સૈફ પાલનપુરી
Appearance
સૈફ પાલનપુરી | |
---|---|
જન્મ | પાલનપુર |
સૈફ પાલનપુરી (મૂળનામ: સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા) મુશાયરા પ્રવૃત્તિના અગ્રેસર ગઝલકાર હતા.
તેમનો જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ ના રોજ પાલનપુરમાં થયો હતો. તેમની માતાનું નામ રૂકૈયાબાઈ અને પિતાનું નામ ગુલામઅલી હતું. એમનાં ગુજરાતી ગઝલકાર બનવા પાછળ શયદાનો હાથ હતો[૧] અને એટલે એમણે તેમને પોતાના ઉસ્તાદ માનેલા અને સૈફ પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા.
તેમનું અવસાન ૭ મે, ૧૯૮૦ ના રોજ થયુ હતું.
મુખ્ય રચનાઓ
[ફેરફાર કરો]- ગઝલસંગ્રહો: ઝરુખો (૧૯૬૮)[૧], હિંચકો (૧૯૭૧)[૧], એજ ઝરુખો એજ હીંચકો.
- સંપાદન: મરીઝ સાહેબ સાથે “બગીચો” નામનું સંપાદન.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "'શાંત ઝરૂખે'ના નઝમકાર સૈફ પાલનપુરી". ગુજરાત સમાચાર. 2020-08-09. મેળવેલ 2021-04-18.