લખાણ પર જાઓ

જૌનપુર

વિકિપીડિયામાંથી

જૌનપુર (હિંદી: जौनपुर, ઉર્દૂ‎‏: ﺟﻮﻥ ﭘﻮﺭ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના જૌનપુર જિલ્લાનું મુખ્ય મથક છે.

આવાગમન[ફેરફાર કરો]

વાયુ માર્ગ

જૌનપુર શહેરથી સૌથી નજીક આવેલું હવાઈમથક વારાણસી શહેરનું લાલ બહાદુર શાસ્ત્રી હવાઇમથક (બાબતપુર એરપોર્ટ) છે, જે અહિંયાથી આશરે ૨૮ કિમી. જેટલા અંતરે આવેલું છે. આ વિમાનમથક, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૬ પર આવેલું છે તથા ત્યાં જવા માટે આશરે ૪૫ મિનિટ જેટલો સમય લાગે છે.

રેલવે માર્ગ

જૌનપુર શહેરમાં ૨ (બે) મુખ્ય રેલવે સ્ટેશન આવેલાં છે, ૧. જૌનપુર જંક્શન, ૨. જૌનપુર સિટી સ્ટેશન. જૌનપુર રેલવે સ્ટેશન લખનઊ, વારાણસી તથા મુગલસરાય રેલવેલાઇન પર આવેલું છે. ગંગા યમુના એક્સપ્રેસ, સરયૂ એક્સપ્રેસ, વરૂણ એક્સપ્રેસ, ફરક્કા એક્સપ્રેસ અને શ્રમજીવી એક્સપ્રેસ જૌનપુરને અનેક શહેરો સાથે જોડતી કડી છે.

સડક માર્ગ

જૌનપુર આસપાસ આવેલાં અનેક શહેરો સાથે સડક માર્ગ દ્વારા જોડાયેલું છે. વારાણસી, અલ્હાબાદ, અયોધ્યા, લખનૌ, ગોરખપુર, આઝમગઢ વગેરે શહેરોથી જૌનપુર જવા માટે નિયમિત બસ સેવાઓ ઉપલબ્ધ છે.