લખાણ પર જાઓ

સ્મિતા તાંડી

વિકિપીડિયામાંથી
સ્મિતા તાંડી
સ્મિતા તાંડી ને ૨૦૧૬માં નારી શક્તિ એવોર્ડ મેળાવતા
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયપોલીસ હવાલદાર
નોકરી આપનારભારતીય પોલીસ સેવા
પ્રખ્યાત કાર્યફેસબુક ચળવળ

સ્મિતા તાંડી (જન્મ ૧૯૯૨) ભારતના છત્તીસગઢ રાજ્યમાં પોલીસ હવાલદાર છે. તેમણે તબીબી સારવાર માટે નાણાકીય રીતે અસમર્થ લોકોને મદદ કરવા માટે એક ભંડોળ (ફંડ)ની સ્થાપના કરી અને તેમના માનવતાવાદી પ્રયત્નોને સન્માન આપવા તેમને ૨૦૧૬નો નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

કારકિર્દી

[ફેરફાર કરો]

સ્મિતા તાંડી પોલીસ હવાલદાર તરીકે કામ કરે છે.[] ૨૦૧૩માં તેમના પિતા, જેઓ પણ પોલીસમાં કામ કરતા હતા, બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા, કારણકે તેમનો પરિવાર સારવાર માટે નાણાની વ્યવસ્થા કરી શક્યો ન હતો. તેમની યાદમાં, તાંડીએ જે લોકો તબીબી સારવારમાં અસમર્થ હોય, તેમની માટે જીવનદીપ નામનું ભંડોળ સ્થાપ્યું.[] તેમણે ૨૦૧૫માં ફંડને પ્રોત્સાહન આપવા માટે ફેસબુક ખાતું ખોલ્યું અને વીસ મહિના પછી તેના લગભગ ૭.૨ લાખ ફોલોઅર્સ થયા.[][] જ્યારે તાંડીને મદદ માટે વિનંતી મળે છે, ત્યારે તેઓ તે વ્યક્તિની મુલાકાત લે છે અને જો તેમની કથની સાચી હોય, તો તેઓ તેના વિશે ફેસબુક પર પોસ્ટ કરે છે અને ભંડોળ માટે અપીલ કરે છે.[]

તેમને તેમના માનવીય પ્રયાસોના સન્માન માટે ૨૦૧૬નો નારી શક્તિ પુરસ્કાર મળ્યો.[] તેમના ઉપરી અધિકારીઓએ તેમની સક્રિયતા વિશે સાંભળ્યા પછી, તેમને ભિલાઈ મહિલા હેલ્પલાઇન પર સોશિયલ મીડિયાની ફરિયાદોનો સામનો કરતા અધિકારીના પદ પર નિયુક્ત કર્યા હતા.[]

અંગત જીવન

[ફેરફાર કરો]

સ્મિતા તાંડીનો જન્મ ૧૯૯૨માં થયો અને તેઓ છત્તીસગઢના દુર્ગ શહેરમાં રહે છે.[] તેઓ વોલીબોલમાં છત્તીસગઢનું પ્રતિનિધિત્વ કરે છે.[] ૨૦૧૮માં, તેમણે બિલાસપુર અને ભાટાપરા વચ્ચે ટ્રેનમાં જાતીય સતામણીની ઘટનાની જાણ કરી હતી અને તેના હુમલાખોરોની રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Mishra, Ritesh (1 November 2016). "With over 7 lakh followers, Chhattisgarh cop makes Facebook platform to help". Hindustan Times (અંગ્રેજીમાં). મૂળ માંથી 28 August 2019 પર સંગ્રહિત. મેળવેલ 15 January 2021.
  2. Singh, Sanjay (7 March 2018). "International Women's Day: India's 6 most powerful women who defeated all odds". Tech Observer. મૂળ માંથી 30 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 15 January 2021.
  3. "She is no glam doll, yet she has 7 lakh FB fans: This Chhattisgarh cop deserves a standing ovation". InUth. 2 November 2016. મૂળ માંથી 6 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 15 January 2021.
  4. Gupta, Moushumi Das (4 March 2017). "Nari Shakti in many forms: ISRO scientists, Sheroes, a driver to get top honours". Hindustan Times (અંગ્રેજીમાં). મૂળ માંથી 28 July 2017 પર સંગ્રહિત. મેળવેલ 15 January 2021.
  5. News Desk (26 January 2018). "President Medal Awardee Inspector Smita Tandi Harassed on Moving Train; Accused Arrested". India News (અંગ્રેજીમાં). મૂળ માંથી 11 September 2018 પર સંગ્રહિત. મેળવેલ 15 January 2021.