લખાણ પર જાઓ

સૌરવ ગાંગુલી

વિકિપીડિયામાંથી
સૌરવ ગાંગુલી
અંગત માહિતી
પુરું નામસૌરવ ચંડીદાસ ગાંગુલી
જન્મ (૧૯૭૨-૦૭-૦૮) ૮ જુલાઈ ૧૯૭૨ (ઉંમર ૫૩)
બેહાલા, કલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત
હુલામણું નામદાદા, પ્રિન્સ ઓફ કોલકત્તા
ઉંચાઇ5 ft 11 in (1.80 m)
બેટિંગ શૈલીડાબોડી
બોલીંગ શૈલીરાઈટા આર્મ મિડિયમ ફાસ્ટ બોલિંગ
ભાગબેટ્સમેન
સંબંધો
ડોના ગાંગુલી (લ. 1997)

સ્નેહાશિષ ગાંગુલી (ભાઈ)
વેબસાઇટsouravganguly.co.in
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૨૦૬)૨૦ જૂન ૧૯૯૬ v ઈગ્લેન્ડ
છેલ્લી ટેસ્ટ૬ નવેમ્બર ૨૦૦૮ v ઓસ્ટ્રેલિયા
ODI debut (cap ૮૪)૧૧ જાન્યુઆરી ૧૯૯૨ v વેસ્ટ ઇન્ડિઝ
છેલ્લી એકદિવસીય૧૫ નવેમ્બર ૨૦૦૭ v પાકિસ્તાન
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૯૦–૨૦૧૦બંગાળ ક્રિકેટ ટીમ
૨૦૦૦લેન્કશાયર કાઉન્ટી ક્લબ
૨૦૦૫ગ્લેમોર્ગન કાઉન્ટી ક્લબ
૨૦૦૬નોર્થ એમ્પ્ટોન્શાયર કાઉન્ટી ક્લબ
૨૦૦૮–૨૦૧૦કલકત્તા નાઈટ રાઈડર્સ
૨૦૧૧–૨૦૧૨પુણે વોરિયર્સ ઈન્ડિયા
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ વન ડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ લિસ્ટ એ ક્રિકેટ
મેચ ૧૧૩ ૩૧૧ ૨૫૪ ૪૩૭
નોંધાવેલા રન ૭,૨૧૨ ૧૧,૩૬૩ ૧૫,૬૮૭ ૧૫,૬૨૨
બેટિંગ સરેરાશ ૪૨.૧૭ ૪૧.૦૨ ૪૪.૧૮ ૪૩.૩૨
૧૦૦/૫૦ ૧૬/૩૫ ૨૨/૭૨ ૩૩/૮૯ ૩૧/૯૭
ઉચ્ચ સ્કોર ૨૩૯ ૧૮૩ ૨૩૯ ૧૮૩
નાંખેલા બોલ ૩,૧૧૭ ૪,૫૬૧ ૧૧,૧૦૮ ૮,૧૯૯
વિકેટો ૩૨ ૧૦૦ ૧૬૭ ૧૭૧
બોલીંગ સરેરાશ ૫૨.૫૩ ૩૮.૪૯ ૩૬.૫૨ ૩૮.૮૬
ઇનિંગમાં ૫ વિકેટો
મેચમાં ૧૦ વિકેટો
શ્રેષ્ઠ બોલીંગ ૩/૨૮ ૫/૧૬ ૬/૪૬ ૫/૧૬
કેચ/સ્ટમ્પિંગ ૭૧/– ૧૦૦/– ૧૬૮/– ૧૩૧/–
Source: Cricinfo, ૨ જાન્યુઆરી ૨૦૧૩

