સ્ત્રી બાળહત્યા નિવારણ અધિનિયમ, ૧૮૭૦

વિકિપીડિયામાંથી
સ્ત્રી બાળહત્યા નિવારણ અધિનિયમ, ૧૮૭૦ (૧૮૭૦નો આઠમો અધિનિયમ)
સ્ત્રી બાળહત્યા રોકવા માટે બનાવવામાં આવેલો અધિનિયમ
Enacted byગર્વનર જનરલ ઑફ ઈન્ડિયાની કાઉન્સિલ વડે
Enacted૧૮ માર્ચ ૧૮૭૦
Commenced૨૦ માર્ચ ૧૮૭૦

સ્ત્રી બાળહત્યા નિવારણ અધિનિયમ, ૧૮૭૦[૧] નો કાયદો અથવા ૧૮૭૦નો આઠમો અધિનિયમ એ સ્ત્રી બાળહત્યાને રોકવા માટે બ્રિટિશ ભારતમાં પસાર કરાયેલ કાયદાકીય અધિનિયમ હતો. આ અધિનિયમની કલમ ૭એ જાહેર કર્યું હતું કે તે શરૂઆતમાં માત્ર અવધ, ઉત્તર-પશ્ચિમી પ્રાંતો અને પંજાબના પ્રદેશોમાં જ લાગુ થશે, પરંતુ આ અધિનિયમ દ્વારા ગવર્નર જનરલને તેમના વિવેકથી બ્રિટિશ રાજના અન્ય કોઈ પણ જિલ્લા અથવા પ્રાંતમાં કાયદો લંબાવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.[૨]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

બ્રિટીશરોને સ્ત્રી બાળહત્યા વિશે વિશે ૧૭૮૯માં કંપની શાસન દરમિયાન ખબર પડી.[૩] જૌનપુરના રાજપૂત પરિવારમાં આ પ્રથા પ્રચલિત હતી. ૧૮૧૭માં નોંધવામાં આવ્યું કે ગુજરાતમાં આખા તાલુકાઓ એવા હતા કે જેમાં જાડેજાઓના રાજવંશમાં કોઈ સ્ત્રી બાળક હતું જ નહીં.[૩] ત્યારબાદ અંગ્રેજોએ આ પ્રથા પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોમાં રહેતી ઉચ્ચ જ્ઞાતિઓમાં ખાસ કરીને આહિર, બેદી, ગુર્જર, જાટ, ખત્રી, લેઉવા કણબી, પટેલ, મોહ્યલ બ્રાહ્મણોમાં જોવા મળી હતી.[૩]

ખ્રિસ્તી મિશનરીઓ અને સમાજ સુધારકોના દબાણ હેઠળ ભારતીય ઉપખંડમાં સ્ત્રી શિશુઓની હત્યાના બનાવોને સમાપ્ત કરવા માટે બ્રિટિશ વસાહતી અધિકારીઓએ સ્ત્રી બાળહત્યા નિવારણ અધિનિયમ ૧૮૭૦ પસાર કર્યો. કાયદાની પ્રસ્તાવનામાં જણાવાયું છે કે સ્ત્રી શિશુઓની હત્યા બ્રિટિશ ભારતના અમુક ભાગોમાં સામાન્ય રીતે કરવામાં આવતી હોવાનું માનવામાં આવે છે; અને આ પ્રદેશો અવધ, ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને પંજાબ છે.[૪] તેથી કાયદો શરૂઆતમાં આ પ્રદેશોમાં લાગુ કરવામાં આવે છે.[૫]

કાયદા અનુસાર પોલીસ દળ બનાવવાની સત્તા આપવામાં આવી; આ પોલીસ દળ જન્મ, લગ્ન અને મૃત્યુની વહી તૈયાર કરી શકે, પોતાની વિવેક બુદ્ધિથી વસ્તી ગણતરી કરી શકે અને જે તે જિલ્લાના લોકો પર પોલીસના ખર્ચ અને મનોરંજન માટે વિશેષ કર થોપી શકે.[૬] કાયદાને અમલમાં મૂકતા પોલીસ અધિકારીઓની અવગણના કરવામાં અથવા અવરોધનારા કોઈપણને આ કાયદામાં છ મહિનાની જેલની સજા અથવા ત્રીસ હજાર રૂપિયાનો દંડ અથવા બંનેની જોગવાઈ પણ કરવામાં આવી.[૭] એક્ટની કલમ એ પોલીસ અધિકારીને કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે સ્ત્રી બાળ સુરક્ષિત ના હોય કે તે બેદરકાર હોય, તેની પાસેથી બાળ જપ્ત કરવાની તેમજ તે વ્યક્તિ પાસેથી માસિક ફી વસૂલવાની ફરજ પડે છે. [૮]

વર્તમાન સ્થિતિ[ફેરફાર કરો]

આ અધિનિયમ ૧૯૮૧ સુધી પાકિસ્તાનમાં લાગુ થતો હતો, ત્યારબાદ તેને વટહુકમ દ્વારા તેને દૂર કરવામાં આવ્યો હતો.[૯]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Indian Short Titles Act (XIV), 1897" in Government of India, Legislative Department (1899). The unrepealed general acts of the Governor General in Council: with chronological tables. From 1834 to 1903, both inclusive, Volume 6. Calcutta: Superintendent of Govt. Printing. પૃષ્ઠ 337. મેળવેલ 7 September 2011.
  2. The Unrepealed General Acts of the Governor General in Council ગુગલ બુક્સ પર.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ પૃષ્ઠ ૨૭૦, Sex-selective abortion in India : gender, society and new reproductive technologies. Patel, Tulsi. New Delhi: Sage Publications. 2007. ISBN 978-81-7829-958-7. OCLC 652130335.CS1 maint: others (link)
  4. The Unrepealed General Acts of the Governor General in Council, p. PA165, ગુગલ બુક્સ પર.
  5. Section 7 of The Unrepealed General Acts of the Governor General in Council, p. PA167, ગુગલ બુક્સ પર.
  6. The Unrepealed General Acts of the Governor General in Council, p. PA165, ગુગલ બુક્સ પર.
  7. Section 2-4 of The Unrepealed General Acts of the Governor General in Council, p. PA166, ગુગલ બુક્સ પર.
  8. Section 6 of The Unrepealed General Acts of the Governor General in Council, p. PA167, ગુગલ બુક્સ પર.
  9. Tahir Wasti, The Application of Islamic Criminal Law in Pakistan: Sharia in Practice, p. 140 footnote 137, BRILL Netherlands (2009)