સોનિયા ગાંધી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સોનિયા ગાંધી

ભારત દેશમાં ઇ. સ. ૨૦૦૦થી શરૂ થતા દાયકાના સૌથી શક્તિશાળી મહીલા નેતા તરીકે પ્રસ્થાપિત, સોનિયા ગાંધીનો પ્રભાવ કરોડો લોકો પર છે. ઈટાલી દેશના એક સામાન્ય કુટુંબમાં જન્મેલા સોનિયા ભારતના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારના કુંવરને પરણ્યા એ કથા કોઈ પરીકથા જેમ લાગે છે. સોનિયા આજે ભારતના મુખ્ય રાજકીય પક્ષ એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જબરદસ્ત પ્રભાવ ધરાવે છે. અને આ પ્રભાવની અવગણના તેમના વિરોધીઓ પણ ના કરી શકે.