સૌરવ ગાંગુલી (જન્મ ૮ જુલાઈ ૧૯૭૨), દાદાના હુલામણા નામથી જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર, કોમેન્ટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન છે. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધ્યક્ષ છે.[] અને વિઝડન ભારતના સંપાદકીય બોર્ડના અધ્યક્ષ છે.[] પોતાની ક્રિકેટ કારર્કિર્દી દરમિયાન ગાંગુલીએ પોતાને દુનિયાના અગ્રણી બેટ્સમેન તથા ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મહાનતમ સુકાની પૈકીના એક તરીકે સ્થાપિત કર્યો.[][] બેટીંગમાં ઓફ સાઈડ પરના તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તે ગૉડ ઓફ ધ ઓફ સાઈડ તરીકે પણ જાણીતો છે.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

સૌરવ ગાંગુલીનો જન્મ ૮ જુલાઈ ૧૯૭૨ના રોજ કલકત્તામાં થયો હતો. તેઓ ચંડીદાસ અને નિરુપા ગાંગુલીના સૌથી નાના પુત્ર હતા.[][]ચંડીદાસ છાપખાનનો સફળ વ્યવસાય ધરાવતા હતા અને તેઓ શહેરના સૌથી ધનાઢ્ય લોકો પૈકીના એક હતા. ગાંગુલીનું બાળપણ ખૂબ જ વૈભવવિલાસ વાળું હતું. આ ઉપરથી તેમનું હુલામણું નામ મહારાજા પડ્યું હતું. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ૭૩ વર્ષની ઉંમરે ગાંગુલીના પિતાનું અવસાન થયું હતું. મોટાભાઈ સ્નેહાશિષ ગાંગુલી બંગાળ ક્રિકેટ ટીમ તરફથી રમતા હોઈ તેમણે પણ ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

કારકિર્દી

[ફેરફાર કરો]

ગાંગુલીએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત શાળા તેમજ રાજ્યસ્તરની ટીમમાં રમવાની સાથે કરી હતી. રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી જેવી ક્ષેત્રીય ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બાદ ગાંગુલીએ રાષ્ટ્રીય ટીમ તરફથી ઇંગ્લેન્ડ સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. લોર્ડ્સના મેદાનમાં પોતાની પ્રથમ ટેસ્ટમાં જ તેણે ૧૩૧ રન બનાવ્યા હતા. ટ્રેન્ટબ્રીજ ખાતેની બીજી ટેસ્ટમાં તેણે ૧૩૬ રન બનાવ્યા હતા. ટેસ્ટ કારકિર્દીમાં તેણે કુલ ૧૧૩ મેચમાં ૭૨૧૨ બનાવ્યા હતા.

એકદિવસીય મેચમાં તેણે ૧૧,૦૦૦થી વધુ રન બનાવ્યા છે.

સુકાનીપદ

[ફેરફાર કરો]

૨૦૦૦માં સચિન તેંડુલકરના રાજીનામા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની તરીકે સૌરવ ગાંગુલીની નિમણુંક કરવામાં આવી. તેણે કપ્તાની સંભાળી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વમાં આઠમા સ્થાન પર હતી. તેના સુકાની પદ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ તે સમયના પોતાના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમ સુધી પહોચવામાં સફળ રહી હતી. તેના સુકાની પદ હેઠળ ૨૦૦૨માં ઇંગ્લેન્ડની ધરતી પર રમાયેલી નેટવેસ્ટ ટ્રોફી જીતી ભારતે વિદેશની ધરતી પર મહત્ત્વની જીત મેળવી હતી. ૨૦૦૩ના ક્રિકેટ વિશ્વકપમાં ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં કપ્તાન તરીકે તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી હતી. આ જ અરસામાં વ્યગ્તિગત પ્રદર્શન કથળતાં રાષ્ટ્રીય ટીમમાંથી તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ૨૦૦૬માં રાષ્ટ્રીય ટીમમાં પુન:પસંદગી કરવામાં આવી હતી. કોચ ગ્રેગ ચેપલ સાથેના અણબનાવ બાદ તેને ફરી વાર પડતો મુકવામાં આવ્યો હતો. ૨૦૦૭ના વિશ્વકપ માટે તેની પુન:પસંદગી કરવામાં આવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સુકાની તરીકે ૪૯માંથી ૨૧ ટેસ્ટમેચ જીતી તે સમયનો સૌથી સફળ ભારતીય કપ્તાન બન્યો હતો.[]

