લખાણ પર જાઓ

૭૨ કડવા પાટીદાર (ચુંવાળ સમાજ)

વિકિપીડિયામાંથી

૭૨ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજ નો એક સમુહ છે.

પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી આ ૭૨ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ સમાજને ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સામાજીક વ્યવસ્થા છે. આજે પણ આ વ્યવસ્થા પ્રમાણે જ મોટેભાગે અને સ્વયંભૂ રીતે લોકો પોતાના લગ્ન વહેવારો ગોઠવતા જોવા મળે છે અને આ સમાજ ને ચુંવાળ સમાજ કહેવામાં આવે છે.