હેલેન ગિરી સ્યીમ

વિકિપીડિયામાંથી
હેલેન ગિરી સ્યીમ
જન્મની વિગતમેઘાલય, ભારત
રહેઠાણશિલોંગ, મેઘાલય
વ્યવસાયસંગીતશાસ્ત્રી
ઈતિહાસકાર
ખિતાબપદ્મ શ્રી
ખ્યાતનામીખાસી સંગીત

હેલેન ગિરી સ્યીમ (અંગ્રેજી: Helen Giri Syiem) એક ભારતીય સંગીતજ્ઞ અને ઇતિહાસકાર તરીકે ઓળખાય છે, ખાસ કરીને તેણી ખાસી સંગીત પરંપરા માટે પ્રોત્સાહક પ્રયત્નો કરવા બદલ પ્રસિદ્ધ છે.[૧]

તેણી નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપકગણના એક ભૂતપૂર્વ સભ્ય છે તેમ જ સંગીત નાટક અકાદમીની કારોબારી સમિતિના પણ સભ્ય છે.[૨]

તેણી પરંપરાગત ખાસી સંગીતવાદ્યોના પુન:સ્થાપનકાર્યમાં આપેલ યોગદાન માટે પ્રસિદ્ધ છે અને તેણીએ માર્ટિન લ્યુથર ખ્રિસ્તી યુનિવર્સિટી, શિલોંગ ખાતે પરંપરાગત ખાસી સંગીત-પ્રોત્સાહન માટે શિષ્યવૃત્તિ ફંડની સ્થાપના પણ કરી છે.[૩]

એમની મદદથી ૩૫ જેટલી પરંપરાગત સંગીત સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે અને સંગીત ઉત્સવના આયોજન ઉપરાંત તેણી શારીરિક રીતે વિકલાંગ બાળકોના પુનર્વસવાટ માટે પણ કામ કરે છે.

તેમના પુસ્તક, બંગાળી બ્રિટિશ શાસન હેઠળ, ૧૮૨૪-૧૯૪૭માં, ભારતની સ્વતંત્રતા પૂર્વેના સમયગાળાની એક ખાસી વિસ્તારની ઐતિહાસિક કથાનું આલેખન છે.[૪]

વર્ષ ૨૦૦૮માં ભારત સરકાર તરફથી તેણીને ખાસી પરંપરાગત સંગીતમાં યોગદાન બદલ ચોથા ક્રમાંકનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ શ્રી એનાયત કરવામાં આવેલ છે.[૫]

કોંગ હેલેન ગિરી સ્યીમ પ્રખ્યાત હિમા ખ્ય્રીમના રાજવી ઘરાનાના વંશજ અને સભ્ય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ખાસી લોકો

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Preserver of Khasi melodies - Helen Giri earns kudos". The Telegraph. ૨૯ જાન્યુઆરી ૨૦૦૮. મૂળ માંથી 2018-02-09 પર સંગ્રહિત. મેળવેલ 9 February 2016.
  2. "Traditional musicians perform ahead of Scorpions gig". One India. ૭ ડિસેમ્બર ૨૦૦૭. મેળવેલ 9 February 2018.
  3. "Dr Helen Giri Scholarship Fund". Martin Luther Christian University. ૨૦૧૬. મેળવેલ 9 February 2018.
  4. Helen Giri (૧૯૯૦). The Khasis Under British Rule (1824-1947). Akashi Book Depot. પૃષ્ઠ 207. ISBN 9788186030677.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. ૨૦૧૬. મૂળ (PDF) માંથી November 15, 2014 પર સંગ્રહિત. મેળવેલ January 3, 2016.

વધુ વાંચન[ફેરફાર કરો]

  • Helen Giri (૧૯૯૦). The Khasis Under British Rule (1824-1947). Akashi Book Depot. પૃષ્ઠ 207. ISBN 9788186030677.