાવાડી સમાજની કન્યાઓને ઍક પ્રેરણા મુર્તિ બન્યા હતા. તેમને વિશ્વ ગુજરાત સોસાયટી (World Gujarati Society) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ (Sardar Vallabhbhai Patel Vishwa Pratibha Award) એનાયત થયો. ભારતીય નાગરિકત્વ નહીં ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિ (person of Indian origin)ને પ્રથમવાર આ એવોર્ડ એનાયત થયો.તેમણે તેમના ભત્રીજાની વર્ષગાંઠે તેમના કાકાના ઘરની પણ મુલાકાત લીધી હતી.4 ઓક્ટોબર (October 4), 2007 (2007)એ વિલિયમ્સે અમેરિકન એમ્બેસી સ્કુલ (American Embassy School)ની મુલાકાત લીધી, અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan)[૧૯] ખાતે ભારતના રાષ્ટ્રપતિ (Indian President) પ્રતિભા પાટિલ (Pratibha Patil)ને મળ્યા હતા.

સાથે

કમાન્ડર વિલિયમ્સ

વ્યક્તિગત[ફેરફાર કરો]

વિલિયમ્સ માઇકલ વિલિયમ્સને પરણ્યા છે.તેમના લગ્નને 16 વર્ષ થઈ ગયા. બંને તેમની કારકિર્દીની શરુઆતમાં હેલિકોપ્ટર ઉડાડતા હતા.તેમને કોઈ બાળકો નહોતા, પરતુ તેમણે ગોર્ડી નામના જેક રેસલ ટેરીયર (Jack Russell Terrier)ને પાળ્યું હતું.તેમની ઇતર પ્રવૃત્તિઓમાં રનિંગ, સ્વિમિંગ, બાઇકિંગ, ટ્રાયથ્લોન્સ, વિન્ડસર્ફિંગ, સ્નોબોર્ડિંગ અને બો હન્ટિંગનો સમાવેશ થાય છે.તે બોસ્ટન રેડ સોક્સ (Boston Red Sox)ની ઉત્સાહી પ્રશંસક છે.તેમના માતા-પિતા બોની પંડ્યા અને ડો. દિપક પંડ્યા (Deepak Pandya) છે, જેઓ ફેલમાઉથ (Falmouth), મેસેચ્યુસેટ્સ (Massachusetts)માં વસે છે.દિપક પંડ્યા વિખ્યાત ન્યૂરોએનાટોમિસ્ટ (neuroanatomist) છે.વિલિયમ્સના પિતાના મૂળ છેક ગુજરાત (Gujarat), ભારત (India) સુધી જાય છે અને તેઓ ભારતમાં તેમના પિતાના કુટુંબની મુલાકાત લેવા આવતા હોય છે. તેમની માતા સ્લોવેનીઝ (Slovene) વંશના છે.[૨૦]

સંગઠનો[ફેરફાર કરો]

પુરસ્કારો અને બહુમાનો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 2. ૨.૦ ૨.૧ Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 3. એસ્ટ્રોનોટ બાયો: સુનિતા વિલિયમ્સ (5/2008)
 4. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 5. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 6. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 9. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 10. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 11. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 12. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 13. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 15. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 16. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 17. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 18. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 19. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 20. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]

ઢાંચો:NASA Astronaut Group 17