લખાણ પર જાઓ

સુષ્મિતા બેનર્જી

વિકિપીડિયામાંથી
સુષ્મિતા બેનર્જી
જન્મસુષ્મિતા બેનર્જી / સુષ્મિતા બંધોપાધ્યાય
૧૯૫૬
કલકત્તા, ભારત
મૃત્યુ૪/૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (૫૭ વર્ષની ઉંમરે)
પકટીકા પ્રાંત
નોંધપાત્ર સર્જનોકાબુલીવાલાર બંગાળી બહુ
(A Kabuliwala's Bengali Wife)
જીવનસાથીજાનબાઝ ખાન

સુષ્મિતા બેનર્જી, કે જેઓ સુષ્મિતા બંધોપાધ્યાય અથવા સૈયદા કમલા તરીકે પણ ઓળખાય છે,[] (૧૯૫૬ - ૪/૫ સપ્ટેમ્બર ૨૦૧૩), ભારતની લેખિકા અને કાર્યકર્તા હતાં. તેમનાં પુસ્તકોમાં તેમના સંસ્મરણ કાબુલીવાલાર બંગાળી બહુ (કાબુલીવાળાની બંગાળી વહુ, ૧૯૯૭) નો સમાવેશ થાય છે.[] આ સંસ્મરણ એક અફ્ઘાન સાથે તાલિબાન શાસન દરમિયાન કરેલા લગ્ન પર આધારિત છે. આ વાર્તાનો ઉપયોગ બોલીવુડ ફિલ્મ એસ્કેપ ફ્રોમ તાલિબાનના આધાર તરીકે કરવામાં આવ્યો હતો. મનિષા કોઈરાલાએ તેમની ભૂમિકા અદા કરી હતી.

૪ સપ્ટેમ્બરની સાંજે અથવા ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ની વહેલી સવારે અફઘાનિસ્તાનના પક્ટીકા પ્રાંતમાં તેમના ઘરની બહાર શંકાસ્પદ તાલિબાન આતંકવાદીઓ દ્વારા તેણીની ૪૯ વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી. []

સુષ્મિતા બેનર્જીનો જન્મ કલકત્તા (હાલના કોલકાતા, ભારત)માં મધ્યમ વર્ગના બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા નાગરિક સંરક્ષણ વિભાગમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી હતાં. તે તેના ત્રણ ભાઈઓની એકમાત્ર બહેન હતી. તેણી પ્રથમ વખત તેમના ભાવિ પતિ જાનબાઝ ખાન - એક અફઘાન ઉદ્યોગપતિને કલકત્તામાં થિયેટર રિહર્સલમાં મળી[] અને ૨ જુલાઈ ૧૯૮૮ના રોજ તેની સાથે લગ્ન કર્યા.[] લગ્ન ગુપ્ત રીતે કોલકાતામાં થયા, કારણ કે તેણીને ડર હતો કે તેના માતાપિતા વાંધો ઉઠાવશે. જ્યારે તેના માતાપિતાએ તેમને છૂટાછેડા લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ખાન સાથે અફઘાનિસ્તાન ભાગી ગયાં.[]

પછી તેમને ખબર પડી કે તેના પતિને પહેલેથી જ એક પત્ની ગુલગુતી હતી.[] આઘાત લાગ્યો હોવા છતાં, તે પાટિયા ગામમાં ખાનના પૈતૃક મકાનમાં, તેમના ત્રણ ભાઈ-ભાભી, તેમની પત્નીઓ અને બાળકો સાથે રહેવાનું ચાલુ રાખ્યું.[] ખાન બાદમાં પોતાનો વ્યવસાય ચાલુ રાખવા કોલકાતા પાછા ફર્યા, પરંતુ બેનર્જી પાછા ન આવી શક્યાં.

બેનર્જીએ અફઘાનિસ્તાનથી ભાગી જવાના બે નિષ્ફળ પ્રયાસો કર્યા. તેમને પકડવામાં આવ્યાં અને પછી નજરકેદ રાખવામાં આવ્યાં. તેમની સામે એક ફતવો બહાર પાડવામાં આવ્યો હતો અને તે મુજબ ૨૨ જુલાઈ ૧૯૯૬ના રોજ તેનું મૃત્યુ થવાનું હતું.[] ગામના વડાની મદદથી તે છેવટે ભાગી ગયાં. તેઓ કાબુલ પહોંચ્યાં અને ૧૨ ઑગસ્ટ ૧૯૯૫ના રોજ કોલકાતા માટે ફ્લાઇટ લીધી.

૨૦૧૩ સુધી તેઓ ભારતમાં રહ્યાં, અને અનેક પુસ્તકો પ્રકાશિત કર્યાં. અફઘાનિસ્તાન પરત ફર્યા પછી, તેમણે દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનમાં પક્ટીકા પ્રાંતમાં આરોગ્ય કાર્યકર તરીકે કામ કર્યું, અને સ્થાનિક મહિલાઓના જીવનનું શૂટિંગ શરૂ કર્યું.[]

મૃત્યુ

[ફેરફાર કરો]

અફઘાન પોલીસના જણાવ્યા મુજબ, શંકાસ્પદ તાલિબાન આતંકવાદીઓએ ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ની રાત્રે પક્ટીકામાં તેના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરી હતી. તેઓએ તેના પતિને બાંધી દીધો અને તેની સાથે ફરાર થઈ ગયા. તેના મૃતદેહ બીજા દિવસે વહેલી સવારે પ્રાંતીય રાજધાની શરાનાની હદમાંથી મળી આવ્યા હતા. શરીર પર ૨૦ ગોળીઓના નિશાન હતા. પોલીસને લાગ્યું કે તેણીને વિવિધ કારણોસર નિશાન બનાવવામાં આવી હશે.[] તાલિબાને સંડોવણીનો ઇનકાર કર્યો હતો.[] બાદમાં, એક પાખંડી તાલિબાન લશ્કરી જૂથના પ્રવક્તાએ જાહેરાત કરી કે તેણે બેનર્જીને મારી નાખ્યા છે કારણ કે તેઓ માનતા હતા કે તેઓ "ભારતીય જાસૂસ" છે. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Indian author Sushmita Banerjee executed in Afghanistan by Taliban". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 5 September 2013. મેળવેલ 5 September 2013.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Exclusive: Knowing Sushmita Banerjee". Rediff.com. 5 September 2013. મેળવેલ 5 September 2013.
  3. Narayan, Chandrika; Popalzai, Masoud (5 September 2013). "Afghan militants target, kill female author, police say". CNN. મેળવેલ 5 September 2013.
  4. Biswas, Soutik (6 September 2013). "Indian diarist Sushmita Banerjee 'had no fear'". BBC News. મેળવેલ 7 September 2013.
  5. "Indian author Sushmita Banerjee executed in Afghanistan by Taliban". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 5 September 2013. મેળવેલ 5 September 2013.
  6. "Sushmita Banerjee was killed for not wearing burqa?". Zee News. 2013-09-06.
  7. "Indian diarist Sushmita Banerjee shot dead in Afghanistan". BBC News. 5 September 2013.
  8. Yousafzai, Sami and Moreau, Ron (14 September 2013) ‘We Killed Sushmita Banerjee’ Says Renegade Taliban Militia thedailybeast.com