લખાણ પર જાઓ

હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ

વિકિપીડિયામાંથી
હેસના નિયમનુ આલેખન (જ્યાં H એન્થાલ્પિ દર્શાવે છે

ઉષ્મારસાયણ શાસ્ત્રમાં જે પ્રક્રિયાઓની પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction) અથવા પ્રક્રિયા-એન્થાલ્પી (reaction enthalpy)ના ફેરફારો સીધા માપી શકાતા ના હોય તેની ગણતરી કરવા માટે હેસના ઉષ્મા-સંકલનના નિયમનો (અંગ્રેજી: Hess's law) ઉપયોગ કરવામાં આવે છે. તેને અચળ ઉષ્મા-સરવાળા (ઉષ્મા-સંકલન)નો નિયમ પણ કહેવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મેલા રશિયન રસાયણવિદ જર્મેઇન હેન્રી હેસે ૧૮૪૦ માં આ નિયમ રજૂ કર્યો હતો. તે મુજબ[૧],

અચળ દબાણે કે અચળ કદે થતી કોઈ એક રાસાયણિક પ્રક્રિયાને કારણે પરિણમતો ઉષ્મા-ફેરફાર પ્રક્રિયા એક તબક્કે થાય કે અનેક તબક્કે થાય પણ સમાન હોય છે. અથવા કોઈ એક રાસાયણિક પ્રવિધિના વિવિધ તબક્કઓના ચક્રિય ક્રમમાં લીધેલા એન્થાલ્પિ ફેરફારો (ΔH)નો બૈજિક (algebraic) સરવાળો એક જ તબક્કે થતી સમગ્રતયા પ્રક્રિયાના એન્થાલ્પિ ફેરફાર બરાબર હોય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. તલાટી, જ. દા. (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોશ. ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૧૬.