લખાણ પર જાઓ

અંબાસણ

વિકિપીડિયામાંથી
અંબાસણ
—  ગામ  —
અંબાસણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો મહેસાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,

શક્કરીયાં, શાકભાજી

અંબાસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

વનરાજ ચાવડાના વંશજ પુંજાજી ચાવડાને દિલ્હી સુલતાન અલાઉદ્દીન ખીલજીએ ૨૮૪ ગામ ભેટ આપ્યા હતા અને તેમણે અંબાસણમાં ગાદી સ્થાપી હતી. તેમના પુત્ર મેસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરેલી.[][]

અગત્યના સ્થળો

[ફેરફાર કરો]

ગામ નજીક કેટલાક જૂના મંદિરોના અવશેષો આવેલા છે જે પુરાતત્ત્વીય મહત્વ ધરાવે છે.[]

અહીં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણના કુળદેવી મા અન્નપુર્ણાનું મંદિર આવેલ છે. અન્ય મુખ્ય મંદિરોમાં અમીઝરા પાર્શ્વનાથ જૈન દેરાસર, રામજી મંદિર અને જય વિજય હનુમાન મંદિરનો સમાવેશ થાય છે.

સુવિધાઓ

[ફેરફાર કરો]

ગામમાં દવાખાનું, શાળાઓ અને ડાકઘર આવેલા છે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આજે બર્થ-ડે: મહેસાણાને વર્ષો પહેલાં લોકો કયા નામે ઓળખાતાં હતાં? જાણો". Divya Bhaskar. 2018.
  2. "મહેસાણાનો આજે 661મો સ્થાપના દિવસ, જાણો શું છે તેનો ઇતિહાસ". Zee News. મેળવેલ 2024-03-17.
  3. ૩.૦ ૩.૧ Rajyagor, S. B., સંપાદક (1975). Gujarat State Gazetteers: Mehsana District. 5. Directorate of Government Print., Stationery and Publications, Government of Gujarat. પૃષ્ઠ 783.
  4. "મહેસાણાના અંબાસણ ખાતે BSF કેમ્પમાં નવી કેન્દ્રીય વિદ્યાલય બનશે". NavGujarat Samay (અંગ્રેજીમાં). મેળવેલ 2024-03-17.
મહેસાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન