સૈયદ મુસ્તાક અલી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભારતીય ધ્વજ
મુસ્તાક અલી
ભારત (IND)
મુસ્તાક અલી
બેટિંગ સ્ટાઇલ જમણેરી (Right-hand bat)
બોલીંગ સ્ટાઇલ ધીમી ડાબોડી પુરાતન (Slow left-arm orthodox)
ટેસ્ટ મેચ પ્રથમ દરજ્જાનું ક્રિકેટ
મેચ ૧૧ ૨૨૬
બનાવેલા રન ૬૧૨ ૧૩૨૧૩
બેટિંગ એવરેજ ૩૨.૨૧ ૩૫.૯૦
૧૦૦/૫૦ ૨/૩ ૩૦/૬૩
ટોપ સ્કોર ૧૧૨ ૨૩૩
નાખેલા બોલ ૩૭૮ ૯૭૦૨
વિકેટ ૧૬૨
બોલિંગ એવરેજ ૬૭.૩૩ ૨૯.૩૪
ઇનિંગમાં ૫ વિકેટ -
મેચમાં ૧૦ વિકેટ -
ઉત્તમ બોલિંગ ૧/૪૫ ૭/૧૦૮
કેચ/સ્ટમ્પીંગ ૭/- ૧૬૦/-

ટેસ્ટ પ્રવેશ: જાન્યુઆરી ૫, ૧૯૩૪
છેલ્લી ટેસ્ટમેચ: ફેબ્રુઆરી ૬, ૧૯૫૨
સ્ત્રોત: [૧]

</noinclude>

સૈયદ મુસ્તાક અલી About this sound ઉચ્ચાર  (ડીસેમ્બર ૧૭, ૧૯૧૪ – જૂન ૧૮, ૨૦૦૫) ભુતપૂર્વ ભારતીય ક્રિકેટર હતા, અને આક્રમક ટેસ્ટ બેટ્સમેન હતા. અલી ભારત બહાર પ્રથમ ટેસ્ટ સદી કરવાનું ગૌરવ ધરાવતા હતા, જે તેમણે ૧૯૩૬ માં 'માન્ચેસ્ટર' ઇંગ્લેન્ડમાં બનાવેલ. તેમનો જન્મ ડીસેમ્બર ૧૭, ૧૯૧૪ નાં રોજ ઇન્દોર,મધ્ય પ્રદેશમાં થયેલ.

'વિઝ્ડન' (Wisden) ખાસ ખિતાબ વિજેતા, તેમણે ૧૯૩૬ નાં પ્રવાસ દરમિયાન ચાર પ્રથમકક્ષાની સદીઓ ફટકારેલ. તે ઓપનિંગ કે મધ્ય ક્રમનાં જમણેરી બેટ્સમેન અને ધીમાં ડાબોડી બોલર હતા.

જ્યારે ક્રિકેટની રમત ભારતમાં હજુ શરૂઆતી તબક્કામાં હતી ત્યારે અલી મોટાપાયે ક્ષેત્રીય ટીમ અને ખાનગી ક્રિકેટ કલબો માટે રમતા. તેઓ ફક્ત રમતમાંજ કિંવદંતિરૂપ નહીં પણ તેમના સમયનાં મહાનાયક પણ હતા, અને ભારતીય યુવાપેઢીનાં પ્રેરણામુર્તિ સમા હતા. અન્ય એક મહાન ખેલાડી વિજય મર્ચંટ (Vijay Merchant) સાથે જોડાઇને, અલીની આક્રમક અને તાકતવર ફટકાબાજીએ ટીમને વર્ષો સુધી એક જોશપૂર્ણ અને દંતકથારૂપ ઓપનિંગ ભાગીદારી આપેલ.

તેમને ૧૯૬૪ માં પદ્મશ્રી પુરસ્કાર અપાયો અને તેઓનાં રમત પ્રત્યેનાં યોગદાન બદલ 'મેર્લબોન ક્રિકેટ કલબ'નાં આજીવન સભ્ય બનાવાયેલ. તેઓનું અવસાન, જૂન ૧૮, ૨૦૦૫ નાં રોજ, ૯૦ વર્ષની ઉંમરે,ઇન્દોર,મધ્ય પ્રદેશમાં થયેલ. તેઓ પોતાની પાછળ બે પૂત્ર અને બે પૂત્રીનો પરિવાર છોડી ગયા.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]