હિતોપદેશ
હિતોપદેશ ભારતીય જનમાનસ તથા પરિવેશથી પ્રભાવિત ઉપદેશાત્મક કથાઓ છે. હિતોપદેશની કથાઓ અત્યંત સરલ અને સુગ્રાહ્ય છે. વિભિન્ન પશુ-પક્ષીઓ પર આધારિત કથાઓ તેની ખાસ-વિશેષતા છે. રચયિતાએ આ પશુ-પક્ષીઓના માધ્યમથી કથાશિલ્પની રચના કરી છે. જેની સમાપ્તિ કોઇ બોધજનક વાતથી થાય છે. પશુઓને નીતિની વાતો કરતા દેખાડેલ છે.[૧] બધી કથાઓ એક-બીજા સાથે સંકળાયેલ જણાય છે.
રચયિતા
[ફેરફાર કરો]હિતોપદેશ ના રચયિતા નારાયણ પંડિત છે. પુસ્તકના અંતિમ પદ્યોના આધાર પર આના રચયિતાનું નામ "નારાયણ" જણાય છે.
જેમ કે,
નારાયણેન પ્રચરતુ રચિતઃ સંગ્રહોsયં કથાનામ્
પંડિત નારાયણે પંચતંત્ર તથા અન્ય નીતિ ગ્રંથોની મદદથી હિતોપદેશની રચના કરી હતી. નારાયણે એ સ્વીકાર કર્યો છે,
પંચતંત્રાન્તથાડન્યસ્માદ્ ગ્રંથાદાકૃષ્ય લિખ્યતે|
તેમના આશ્રયદાતાનું નામ ધવલચંદ્રજી છે. ધવલચંદ્રજી બંગાળના ચક્રવર્તી રાજા હતા તથા નારાયણ પંડિત રાજા ધવલચંદ્રજીના રાજકવિ હતા. મંગલાચરણ તથા સમાપ્તિ શ્લોક થી નારાયણ ની શિવ માં વિશેષ આસ્થા જણાય છે.
રચના કાળ
[ફેરફાર કરો]નીતિકથાઓમાં પંચતંત્રનું સ્થાન પ્રથમ છે. વિભિન્ન ઉપલબ્ધ અનુવાદો ના આધારે તેની રચના ત્રીજી શતાબ્દી આસ-પાસ થયેલ જણાય છે. હિતોપદેશની રચનાનો આધાર પંચતંત્ર છે.
કથાઓથી પ્રાપ્ત માહિતીના વિશ્લેષણને આધારે ડૉ. ફ્લીટનું માનવું છે કે આની રચના ૧૧ મી શતાબ્દી આસ-પાસ થયેલ હોવી જોઇએ. હિતોપદેશની નેપાળી હસ્તપ્રત ૧૩૭૩ ઈ.સ.ની પ્રાપ્ત છે. વાચસ્પતિ ગૈરોલાજી એ આનો રચનાકાલ ૧૪ મી સદીની આસપાસ ગણાવેલ છે.
હિતોપદેશ ની કથાઓ માં અર્બુદાચલ (આબુ), પાટલિપુત્ર, ઉજ્જયિની, માળવા, હસ્તિનાપુર, કાન્યકુબ્જ (કન્નૌજ), વારાણસી, મગધદેશ, કલિંગદેશ આદિ સ્થાનો નો ઉલ્લેખ છે, જેમાં રચયિતા તથા રચનાની ઉદગમભૂમિ આ સ્થાનોથી પ્રભાવિત જણાય છે.
હિતોપદેશના ચાર ભાગ
[ફેરફાર કરો]હિતોપદેશની કથાઓ ને ચાર ભાગો માં વિભાજીત કરેલ છે:
- મિત્રલાભ
- સુહદ ભેદ
- વિગ્રહ
- સંધિ
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ S Narayana; A.N.D. Haksar (Translator) (2005). Hitopadesa. Penguin Books. પૃષ્ઠ ix–xiv. ISBN 978-93-5118-096-8.