લખાણ પર જાઓ

હોર્નબિલ ઉત્સવ

વિકિપીડિયામાંથી
હોર્નબિલ ઉત્સવ
હોર્નબિલ ઉત્સવ દરમિયાન ભારતના નાગાલેન્ડના નાગાઓ તેમના પરંપરાગત નૃત્યનો મહાવરો કરી રહ્યા છે
અધિકૃત નામહોર્નબિલ ફેસ્ટિવલ
ઉજવવામાં આવે છેનાગા આદિવાસી
પ્રકારસાંસ્કૃતિક
મહત્વનાગા વારસા અને પરંપરાઓની સમૃદ્ધિને પુનર્જીવિત કરવા, તેનું રક્ષણ કરવા, ટકાવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે
તારીખ૧ થી ૧૦ ડિસેમ્બર
આવૃત્તિવાર્ષિક

હોર્નબિલ ઉત્સવ દર વર્ષે ૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન, ઇશાન ભારતના નાગાલેન્ડમાં ઉજવાય છે. [] તેને 'તહેવારોનો તહેવાર' કહેવામાં આવે છે.

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]
ગ્રેટર ઇન્ડિયન હોર્નબિલ
હોર્નબિલ ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન કચારી મહિલાઓ

નાગાલેન્ડ રાજ્ય અનેક જનજાતિઓનું ઘર છે, જેને પોતપોતાના અલગ અલગ ઉત્સવ છે. નાગાલેન્ડની ૬૦% થી વધુ વસ્તી કૃષિ પર આધારીત છે અને તેથી તેમના મોટાભાગના તહેવારો કૃષિની આસપાસ ગુંથાયેલા છે. નાગાલોકો તેમના તહેવારોને પવિત્ર માને છે, તેથી આ તહેવારોની ઉજવણી જરૂરી સમજે છે.[]

આંતર આદિજાતિ ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહિત કરવા અને નાગાલેન્ડના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે, નાગાલેન્ડ સરકાર દર વર્ષે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં હોર્નબિલ ઉત્સવનું આયોજન કરે છે. પ્રથમ ઉત્સવ ૨૦૦૦માં યોજાયો હતો.[]

આ તહેવારનું નામ મોટાકદના રંગીન વનપક્ષી ભારતીય હોર્નબિલ પરથી રાખવામાં આવ્યું છે, જેનો રાજ્યની મોટાભાગની જનજાતિઓની લોકવાયકામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે.

ઉજવણીઓ

[ફેરફાર કરો]
નાગાલેન્ડના હોર્નબિલ ઉત્સવ દરમિયાન કિસામા ખાતે નાગા આદિવાસીઓ.

રાજ્યના પર્યટન વિભાગ તથા કલા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત, હોર્નબિલ ઉત્સવ એક જ મંચ પર સાંસ્કૃતિક પ્રદર્શનો દર્શાવે છે. આ તહેવાર સામાન્ય રીતે દર વર્ષે ૧ થી ૧૦ ડિસેમ્બરની વચ્ચે કોહિમા ખાતે ઉજવવામાં આવે છે. []

હોર્નબિલ ઉત્સવ કોહિમાથી લગભગ ૧૨ કિ.મી.ના અંતરે આવેલા નાગા હેરિટેજ વિલેજ, કિસામા ખાતે યોજવામાં આવે છે. નાગાલેન્ડની તમામ જનજાતિઓ આ ઉત્સવમાં ભાગ લે છે. ઉત્સવનો ઉદ્દેશ નાગાલેન્ડની સમૃદ્ધ સંસ્કૃતિને પુનર્જીવિત અને સુરક્ષિત કરવા અને તેની ઉડાઉ અને પરંપરાઓ પ્રદર્શિત કરવાનો છે.[]

હોર્નબિલ ઉત્સવ મુલાકાતીઓ માટે નાગાલેન્ડના લોકો અને સંસ્કૃતિને નજીકથી જાણવાની તથા નાગાલેન્ડના ખોરાક, ગીતો, નૃત્યો અને રિવાજોનો અનુભવ કરવાની તક છે.[]

૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કિસામાના નાગા હેરિટેજ વિલેજ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૮મા હોર્નબિલ ઉત્સવ અને નાગાલેન્ડ રાજ્યના રચના દિવસની ઉજવણીનું ઉદઘાટન કર્યું હતું.[]

ઉત્સવની પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

અઠવાડિયા સુધી ચાલતા આ ઉત્સવમાં લોકો હસ્તકલા, રમતગમત, ફૂડ મેળાઓનો આનંદ માણે છે. પરંપરાગત કલાઓ જેવી કે ચિત્રકામ, કાષ્ઠકલા (લાકડાની કોતરણી) અને શિલ્પકૃતિઓના પ્રદર્શનો યોજાય છે.[]


હોર્નબિલ ઉત્સવ નૃત્ય, પ્રદર્શન, હસ્તકલા, પરેડ, રમતો, ફૂડ મેળા અને ધાર્મિક સમારોહનું રંગીન મિશ્રણ પૂરું પાડે છે. આ તહેવાર આદિજાતિ લોકોની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરે છે અને ભારતના સંઘીય માળખામાં નાગાલેન્ડની ઓળખને અનન્ય રાજ્ય તરીકે મજબૂત કરે છે.[]

આર્થિક સંભાવના

[ફેરફાર કરો]

હોર્નબિલ ઉત્સવ રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વધારવામાં નોંધપાત્ર ફાળો આપી રહ્યો છે.[] આ ઉત્સવ નાગાલેન્ડ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, તેના સાધનસંપન્ન સ્થાપત્ય અને નાગા આદિવાસીઓના જાતિગત વ્યંજનોની સમજને પ્રોત્સાહન આપે છે.[]

ઉત્સવનું મેદાન

[ફેરફાર કરો]
હોર્નબિલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ પર પરંપરાગત નૃત્ય કરી રહેલા નાગા જનજાતિ

કેમ્પિંગ સુવિધા

[ફેરફાર કરો]

સ્થાનિક ટૂર ઓપરેટર કેમ્પ ઝિંગારોઝ દ્વારા હોર્નબિલ ઉત્સવની આસપાસના વિસ્તાર નજીક કેમ્પિંગ સુવિધા ઉપલબ્ધ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Jaini, Kshaunish (6 January 2017). "Nagaland – Hiking and Hornbill Festival in India". Alien Adventure. મૂળ માંથી 5 December 2017 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2017.
  2. Hornbill Festival - Where the Action is... સંગ્રહિત ૧૯ નવેમ્બર ૨૦૧૧ ના રોજ વેબેક મશિન, EF News International. 16 November 2011.
  3. ૩.૦ ૩.૧ Hornbill Festival of Nagaland સંગ્રહિત ૨૦૧૭-૦૯-૦૯ ના રોજ વેબેક મશિન, India-north-east.com સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Hornbill Festival of Nagaland" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  4. "Hornbill Festival 2016 - December". Festivals of India. New Delhi: Pan India Internet. મૂળ માંથી 3 February 2017 પર સંગ્રહિત.
  5. Srivastava, Priya (4 December 2017). "Hornbill Festival 2017 – 73,090 people visit in three days". Gurgaon, India: Happy Trips (Times Internet). મૂળ માંથી 5 December 2017 પર સંગ્રહિત.
  6. Nagaland's Hornbill Festival Goes International. Outlook India.com. 1 December 2009.
  7. ૭.૦ ૭.૧ "' A window to the northeast'". The Hindu. 1 November 2016. મેળવેલ 2017-03-21.
  8. "'Ignore the potholes, enjoy the ride'". The Hindu. 22 January 2016. મેળવેલ 2017-01-17.
  9. "Discover Northeast: Camp Zingaros". Discover Northeast. મૂળ માંથી 25 ઑક્ટોબર 2019 પર સંગ્રહિત. મેળવેલ 26 October 2019. Check date values in: |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  1. "Inner Line Permit | Ministry of Development of North Eastern Region, North East India". mdoner.gov.in. મેળવેલ 2015-12-12.