૨૦૦૮માં તેણે કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમનુ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં સુકાન સંભાળ્યું. આ જ વર્ષે ઘરઆંગણે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

ગાંગુલી ઈન્ડિયન પ્રિમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલના ચાર સદસ્યો પૈકી એક છે. તેની નિમણૂક સુપ્રીમ કોર્ટ દ્વારા જાન્યુઆરી ૨૦૧૬માં કરવામા આવી છે.[] તેઓ IPLની તકનીકી સમિતિના સભ્ય પણ છે.[૧૦]

વિપક્ષી ટીમ સામે ટેસ્ટ મેચ પ્રદર્શન બેટિંગ (આંકડા)[૧૧]
વિપક્ષી ટીમ મેચ રન સરેરાશ ઉચ્ચ સ્કોર ૧૦૦ / ૫૦
ઑસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ૨૪ ૧૪૦૩ ૩૫.૦૭ ૧૪૪ ૨ /૭
Bangladesh બાંગ્લાદેશ ૩૭૧ ૬૧.૮૩ ૧૦૦ ૧ / ૩
ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ૧૨ ૯૮૩ ૫૭.૮૨ ૧૩૬ ૩ / ૫
ન્યૂઝીલેન્ડ ન્યુઝીલૅન્ડ ૫૬૩ ૪૬.૯૧ ૧૨૫ ૩ / ૨
પાકિસ્તાન પાકિસ્તાન ૧૨ ૯૦૨ ૪૭.૪૭ ૨૩૯ ૨ / ૪
દક્ષિણ આફ્રિકા દ. આફ્રિકા ૧૭ ૯૪૭ ૩૩.૮૨ ૮૭ ૦ / ૭
શ્રીલંકા શ્રીલંકા ૧૪ ૧૬૪ ૪૬.૨૬ ૧૭૩ ૩ / ૪
Cricket West Indies વેસ્ટ ઈન્ડિઝ ૧૨ ૪૪૯ ૩૨.૭ ૭૫* ૦ / ૨
Zimbabwe ઝીમ્બામ્વે ૫૩૦ ૪૪.૧૬ 136 ૨ / ૧
કુલ ૧૧૩ ૭૨૧૨ ૪૨.૧૭ ૨૩૯' ૧૬ / ૩૫
વિપક્ષી ટીમ સામે એકદિવસીય મેચ પ્રદર્શન બેટિંગ (આંકડા)[૧૨]
વિપક્ષી ટીમ મેચ રન સરેરાશ ઉચ્ચ સ્કોર ૧૦૦ / ૫૦
ઑસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ૩૫ ૭૭૪ ૨૩.૪૫ ૧૦૦ ૧ / ૫
Bangladesh બાંગ્લાદેશ ૧૦ ૪૫૯ ૫૭.૩૭ ૧૩૫* ૧ / ૪
ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ૨૬ ૯૭૫ ૩૯.૦૦ ૧૧૭* ૧ / ૭
ન્યૂઝીલેન્ડ ન્યુઝીલૅન્ડ ૩૨ ૧૦૭૯ ૩૫.૯૬ ૧૫૩* ૩ / ૬
પાકિસ્તાન પાકિસ્તાન ૫૩ ૧૬૫૨ ૩૫.૧૪ 141 ૨ / ૯
દક્ષિણ આફ્રિકા દ. આફ્રિકા ૨૯ ૧૩૧૩ ૫૦.૫૦ ૧૪૧* ૩ / ૮
શ્રીલંકા શ્રીલંકા ૪૪ ૧૫૩૪ ૪૦.૩૬ ૧૮૩ ૪ / ૯
Cricket West Indies વેસ્ટ ઈન્ડિઝ ૨૭ ૧૧૪૨ ૪૭.૫૮ ૯૮ ૦ / ૧૧
Zimbabwe ઝિમ્બામ્વે ૩૬ ૧૩૬૭ ૪૨.૭૧ ૧૪૪ ૩ / ૭
ICC વર્લ્ડ ઈલેવન ૨૨ ૨૨.00 ૨૨ 0 / 0
દક્ષિણ આફ્રિકા આફ્રિકા ઈલેવન ૧૨૦ ૬૦.૦૦ ૮૮ 0 / ૧
બર્મુડા ૮૯ ૮૯.૦૦ ૮૯ 0 / ૧
આયરલૅન્ડ ૭૩ ૭૩* 0 / ૧
કેન્યા કેન્યા ૧૧ ૫૮૮ ૭૩.૫૦ ૧૧૧* ૩ / ૨
નામિબિયા નામીબિયા ૧૧૨ ૧૧૨* ૧ / 0
નેધરલેંડ નેધરલૅન્ડ ૮.00 0 / 0
યુ.એ.ઈ. ૫૬ ૫૬.00 ૫૬ 0 / ૧
કુલ ૩૧૧ ૧૧૩૬૩ ૪૧.૦૨ ૧૮૩ ૨૨ / ૭૨

