હેરિટેજ સ્ક્વેર (સુરત)
સ્થાન | ચોક બજાર, સુરત, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 21°11′47″N 72°49′04″W / 21.196266°N 72.817782°W |
માલિક | સુરત મહાનગરપાલિકા |
હેરિટેજ સ્ક્વેર અથવા ચોક બજાર હેરીટેજ સ્ક્વેર [૧] સુરતના જૂના અદાલત વિસ્તારના ચોક બજારમાં સ્થિત છે.
આકર્ષણો
[ફેરફાર કરો]હેરિટેજ સ્ક્વેરના સાત મુખ્ય આકર્ષણો છે.
સુરતનો કિલ્લો
[ફેરફાર કરો]સુરતનો કિલ્લો, ૧૬ મી સદીમાં ખુદાવંદ ખાન દ્વારા બંધાવવામાં આવ્યો હતો. [૨]
એન્ડ્રુઝ લાયબ્રેરી
[ફેરફાર કરો]એન્ડ્રુઝ લાયબ્રેરી સુરતમાં ૧૭૫ વર્ષીય પુસ્તકાલય છે. [૩]
જેજે ટ્રેનિંગ કૉલેજ
[ફેરફાર કરો]કિલ્લાની સામે ૧૮૨૭ માં શેઠ સોરાબજી જમશેદજી જીજીભાયના દાન દ્વારા સ્થાપિત એક પૂર્વ અંગ્રેજી શાળા હતી. પાછળથી આ શાળા "સોરાબજી જમશેદજી જીજીભાઈ હાઇસ્કુલ" તરીકે જાણીતી થઈ હતી. ૧૯૩૯ માં પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવા માટેની કૉલેજ શરૂ કરવા માટે આ હાઇ સ્કૂલ સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી.
ઓલ્ડ મ્યુઝિયમ
[ફેરફાર કરો]ઓલ્ડ મ્યુઝિયમ બ્રિટીશ યુગ દરમિયાન વિકસાવવામાં આવ્યું હતું.
એંગ્લિકન ચર્ચ
[ફેરફાર કરો]એંગ્લિકન ચર્ચ, સીએનઆઇ ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખાય છે. તે સુરતનું સૌથી જૂનું ચર્ચ છે. ૧૯ મી સદીમાં પ્રચલિત પશ્ચિમી ડિઝાઇનની અનુસાર ૧૮૨૪ માં આ ઍંગ્લિકન ચર્ચનું નિર્માણ થયું હતું. ૧૮૨૦ માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિસ્ટનના આશીર્વાદ હેઠળ આ ચર્ચ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું હતું.[૪] ૧૦ ફૂટ લાંબુ ક્રોસ અને ૩૦૦ વર્ષ જુની બાઈબલ આ ચર્ચના મુખ્ય આકર્ષણો છે.[૫]
કસ્તુરબા ગાર્ડન
[ફેરફાર કરો]કસ્તુરબા ગાંધી બાલ ઉદ્યાન ઍંગ્લિકન ચર્ચ નજીક એક ઐતિહાસિક બગીચો છે.
વિક્ટોરિયા ગાર્ડન (ગાંધી બાગ)
[ફેરફાર કરો]આજે ગાંધી બાગ તરીકે ઓળખાતો, આ બગીચો સુરતના કિલ્લા નજીક આવેલું છે.
અન્ય આકર્ષણો
[ફેરફાર કરો]હેરિટેજ સ્ક્વેરની પાસે થોડા વધુ ઐતિહાસિક આકર્ષણો છે:
- શનિવારી બજાર
- હેરિટેજ વૉકવે
- મુગલ સરાઈ
ઇતિહાસ
[ફેરફાર કરો]હેરિટેજ સ્ક્વેરમાંની ઈમારતો બ્રિટિશ અને મુઘલ સંસ્કૃતિ ધરાવે છે.
૨૦૧૩માં, સુરત મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ સ્ક્વેરનો પુનઃ વિકાસ થયો.[૬] [૭] હાલમાં તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Heritage Square to be ready in three months". Timesofindia.indiatimes.com. 2014-02-19. મેળવેલ 2016-12-01.
- ↑ "Surat Castle". Suratmunicipal.gov.in. 2016-11-24. મેળવેલ 2016-12-01.
- ↑ "The Andrews Library in Surat turns 175 years old! – My Yellow Mug". Myyellowmug.com. 2015-07-07. મૂળ માંથી 2017-02-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-01.
- ↑ "Anglican church gets tallest cross | UCAN India". Ucanindia.in. 2014-12-23. મૂળ માંથી 2017-02-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-01.
- ↑ "Surat's 300-year-old Bible: Preserved, Intact, Unknown | Latest News & Updates at Daily News & Analysis". Dnaindia.com. 2013-08-11. મેળવેલ 2016-12-01.
- ↑ "Second phase of Chowk bazaar heritage square development work begins". Timesofindia.indiatimes.com. મેળવેલ 2016-12-01.
- ↑ "Competition Entry: Redevelopment of Heritage Square & Riverfront | Komal Anand Doshi". Komalananddoshi.wordpress.com. 2011-11-25. મેળવેલ 2016-12-01.