હિમાલયના ચારધામ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉત્તરાંચલના ચારધામ

Kedarnathji-mandir.JPGBadrinathji temple.JPGGangotri temple.jpgYamunotri temple and ashram.jpg

કેદારનાથબદ્રીનાથ
ગંગોત્રીયમનોત્રી

હરદ્વાર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું છે. હરદ્વાર હરદ્વાર જિલ્લા નું મુખ્ય મથક છે. હરદ્વાર હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે, જેનો વહીવટ નગર નિગમ બોર્ડ કરે છે. હિન્દી ભાષામાં હરદ્વારનો અર્થ હરિ("ઇશ્વર")નું દ્વાર થાય છે. હરદ્વાર હિંદુઓના સાત પવિત્ર સ્થળો પૈકીનું એક છે. સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શન કરી દરેક વ્યકિત પોતાના જીવનમાં કંઇક જોયું, જાણ્યું હોય તેવી પ્રતીતિ કરતો હોય છે. હરદ્વાર સમુદ્રની સપાટીથી ૩૧૩૯ મીટરની ઊંચાઇ પર સ્થિત છે. ગંગા નદીના મુખ(ગંગોત્રી હિમશિખર)થી ૨૫૩ કિલોમીટરની પહાડોમાં સફર ખેડી ગંગા નદી હરદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, આથી જ હરદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે.

હરદ્વાર ઇતિહાસ અને વર્તમાન http://upload.wikimedia.org/wikipedia/commons/2/23/Haridwar.jpg

પ્રકૃતિ પ્રેમીઓ માટે હરદ્વાર સ્વર્ગ સમાન છે. હરદ્વાર ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિવિધસ્વરૂપોને પ્રસ્તુત કરે છે. હરદ્વારનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કપિલસ્થાન, ગંગાદ્વાર તેમ જ માયાપુરીના નામે કરવામાં આવેલ છે. હરદ્વાર ચારધામ યાત્રા માટેનું પણ પ્રવેશદ્વાર છે.(ઉત્તરાખંડમાં આવેલાં ચારધામ એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી), આથી જ ભગવાન શિવના અનુયાયીઓ હરદ્વાર અને ભગવાન વિષ્ણુના અનુયાયીઓ હરિદ્વાર નામથી આ સ્થળનો ઉલ્લેખ કરે છે. હર એટલે શિવ અને હરિ એટલે વિષ્ણુ. મહાભારતના બાણપર્વમાં ધૌમ્ય ઋષિ, રાજા યુધિષ્ઠિરને ભારતનાં તીર્થસ્થળો વિશે કહે છે ત્યારે એ વેળાએ એમાં ગંગાદ્વાર અર્થાત હરદ્વાર અને કનખલનાં તીર્થોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કપિલ ઋષિનો આશ્રમ પણ અહીં જ હતો, એથી અહીંનુ પ્રાચીન નામ કપિલ અથવા કપિલ્સ્થાન મળે છે. મહાન રાજા ભગીરથ, જે સૂર્યવંશી રાજા સગરના પ્રપૌત્ર (ભગવાન શ્રીરામના એક પૂર્વજ) હતા, ગંગાજીને સતયુગમાં વર્ષોની તપસ્યા પછી પોતાના ૬૦,૦૦૦ પૂર્વજોના ઉધ્ધાર અને કપિલ ઋષિના શ્રાપથી મુક્ત કરવા માટે પૃથ્વી પર લાવ્યા હતા. આ એક એવી પરંપરા છે, જેને કરોડો હિંદુ આજે પણ નિભાવે છે. તેઓ પોતાના પૂર્વજોના ઉધ્ધારની આશા રાખી એમની ચિતાની રાખ(અસ્થિકુંભ) લાવે છે અને ગંગાજીમાં વિસર્જિત કરે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ એક પથ્થર પર પોતાનાં પદ-ચિન્હોની છાપ રાખી છે જે હરકી પૈડીમાં એક ઉપરી દિવાલ પર સ્થાપિત છે, જ્યાં નિત્ય પવિત્ર ગંગાજી એને પાવન કરતી રહે છે.


યમનોત્રી[ફેરફાર કરો]

યમનોત્રી ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું મહત્વનું યાત્રાધામ છે. આ ઉત્તર ભારતનાં પ્રખ્યાત ચારધામ પૈકીનું એક ધામ છે. યમનોત્રી પવિત્ર યમુના નદીનું ઉદ્ગમસ્થાન છે. યમનોત્રી હિમાલયની ગોદમાં આવેલું અત્યંત રમણીય સ્થળ છે.


ગંગોત્રી[ફેરફાર કરો]

ગંગોત્રી ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું મહત્વનું યાત્રાધામ છે. આ ઉત્તર ભારતનાં પ્રખ્યાત ચારધામ પૈકીનું એક ધામ છે. ગંગોત્રી પવિત્ર ગંગા નદીનું ઉદ્ગમસ્થાન છે. ગંગોત્રી હિમાલયની ગોદમાં આવેલું અત્યંત રમણીય સ્થળ છે.

ચારધામ[ફેરફાર કરો]

ચારધામ એ ભારતીય હિમાલય માં સ્થિત મહત્વપૂર્ણ યાત્રાધામ છે. આ ચારધામ ઉત્તરાખંડ રાજ્ય ના ગઢવાલ જીલ્લા માં સ્થિત છે. તેમાં ચાર પ્રદેશ નો સમાવેશ થાય છે : ૧) યમનોત્રી, ૨) ગંગોત્રી, ૩) કેદારનાથ, ૪) બદ્રીનાથ. આ ચારેય યાત્રાધામો તેમની કળા અને સ્થાપત્ય માં અજોડ તેમજ અનન્ય છે. ભારત તેમજ વિદેશ માં તેમની લોકપ્રિયતા ખૂબજ વધારે છે. ૧) યમનોત્રી એ યમુના નદી નું ઉદગમસ્થાન અને દેવી યમુના ની બેઠક છે. ૨) ગંગોત્રી એ ગંગા નદી નું ઉદગમસ્થાન અને દેવી ગંગા ની બેઠક છે. ૩) કેદારનાથ એ ભગવાન શંકર ના ૧૨ જ્યોતિર્લીંગો માં નું એક છે. ૪) બદ્રીનાથ એ ભગવાન વિષ્ણુ ની બેઠક છે.