સન્માન

[ફેરફાર કરો]
સૌરવ ગાંગુલીને (ડાબે) પદ્મશ્રી પુરસ્કાર (૨૦૦૪) આપતા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ (જમણે)
  • ૨૦૦૪માં પદ્મશ્રી પુરસ્કાર[૧૩]
  • સતત ચાર મેચમાં મેન ઓફ ધ મેચ એવૉર્ડ જીતનાર એકમાત્ર ક્રિકેટર[૧૪]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Sourav Ganguly appointed Cricket Association of Bengal chief". TOI. 24 September 2012. મૂળ સંગ્રહિત માંથી 6 January 2016 પર સંગ્રહિત. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  2. "Wisden India Editorial Board". Wisden India. 27 May 2012. મૂળ માંથી 15 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2012. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  3. https://www.sports.ndtv.com/cricket/players/197-sourav-ganguly-playerprofile%3famp=1&akamai-rum=off%5B%5D
  4. "Sourav Ganguly Profile | Sourav Ganguly Cricket Career | Cricket Stats – News18 | ICC World Cup 2019 Match Result". News18.
  5. Press Trust of India. Sourav Ganguly: God Of The Off-Side. NDTV.
  6. "Cricinfo – Players and Officials – Sourav Ganguly". Cricinfo Magazine. ESPN. મૂળ સંગ્રહિત માંથી 20 June 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 May 2008. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  7. Datta 2007, p. 21
  8. Martin Williamson. "Successful Indian test captain in overseas". Cricinfo. મૂળ માંથી 28 February 2014 પર સંગ્રહિત. મેળવેલ 3 September 2012. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  9. "Governing Council". મૂળ સંગ્રહિત માંથી 6 June 2017 પર સંગ્રહિત. મેળવેલ 24 April 2017. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  10. "IPL Committees". IPLT20. મૂળ સંગ્રહિત માંથી 6 June 2017 પર સંગ્રહિત. મેળવેલ 24 April 2017. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  11. "Sourav Ganguly – Test Matches / Batting Analysis". ESPNcricinfo. મૂળ માંથી 6 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 December 2015. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  12. "Sourav Ganguly – ODI Matches / Batting Analysis". ESPNcricinfo. મૂળ માંથી 10 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 December 2015. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  13. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  14. "Man-of-the-Match monopoly". Cricinfo (અંગ્રેજીમાં). મેળવેલ 23 March 2017. {{cite news}}: Check date values in: |access-date= (મદદ)