લખાણ પર જાઓ

સુભદ્રાદેવી

વિકિપીડિયામાંથી

ડૉ. સુભદ્રાદેવી (મૂળ શાર્લોટે ક્રાઉસે) જર્મન મૂળના લેખિકા અને સંશોધક હતાં. તેણીએ ગુજરાતી ભાષા, જૂની ગુજરાતી, જૈન ધર્મ અને જૈન દર્શન પર સંશોધન કર્યું હતું.[][]

જીવન પરિચય

[ફેરફાર કરો]

શાર્લોટે ક્રાઉસેનો જન્મ ૧૮૯૫ની ૧૮મી મેના રોજ જર્મનીના હલ્લે શહેરમાં થયો હતો. તેણીનાં માતા એન્ના અને પિતા હર્મન હતાં.[] ૧૯૧૪માં તેણીએ પોતાનું મેટ્રિક પાસ કર્યું અને પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા પછી અભ્યાસમાં બે વર્ષનો વિરામ લેવો પડ્યો.[] બાદમાં તેણી મારબર્ગ યુનિવર્સિટીમાં વિજ્ઞાનના વિદ્યાર્થીની તરીકે દાખલ થયાં પણ ત્યાં તેમને તત્વજ્ઞાન અને ઇતિહાસમાં રસ પડ્યો.[] ત્યારબાદ તેણીએ ધર્મ અને તત્વજ્ઞાન વિષયમાં વિશેષજ્ઞની પદવી મેળવવાનું નક્કી કર્યું. ૧૯૨૦માં તેણીને લેઇપઝેગમાંથી પીએચ.ડી.ની પદવી મળી અને પછી, પોતાની જાતને ભારતવિદ્યાને સમર્પિત કરવાનું નક્કી કર્યું.[]

પ્રસિદ્ધ કૃતિઓ

[ફેરફાર કરો]
  • ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ (૧૯૫૧). અમદાવાદ: ગુજરાત વિદ્યાસભા

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "જૈનત્વની સુગંધથી આકર્ષાયેલી એક જર્મન સન્નારી ડૉ. શાર્લોટે ક્રાઉઝે". www.gujaratsamachar.com. મેળવેલ 2024-09-12.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Krause, Charlotte (1999). German Jaina Śravikā Dr. Charlotte Krause: Her Life & Literature (અંગ્રેજીમાં). Pārśvanātha Vidyāpīṭha. ISBN 978-81-86715-43-7. પૃ:૨૫-૨૭.