લખાણ પર જાઓ

હિંદી દિવસ

વિકિપીડિયામાંથી
હિન્દી દિવસ
૧૯૮૮ની ભારતીય ટપાલ ટિકિટ
અધિકૃત નામહિન્દી દિવસ
ધાર્મિક ઉજવણીઓહિંદી સહિત્યમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓની યાદમાં
તારીખ૧૪ સપ્ટેમ્બર
આવૃત્તિવાર્ષિક

હિન્દી દિવસ દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, જે ભારત સરકારની સત્તાવાર ભાષા તરીકે હિન્દી ભાષાની ઘોષણાને ચિહ્નિત કરે છે. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.[૧][૨]

હિંદી દિવસનો ઇતિહાસ[ફેરફાર કરો]

બિયોહર રાજેન્દ્ર સિંહા. જેમના ૫૦ માં જન્મદિવસ પર (૧૪-૦૯-૧૯૪૯), હિન્દીને ભારતીય પ્રજાસત્તાકની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી.
ભારતના રાજ્યોની ભાષાઓ

ભારતના વિવિધ હિન્દી ભાષી રાજ્યોમાં સત્તાવાર ભાષામાંની એક તરીકે દેવનગરી લિપિમાં હિન્દીને અપનાવવાની યાદમાં ૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.[૧] હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્ત, શેઠ ગોવિંદ દાસ અને બિયોહર રાજેન્દ્ર સિમ્હાના પ્રયાસોને કારણે[૩] ભારતની બંધારણ સભા દ્વારા ભારતીય પ્રજાસત્તાકની બે સત્તાવાર ભાષાઓમાંની એક તરીકે હિન્દીને અપનાવવામાં આવી હતી.[૪]

૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ બિયોહર રાજેન્દ્ર સિમ્હાના ૫૦મા જન્મદિવસે આ પ્રયાસોને પરિણામે હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી.[૫] આ નિર્ણયને ભારતના બંધારણે બહાલી આપી હતી. ભારતીય બંધારણની કલમ ૩૪૩ હેઠળ ભારતની ૨૨ અનુસૂચિત ભાષાઓમાંથી દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.[૬]

ઘટનાઓ[ફેરફાર કરો]

શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં સ્થાનિક-સ્તરના કાર્યક્રમો ઉપરાંત, કેટલીક નોંધપાત્ર ઘટનાઓ શામેલ છે.

  • ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, પ્રણવ મુખર્જીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં હિંદીને લગતા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા બદલ વિવિધ શ્રેણીઓમાં પુરસ્કાર એનાયત કર્યા હતા.
  • રાજભાષા પુરસ્કાર, મંત્રાલયો, વિભાગો, પીએસયુ અને રાષ્ટ્રીયકૃત બેંકોને વિવિધ શ્રેણીઓમાં પુરસ્કાર એનાયત આવ્યા હતા. [૭]

ગૃહ મંત્રાલયે ૨૫ માર્ચ, ૨૦૧૫ ના રોજ કરેલા આદેશમાં હિંદી દિવસ પર વાર્ષિક ધોરણે આપવામાં આવતા બે પુરસ્કારના નામ બદલ્યા છે. ૧૯૮૬ માં સ્થપાયેલી 'ઇન્દિરા ગાંધી રાજભાષા પુરસ્કાર' બદલીને 'રાજભાષા કિર્તી પુરસ્કાર' અને 'રાજીવ ગાંધી રાષ્ટ્રીય જ્ઞાન-વિજ્ઞાન મૌલિક પુસ્તક લેખન પુરસ્કાર' બદલીને 'રાજભાષા ગૌરવ પુરસ્કાર' કરવામાં આવ્યા છે.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "हिन्दी दिवस: हिन्दी भाषा से जुड़े 19 रोचक तथ्य, ...जानिए". Live Bihar News | लाइव बिहार न्यूज़ (હિન્દીમાં). 2019-09-14. મૂળ માંથી 2019-09-22 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-22.
  2. "Constitutional provisions for Hindi".
  3. Staff, India com Lifestyle (2020-09-13). "Hindi Diwas 2020: Date, History, Significance And Interesting Facts About This Day". India News, Breaking News, Entertainment News | India.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-12-05.
  4. "Adoption of Hindi: Background and Notable Events for the UPSC Exam". BYJUS (અંગ્રેજીમાં). મેળવેલ 2020-12-05.
  5. "Hindi Diwas 2021: 15 September | Can Hindi Be One Language for All?". SA News Channel (અંગ્રેજીમાં). 2021-09-13. મેળવેલ 2021-09-13.
  6. "Constitution of India". www.constitutionofindia.net. મૂળ માંથી 2020-11-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-12-05.
  7. "India observed Hindi Divas on 10 January". Jagran Josh. 15 Sep 2014. મેળવેલ 2014-09-16.
  8. "Names of Indira Gandhi, Rajiv Gandhi knocked off Hindi Diwas awards". The Economic Times. 21 April 2015. મેળવેલ 21 April 2015.